News of Saturday, 4th January 2025
કુંવરજીભાઈના ગઢમાં કાલે કોંગ્રેસ સમર્પિત કોળી આગેવાની ચિંતન બેઠક
સમાજમાં રાજકીય અને સામાજિક એકતા,શિક્ષણ તેમજ સમાજના હિતમાં જરૂરી માર્ગદર્શન માટે જિલ્લાના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા હાંકલ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.4 સમસ્ત કોળી સમાજની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ સંદર્ભે કોંગ્રેસની વિચારસરણી ધરાવતા આગેવાનોની એક અગત્યની ચિંંતન બેઠક કુંવરજીભાઈના ગઢ ગણાતા જસદણ ખાતે કાલે રાખવામાં આવી છે.
આ બેઠકમાં કોંગ્રેસની વિચારસરણી ધરાવતા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઋત્વિક ભાઈ મકવાણા,ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. વિભાગના પ્રમુખ રાજુભાઈ ગોહિલ,પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ,માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા,કોળી સમાજના અગ્રણી મનુભાઈ ચાવડા,ભાવનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ કરસનભાઈ વેગડ,ઝવેરભાઈ ભાલીયા,માવજીભાઈ શિયાળ કાંતિભાઈ ગોહિલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહી કોળી સમાજમાં રાજકીય અને સામાજિક એકતા,શિક્ષણ તેમજ સમાજના હિત માટે માર્ગદર્શન આપશે.
જસદણના વિછીયા રોડ ઉપર બાયપાસ સર્કલ પાસે આવેલ ઇન્ડિયન સ્પાઇસ હોટલ ખાતે સવારે 9:30 કલાકે આ બેઠકનો પ્રારંભ થશે.
સ્થાનિક આયોજકોએ જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા રાજકોટ શહેર અને જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
કોળી સમાજના કદાવર નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા કોળી સમાજના જ આગેવાનો દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય રાજકીય ગલીયારામા ભારે ચર્ચા જગાવી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
