<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

ગોંડલના નાના સખપુરમાં જળસંચય અભિયાન અંતર્ગત સરોવર નિર્માણઃ કાલે ભવ્‍ય લોકડાયરો

રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુ ડાંગરના મતક્ષેત્રમાં શાનદાર કાર્યક્રમ :મંત્રીઓ માંડવિયા-બાવળિયાની હાજરીઃ ગણેશભાઇ જાડેજા મુખ્‍ય સહયોગી

રાજકોટ તા. ૩ :.. ગોંડલ તાલુકાના નાના સખપુર ગામમાં જળસંચય અભિયાન નિમિતે સરોવરનું નિર્માણ કરવામાં આવ્‍યુ છે. તેના લાભાર્થે કાલે શનિવારે કેન્‍દ્ર અને રાજયના મંત્રીની હાજરી લોકડાયરો રાખવામાં આવેલ છે. ભોજન સમારંભ સાંજે ૬ વાગ્‍યે, સન્‍માન સમારોહ સાંજે ૭.૩૦ વાગ્‍યે અને રાત્રે ૯ વાગ્‍યે લોકડાયરો રાખેલ છે. આ ગામ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરના મતક્ષેત્રમાં આવે છે.

નાના સખપુર જળ અભિયાન સમિતિના ગણેશભાઇ જાડેજાના જણાવ્‍યા મુજબ સમગ્ર વિશ્વકમાં અત્‍યારે પાણી બચાવવા અને પર્યાવરણ સરંક્ષણ માટે ચિંતા અને ચિંતન કરાવામાં આવી રહેલ છે. ત્‍યારે ભારત સરકાર દ્વારા ‘જલશકિત મંત્રાલય' ની વ્‍યવસ્‍થા કરેલ છે. તેના જ ભાગરૂપે ગોંડલ તાલુકાના નાના સખપુર ગામે સિંચાઇ વિભાગ ગુજરાત સરકાર તથા જળ અભિયાન સમિતિ તેમજ ગોંડલના રાજકીય આગેવાનોના સહકારથી ગીરગંગા પરિવાર રાજકોટના જળ સંચય અભ્‍યાન અંતર્ગત એક વિશાળ સરોવરનું નિર્માણ થઇ રહ્યું છે. તેમાં હજારો એકર જમીનમાં પાણીના તળ ઉંચા આવવાથી ખેડૂતની આર્થિક વૃધ્‍ધીમાં વધારો થવાની અપેક્ષા સાથે એક ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરેલ છે.

કાર્યક્રમના અધ્‍યક્ષ ધારાસભ્‍ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્‍ય શ્રી જયરાજસિંહ જાડેજા તથા મુખ્‍ય મહેમાન કેન્‍દ્રીય કેબીનેટ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા અને ગુજરાતના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા છે.

કાર્યક્રમમાં અલ્‍પેશભાઇ ઢોલરીયા, રમેશભાઇ ઘડુક, ગણેશભાઇ જાડેજા, રાજુભાઇ ડાંગર, મગનભાઇ ઘોણીયા, કુરજીભાઇ ભાલાળા, હરદેવસિંહ જાડેજા, હિનાબેન ઢોલરીયા, અશ્‍વિનભાઇ ઠુંમર, ભાવેશભાઇ વેકરીયા, ચિરાગભાઇ ગોલ, પરસોત્તમભાઇ રૂપાલા, જયેશભાઇ રાદડીયા, કૌશિકભાઇ વેકરીયા, ગોરધનભાઇ ધામેલીયા, પ્રફુલભાઇ ટોળીયા (ભાવભાઇ), ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, કચરાભાઇ વૈષ્‍ણવ, અશ્‍વિનભાઇ રૈયાણી, પીન્‍ટુભાઇ ચુડાસમા,  જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ડી.ડી.ઓ. ડો. નવનાથ ગવ્‍હાણે વગેરે ઉપસ્‍થિત રહેશે. આયોજન માટે ગણેશભાઇ જાડેજા, સુરેશભાઇ દેસાઇ, જયંતીભાઇ બુહા વગેરે કાર્યરત છે.

લોકડાયરામાં ધીરૂભાઇ સરવૈયા, રશ્‍મિતાબેન રબારી, મયુરભાઇ દવે વગેરે કલાકારો ભાગ લેશે. ડાયરો માણવા સૌને જાહેર નિમંત્રણ છે.

(4:25 PM IST)