<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

હોસ્‍પિટલમાં આંચકી ઉપડતાં પલંગ પરથી પટકાતાં વૃધ્‍ધ પરબતભાઇનું મોત

કેશોદના ચાંદીગઢગના વૃધ્‍ધે રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૧: કેશોદના ચાંદીગઢ ગામે રહેતાં પરબતભાઇ ઉર્ફ પ્રભાતભાઇ માલદેભાઇ મુછડીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધ બિમાર હોઇ જુનાગઢની હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. તેમને પલંગ ઉપર આંચકી આવતાં પડી જતાં નાક પર ઇજા થઇ હતી. બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ પરબતભાઇ ઉર્ફ પ્રભાતભાઇ બિમાર હોઇ ગત ૨૦મીએ જુનાગઢની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. ત્‍યારે આંચકી આવતાં પલંગ પરથી પટકાતાં બેભાન થઇ ગયા હતાં. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જુનાગઢ એ-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતક ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને ખેતી કરતાં હતાં.

(11:55 AM IST)