તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 1st January 2025
શ્રી રાજ રાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ માટે પસંદગી મેળોઃ ૪૦૦ યુવક-યુવતિઓ જોડાયા

જુનાગઢઃ શ્રી રાજ રાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાના ચેરમેન ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂના અધ્યક્ષ સ્થાને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનો છઠો જીવનસાથી પસંદગી સંમેલન એન્જીનીયરીંગ એશો હોલ ટાગોર માર્ગ ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે રાજકોટ ખાતે યોજાયેલ જેમાં ૪૦૦ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો અને ડીરેકટરીનું વિમોચન પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પુર્વ પ્રમુખ રસિકભાઇ જોષી, જયવીનભાઇ દવે, મેનેજીંગ ટ્રસ્ટી દિવ્યકાંતભાઇ જોષી, અમદાવાદના કેળવણીકાર રાજુભાઇ મહેતા, નિવૃત ડે. કલેકટર ગુણવંતભાઇ ભરાડ તથા જોષી બાપા પરશુરામભાઇ બોરીસાગર જીતુભાઇ ચાવડાગોર, જીતુભાઇ જોષી, ભરતભાઇ જોષી, અશોકભાઇ ચાંઉ, પત્રકાર જયેશભાઇ દવે, જયદિપ જોષી, દિનેશભાઇ જોષી તેમજ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સહિત રાજગોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી મંત્રી ધીરૂભાઇ વી. મહેતા તેમજ ટ્રસ્ટી ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ તેમજ તેની ટીમના લલિતભાઇ ધાંધીયા, તૃપ્તીબેન જોષી, દર્શનાબેન જોષી, રેખાબેન મહેતા, દિપકભાઇ બામટા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી અને અકિલાના માધ્યમથી શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાતા આ પસંદગી મેળો તેમજ અન્ય કાર્યક્રમોનું કવરેજ કરવા બદલ અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાનો આભાર વ્યકત કરેલ અને તે બદલ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું સન્માન પણ કરાયું હતું. (૭.ર૯)
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
