News of Wednesday, 1st January 2025
નર્મદાની કેનાલોનું પાણી વાળવામાં આવતા આખુ રણ દરીયો બની ગયો
અગરીયાઓના પારા ધોવાઇ જતા કફોડી સ્થિતિ : ભારતને મળતા ૪૦ ટકા મીઠાના પુરવઠાને અસર : પાંચ હજાર કામદારોને ભુખે મરવુ પડે તેવી હાલત : કાયમી સમસ્યાનો ઉકેલ જરૂરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧: કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાઓ(Salt Maker) ની સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આપે તો દેશના લગભગ અડધા ભારતીયોનું જીવન મીઠા વગરનું થઈ જશે.
કચ્છના અગરિયા આખા ભારતમાં થતાં મીઠામાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. હવે અહીં જરા પણ તકલીફ પડે એટલે સીધા ભારતને મળતાં ૪૦ ટકા મીઠાના પુરવઠાને અસર પડી તેમ કહેવાય.
સુરેન્દ્રનગર જિલ્લાની નજીક આવેલા કચ્છના નાના રણમાં નર્મદા કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા રણમાં મીઠુ પકવતા અગરિયાઓના પાટા ધોવાયા છે. તેની સાથે રણ પણ જાણે દરિયો બની ગયો હોય તેમ બેટમાં ફેરવાયું છે. આના લીધે મીઠું પકવતા ગરીબ અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળતાં તે કફોડી સ્થિતિમાં મૂકાયા છે.
કચ્છના નાના રણનો ઘણો બધો હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પથરાયેલો છે. આ નાનું રણ પાટડી અને ધ્રાગંધ્રા તાલુકામાં આવેલું છે. આ રણમાં અગરીયાઓ કાળી મજૂરી કરીને મીઠું પકવતા હોય છે. અગરિયાઓ ટાઢ તડકો જોયા વગર વર્ષના નવથી દસ મહિના કાળી મજૂરી કરીને મીઠું પકવે છે. મીઠુ પકવતા લગભગ પાંચ હજાર અગરિયા પરિવાર તેના પર નભે છે. તેઓ ઠંડી કે ૫૦ ડિગ્રી તાપમાનમાં પણ રણમાં ઝુંપડા બાંધીને રહે છે અને મીઠું પકવે છે.
સરકારની અણઆવડત અને તંત્રની બેદરકારીનો ભોગ અગરિયા છેલ્લાં એક કે બે વર્ષથી નહીં પણ ૧૫-૧૫ વર્ષથી બને છે. તંત્ર દ્વારા નર્મદાના વેસ્ટ વોટરને રણમાં છોડવામાં આવતા આ અગરીયાઓના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. ધ્રાગંધ્રા અને પાટડી તાલુકાના નિમકનગર, કોપરણી, કુડા, ખારાઘોડા સહિતના લગભગ પાંચ હજાર અગરિયાઓ રણમાં પાટા ભરીને મીઠાની ખેતી કરી છે. પણ તંત્રની તુમારશાહી કે અવળચંડાઈ ગમે તે કહો પણ રણમાં આ રીતે પાણી છોડીને હજારો અગરિયાઓને રીતસરના ભૂખે મરવું પડે તેવી સ્થિતિ સર્જવામાં આવી રહી છે.
કચ્છના નાના રણમાં હાલમાં અગરિયાઓએ પાટા ભરીને મીઠું પકવેલ છે, પરંતુ નર્મદા નિગમની કરોડો લિટર પાણીની કેનલ ઓવર ફ્લો થતાં કેનાલમાં બકનળીઓ મૂકવામાં આવતા કેનાલોનું પાણી રણમાં વાળવામાં આવ્યું છે. તેના લીધે આ પાણી આખા રણમાં ફરી વળ્યું છે રણમાં નર્મદાનું પાણી આવવાના લીધે લગભગ ત્રણસો જેટલા મીઠાના પાટા પાણીમાં ગરકાવ થતાં અગરિયાઓનું મહેનત પર પાણી ફરી વળ્યું છે. હવે પકવેલું મીઠું ધોવાતા અગરિયાઓના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
આ જોતાં તો નર્મદા નિગમ છેલ્લા ૧૫ વર્ષથી આ રીતે પાણી છોડીને અગરિયાઓના પેટ પર લાતો મારી રહ્યુ છે અને દેશને ૪૦ ટકા મીઠું પૂરુ પાડતા અગરિયાઓને જંગી વળતર ચૂકવવું પડે તેમ છે.
અગરિયાઓની પરિસ્થિતિ એટલી દયનીય છે કે તેઓ કહે છે કે રણમાં નર્મદા કેનાલનું પાણી અમારા માટે અભિશાપ છે, નર્મદા નિગમના બાબુઓ તાત્કાલિક પાણી બંધ કરે, નહીં તો અગરિયાઓ પાયમાલ થઈ જશે. સામાન્ય રીતે નર્મદાના પાણી માટે વલખા મારવામાં આવે છે, પરંતુ આ જ નર્મદાનું પાણી રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે અભિશાપ છે. તેના લીધે તેમનો મીઠાનો ધંધો જ ખતમ થઈ જાય છે, તેઓને લાગે છે કે નર્મદા નિગમ આ રીતે પાણી છોડીને રીતસર અમારા પર મીઠું વાટી રહ્યુ છે.
આ સંજોગોમાં અગરિયાઓ જો નુકસાન વળતરનો દાવો કરે નિગમે કેટલી રકમ ચૂકવવાની આવી શકે તેની કોઈપણ ઙ્કકારની કાયદાકીય સમીક્ષા પણ તેમણે કરી નથી.
આヘર્યની વાત એ છેકે ગરીબ અગરીયાઓ વર્ષોથી આ રીતે બુમો પાડતા હોવા છતા તેની વાત કેમ કોઇના કાન સુધી પહોંચતી નથી. શું આપણે ત્યાં તે શિસ્તો બની ગયો છે કે કોઇ પણ બાબત રાજકીય વિવાદનો મુદ્દો બને નહી ત્યાં સુધી તેનો ઉકેલ ન લાવવો. રાજકારણીઓ ઝંપલાવે નહી ત્યાં સુધી કોઈ સમસ્યાનો ઉકેલ જ ન લાવવો. હવે અગરિયાઓના કિસ્સામાં પણ આ જ સ્થિતિ સર્જાશે? તંત્રએ અગરિયાઓની આ સ્થિતિની જવાબદારી લેવી જ પડશે, ગરીબને આ રીતે પાયમાલ કરીને બેહાલ સ્થિતિમાં કઈ રીતે મૂકી શકાય. અગરિયા માટે તંત્રએ કોઈપણ ઙ્કકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ જોઈએ. છેવટે કંઈ નહીં તો આ નુકસાન બદલ પેકેજ તો આપવું જ જોઈએ, કોઈની આજીવિકા જ છીનવી લેવાય તો તેને કંઇક તો વળતર આપવું પડેને, અગરિયાઓને તંત્ર યોગ્ય વળતર આપે તે જ સમયની માંગ છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
