<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

ઠંડીમાં ઘટાડો યથાવત

ગિરનાર ૯.૪, નલીયા ૧૦, રાજકોટમાં ૧૪.પ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે. આજે પણ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી  ગયો છે. આજે ગિરનાર ઉપર ૯.૪, નલીયા ૧૦, રાજકોટમાં ૧૪.પ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :  સોરઠમાં આજે સવારથી ગુલાબી ઠંડી રહી હતી. તો બીજી તરફ ગિરનાર પર તાપમાન વધીને ૯.૪ ડિગ્રી નોંધાયું હતું.

જુનાગઢ સહિત સોરઠના તાપમાનમાં છેલ્લા બે દિવસથી ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે જુનાગઢનું તાપમાન વધીને ૧૫.૮ ડિગ્રીએ પહોંચી ગયા બાદ આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૧ ટકાએ પહોંચી ગયું હતું લઘુત્તમ તાપમાન પણ વધીને ૧૪.૪ ડિગ્રી થઈ જતા સવારે ગુલાબી ઠંડી રહી હતી.

સવારે વાતાવરણમાં જોરદાર ભેજને લીધે આજે પણ ઝાંકળ વર્ષા થઈ હતી. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જુનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત ઉપર પણ તાપમાનમાં વધારો નોંધાયો હતો. પર્વત ઉપર સવારે લઘુતમ તાપમાન ૯.૪ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં વ્‍યાપક ભેજના કારણે ગિરનાર પર્વત ઉપર આહલાદક નજારો જોવા મળ્‍યો હતો.

સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૧.૮ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩.પ, મહત્તમ તાપમાન ર૭.પ, ભેજનું પ્રમાણ ૯૪ ટકા, પવનની ગતિ કિ. મિ. ર.પ રહી હતી.   (પ-૯)

 

 

 

(11:05 AM IST)