News of Friday, 3rd January 2025
દબાણવાળી જમીન નામે કરવા ગ્રા.પં.નું ખોટું લેટરપેડ બનાવી બોગસ દસ્તાવેજ ઉભો કર્યો!
જસદણના નવા ગામના મનજી ભોજાણી તથા તેના ભાઇ વલ્લભ સામે સરપંચની પોલીસમાં ફરીયાદ બોગસ લેટરપેડમાં ગ્રા.પં. પાસેથી ૬ લાખમાં દબાણવાળી જમીન ખરીદી કરી છે તેવું લખાણ કરી તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં રજુ કર્યુ

રાજકોટ તા.૩: જસદણના નવા ગામના બે ભાઇઓએ દબાણવાળી જમીન પોતાના નામ. કરવા ગ્રા.પં.નો ખોટો લેટરપેડ બનાવી બોગસ દસ્તાવેજ ઉભો કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ નવાગામના સરપંચ ગંગેવભાઇ ગોવિંદભાઇ ચોહાણએ તેજ ગામના મનજી ઉર્ફે મનુ રૂપાભાઇ ભોજાણી તથા તેના ભાઇ વલ્લભભાઇ ભોજાણી સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ઓએ નવા ગામમાં પંચાયત હસ્તકની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરેલ હોય ફરીયાદીએ અવારનવાર દબાણ દુર કરવા માટે નોટીસો આપી હતી. પરંતુ આરોપીઓએ દબાણવાળી જમીન પોતાના નામે કરી લેવા માટે કોઇપણ રીતે નવાગામ ગ્રા.પં.નો ખોટો લેટરપેડ બનાવી કે મેળવી તે લેટરપેડમાં આરોપીઓએ ગ્રા.પં. પાસેથી સદરહું જમીન ખરીદ કરેલ છે. તેમજ ફરીયાદીને ૬ લાખ રૂપિયા આપેલ છે. તેવું લખાણ કરી આ લખાણવાળા લેટરપેડમાં નીચે ખોટી સહી કરી મોટો દસ્તાવેજ ઉભો કરી તે સાચો સાબીત કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે રજુ કર્યો હતો.
જસદણ પોલીસે આ ફરીયાદ અન્વયે ઉકત બંન્ને ભાઇઓ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
