News of Tuesday, 31st December 2024
મોરબીમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં રીક્ષા ચાલકોની રેલી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩૧ : મોરબીમાં ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા માર્ગો ઉપર સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવે છે અને તે અંતર્ગત રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી ને જેમાં મંજૂરી કરતાં વધુ પેસેન્જર બેસાડ્યા હોય ડોક્યુમેન્ટ ન હોય ફેન્સી નંબર પ્લેટ હોય વગેરે જેવી બાબતોને ધ્યાને લઈને રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જો કે તેમાં કેટલાક રીક્ષા ચાલકોને આડેધડ મેમા દેવામાં આવ્યા હોય સામાકાઠા વિસ્તારમાં પરશુરામ પોટલીના ગ્રાઉન્ડમાં રીક્ષા ચાલકો એકત્રિત થયા હતા અને ગ્રાઉન્ડથી જિલ્લા કલેકટર કચેરી સુધી રીક્ષા ચાલકો રેલી સ્વરૂપે ગયા હતા ને ત્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તેમાં મોરબીના રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે તેઓની રીક્ષા લોન ઉપર ચાલતી હોય છે અને દર મહિને રિક્ષાના હપ્તાને પરિવારનું ગુજરાત પરીક્ષા ઉપર જ ચાલતું હોય છે ત્યારે તેઓને આડેધડ જે મેમા દેવામાં આવે છે તેમ જ રીક્ષા ડીટેન કરીને ૨૫,૦૦૦ જેવા મેમાં દેવામાં આવતા હોવાથી રીક્ષા ચાલકો ની મુશ્કેલીમાં વધારો થાય છે અને થોડા સમય પહેલા જ કોઈ અશરફભાઈ નામના રિક્ષા ચાલકે ટેન્શનમાં આવીને જેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો આવા બનાવો ભવિષ્યમાં ન બને તે અત્યાચાર ગુજારવાનું બંધ કરવામાં આવે નહીં તો આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ ભિક્ષાચાલકો રીક્ષાઓ બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
