News of Saturday, 4th January 2025
હળવદના માથક ગામે દેશીદારૂ ભરેલી બોલેરો ઝડપાઇઃ ૨ની ધરપકડ
અન્ય ૪ આરોપીઓના નામ ખુલ્યાઃ રૂ.૨.૪૦ લાખનો કબ્જે લેવાયો

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૪: હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે હળવદ તાલુકાના માથક ગામે સુંદરભાવની જવાના રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડીમાં ૧૨૦૦ લીટર દેશીદારૂ કી. રૂ. ૨,૪૦,૦૦૦ એમ કુલ મુદ્દામાલ ૭,૪૦,૦૦૦ સાથે ચાલક મયુરસિંહ અખુભા ઝાલા તથા સાથેના એક આરોપી સંજયભાઈ હસમુખભાઈ દેકાવડીયાની પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હામાં ઘનશ્યામભાઈ શંકરભાઈ, હસમુખભાઈ મધુભાઈ, વેલજીભાઈ ઉર્ફે વાલો સામજીભાઈ, અજય ઉર્ફે ભૂરો સામજીભાઈ એમ કુલ ચાર આરોપીના નામ ખુલ્યા છે.
આ કામગીરી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેક્ટર હળવદ પો.સ્ટે., તથા એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, પો.હેડ કોન્સ. દિનેશભાઈ હનાભાઈ બાવળીયા, વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડિયા તથા પોલીસ કોન્સ. હરવીજયસિંહ કિરીતસિંહ ઝાલા, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ તથા મનોજભાઈ ગોપાલભાઈ પટેલ વગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
