<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

હત્યારા નવલસિંહ ભુવાએ એક જ પરિવારના ત્રણ સભ્યોને સોડિયમ પાવડર પીવડાવી અને મોતને ઘાટ ઉતાર્યા હતા

સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 03 સભ્યોની હત્યા અંગેની તપાસ પી.આઈ. કક્ષાના અધિકારીને સોંપાઈ : ઘટનાના બે વર્ષ બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

મૃતક ભુવા નવલસિંહ સામે સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 03 સભ્યોની હત્યા અંગેની તપાસ પી.આઈ. કક્ષાના અધિકારીને સોંપાઈ છે. હત્યારા નવલસિંહ ભુવાએ એક જ પરિવારના ત્રણ સભ્યોને સોડિયમ પાવડર પીવડાવી અને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાના બે વર્ષ બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

   મરણ જનાર દિપેશભાઈ, પ્રફુલાબેન અને ઉત્સવીની હત્યા મુદ્દે તપાસને 2 વર્ષ બાદ વેગ આપવામાં આવ્યો છે. મરણ જનાર લોકો પાસે રહેલ મોબાઈલ ફોન, ઘરેણા પણ નવલસિંહ દ્વારા લૂંટી લેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. વિધિના નામે સોડિયમ પાવડર પીવડાવ્યા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ નવલસિંહએ તેમની બેભાન અવસ્થામાં ત્રણ સભ્યોને કેનાલમાં ફેંકી દીધા હોવાની વિગતો સામે આવી છે.

(12:46 AM IST)