<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ટંકારાના જોધપર ઝાલા ગામનાં આર્મી જવાન પરેશકુમાર સારેસા શહીદ

હાલમાં જમ્‍મુનાં ઉધમપુર આર્મી કેમ્‍પ ખાતે ફરજ બજાવી રહ્યા હતાઃ અમદાવાદ આર્મી હોસ્‍પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધાઃ અંતિમયાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૧: જોધપર ઝાલા ગામનાં આર્મી જવાન પરેશકુમાર સારેસા શહીદ થયા છે. હાલમાં તેઓ જમ્‍મુનાં ઉધમપુર આર્મી કેમ્‍પ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તેઓને શારીરિક બીમારી સબબ અમદાવાદ આર્મી હોસ્‍પિટલ ખાતે એડમિટ કરાયા હતા. જ્‍યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

૧૮ વર્ષની સેવા દરમિયાન તેઓએ ગુજરાત, પヘમિ બંગાળ, પંજાબ, રાજસ્‍થાન સહિત દેશનાં વિવિધ રાજયોમાં સેવા આપી હતી. ટંકારાના જોધપર ઝાલા ગામે શહિદ જવાનને સલામી આપવાં જમ્‍મુ કાશ્‍મીર, જામનગર અમદાવાદ તેમજ રાજકોટથી આર્મીનાં સિનિયર અધિકારીઓ ઉપસ્‍થિત રહયાં હતા. શહિદની અંતિમયાત્રામાં જોધપર સમસ્‍ત ગ્રામજનો તેમજ આસપાસનાં તાલુકા તેમજ જિલ્લામાંથી એક્‍સ આર્મી જવાનો, વિસ્‍તારનાં ધારાસભ્‍ય સહિત અનેક સામાજીક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. તા. ૨ જાન્‍યુઆરીનાં રોજ સવારે ૧૦ વાગ્‍યે શહિદ પરેશકુમારનું બેસણું ટંકારા તાલુકાનાં જોધપર ઝાલા ખાતે રાખવામાં આવ્‍યું છે.(૨.૧૨)

(7:09 PM IST)