News of Monday, 30th December 2024
મોરબી મહિલા પીઆઇ લગધીરકાએ ઠંડીમાં ઠુંઠાવતા જરૂરતમમંદને ધાબળા વિતરણ કરી માનવતા મહેકાવી.
પીઆઇ લગધીરકા ઝૂંપળપટ્ટી વિસ્તારોમાં અવારનવાર બાળકો, મોટેરાઓ માટેજ નાસતો, મીઠાઈ લઇ પહોંચી જાય છે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : હાડ થીજવતી કાળજાળ ઠંડી અને સુસવાટા મારતા કાતિલ ઠંડા પવનથી જ્યાં માનવ, પશુ જીવન ઠુંઠવાઈ ગયુ છે ત્યારે મોરબીના પછાત, છેવાડાના વિસ્તારોમાં ફરીને કડકડતી ઠંડીમાં કાંપતા જરૂરતમંદોને હૂંફ પુરી પાડી શકે તેવા સારી ક્વોલિટીના ધાબળાનો જથ્થો લઇ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઇ. પી. એચ. લગધીરકા નીકળી પડ્યા હતા અને ફરીને ખરેખરા જરૂરતમંદોને ધાબળા વિતરણ કરી માનવતા મહેકવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા પીઆઇ લગધીરકા આ જાતના સેવાકાર્યો કરતા જ રહે છે. તેઓ અવાર નવાર મોરબીની સરકારી હોસ્પિટલે પ્રશરૂતાઓ, અન્ય દર્દીઓને જરૂરિયાતની વસ્તુઓ વિતરણ કરતા રહે છે. ઝૂંપળપટ્ટી વિસ્તારોમાં અવારનવાર બાળકો, મોટેરાઓ માટેજ નાસતો, મીઠાઈ લઇ પહોંચી જાય છે. અને જરૂરતમંદો સુધી પહોંચાડી પોતાની ફરજનિષ્ઠા સાથે માનવતા પણ મહેકવી રહ્યા છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
