<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

કચ્છના માંડવીના ગોધરા ગામની યુવતીની ઝનૂનપૂર્વક હત્યા કરી નાશી છૂટનાર સાગર રામજી સંઘારને પોલીસે રાઉન્ડ અપ કરી લીધો

હત્યારાએ પોતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવતા માંડવી હોસ્પિટલમાં દાખલ

ભુજ : એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તલવારના ઘા ઝીંકી પ્રેમિકાની કરી ઘાતકી હત્યા: નર્સ તરીકે કામ કરતી કચ્છના માંડવી તા.ગોધરા ગામની ગૌરી તુલસીભાઈ ગરવા ની ઝનૂન પૂર્વક હત્યા કરી નાસી છુટનાર સાગર રામજી સંઘારને માંડવી પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે. જોકે, હત્યારાએ પોતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવી માંડવી હોસ્પિટલમાં દાખલ હોઈ પોલીસે તેને ત્યાં જ અટકમાં રાખ્યો છે. યુવાનોમાં પ્રેમની ઘેલછા હેઠળ ઘાતકી હત્યા કરવાના બનાવો ચિંતા સર્જી રહ્યા છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(10:48 PM IST)