<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

જૂનાગઢની માંગરોળ સબ જેલમાથી ચાર મોબાઇલ -સીમ કાર્ડ મળી આવ્યા

લોકઅપ સુપ્રિટેન્ડન્ટ દ્વારા અજાણ્યા શખ્શ વિરુધ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

જૂનાગઢની માંગરોળ સબ જેલમાથી ચાર મોબાઇલ -સીમ કાર્ડ મળી આવ્યા છે. જેલ ચેકીંગ દરમિયાન અલગ અલગ બેરેકમાથી મોબાઇલ ફોન અને સીમ કાર્ડ મળી આવ્યા છે. બે એન્ડ્રોઇડ અને બે કી પેડ મોબાઇલ મળી આવ્યા છે. 5 હજારની કિંમતના ચાર મોબાઇલ મળી આવતા તપાસ અધિકારીએ જપ્ત કર્યાં છે. આ ઘટના અંગે લોકઅપ સુપ્રિટેન્ડન્ટ દ્વારા અજાણ્યા ઈસમ વિરુધ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(1:59 PM IST)