<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

અમરેલી વોર્ડ-૧૧ના સભ્‍ય, ભાજપના યુવા અગ્રણી સન્ની ડાબસરાનું વાહન અકસ્‍માતમાં મોત

ડમ્‍પર સાથે અથડાતા સ્‍વીફટકારનો ભૂકકો બોલી ગયો ઇશ્વરી ગામ નજીક બનેલી કરૂણ ઘટનાથી કોળી સમાજમાં શોક

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા.૩૧: અમરેલીના ઈશ્વરીયા ગામ નજીક કાર અને ડમ્‍પર વચ્‍ચે સર્જાયેલ ગમખ્‍વાર અકસ્‍માતમાં કાર ચાલક અમરેલીના ભાજપના યુવા આગેવાન અને સમસ્‍ત સમાજમા બહોળી સુવાસ ફેલાવનારા સન્ની ડાબસરાનું કમ કમાટી ભરેલ મોત નીપજેલ હતું.

પ્રાપ્ત વિગત મુજબ સાંજના સમયે ગમખવાર જીવલેણ  માર્ગ અકસ્‍માતમાં ભાજપના યુવા આગેવાન અને અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર -૧૧ ના સભ્‍ય સન્ની ડાબસરાનું મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્‍યું હતું.કાર અને ડમ્‍પર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા મારુતિ સ્‍વીફ્‌ટ કારનો બુકડો બોલી ગયો હતો.આ અકસ્‍માતમાં નિધનના સમાચાર મળતા અમરેલી હોસ્‍પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્‍યા હતા.આ ઘટના બનતા તાત્‍કાલિક ધોરણે તેમને અમરેલી સિવિલ હોસ્‍પિટલ ખાતે લઇ જવામાં આવ્‍યા હતા.ભાજપના આગેવાનનું મોત થતા મોટી સંખ્‍યામાંઅમરેલીના આગેવાનો,કાર્યકરો સિવિલ હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા.આ બનાવને લઈને સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાયો હતો. ે તેઓ દબાણ હટાવ સમિતિ ચેરમેન પણ હતા.બહોળું મિત્ર સર્કલ અને સમસ્‍ત સમાજમા ચાહના ધરાવનાર હતા. મળતક યુવાનના પિતા વિનુભાઈ એડવોકેટ અને કોળી સમાજના આગેવાન છે.

આ અકસ્‍માતમાં સ્‍વીફ્‌ટ કાર અને ડમ્‍પર અથડાયા બાદ એક બાઈક પણ અડફેટે ચડતા બાઈક ચાલકને પણ ઇજા થતા તાત્‍કાલિક ધોરણે ે સારવાર માટે ખસેડાયા હતા.જયારે ડમ્‍પર પણ રોડ સાઈડમાં આડુ પડી ગયું હતું.

(10:52 AM IST)