<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

કુવાડવા વાંકાનેર ચોકડી પાસેથી રૂા. ૮૪ હજારના દારૂ ભરેલી કારમાંથી પ્રવિણ અને શૈલેષ પકડાયા

પીસીબીના એ.એસ.આઇ. મહિપાલસિંહ ઝાલા અને હેડ કોન્‍સ ધનશ્‍યામસિંહ ચૌહાણની બાતમીઃ કારની બ્રેક લાઇટ પાછળ અને ડેસ્‍કબોર્ડમાં એરબેગની જગ્‍યાએ ૩૩૬ બોટલ દારૂ સંતાડયો'તો

રાજકોટ, તા. ૪: કુવાડવા ગામ નજીક વાંકાનેર ચોકડી પાસે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૮૪ હજારના વિદેશી દારૂ ભરેલી કારમાંથી બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા ગામ નજીક વાંકાનેર ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની પીસીબીના એ.એસ.આઇ. મહિપાલસિંહ ઝાલા અને હેડ કોન્‍સ. ધનશ્‍યામસિંહ ચૌહાણને બાતમી મળતા વાંકાનેર ચોકડી પાસેથી પસાર થતી જીજે ર૭ બી.એલ. પ૧૧૭ નંબરની બ્રેઝા કારને રોકી તલાશી લેતા કારના ડેસ્‍કબોર્ડમાં એરબેગની જગ્‍યામાં અને બ્રેક લાઇટની પાછળ ખાનામાં સંતાડેલો રૂા. ૮૪ હજારનો વિદેશી દારૂની ૩૩૬ બોટલ મળી આવતા પોલીસે કારમાં બેઠેલા પ્રવિણ ગીગાભાઇ વાળા (ઉ.વ. ૩૧) (રહે. ગંજીવાડા શેરી નં. ૪૭ માં ભાડે મુળ પીપળીયા ગામ તા. ધોરાજી) અને શૈલેષ બાવનજીભાઇ ઝાલાવડીયા (ઉ.વ. ૪૮) (રહે. ક્રિષ્‍ના પાર્ક સોસાયટી શેરી નં. ૧ર, દોઢસો ફુટ રીંગ રોડ) ને પકડી લઇ દારૂ તથા કાર મળી રૂા. પ,૮૪,૦૦૦ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી ઇન્‍ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. હુણ, પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ, સંતોષભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, હેડ કોન્‍સ. કિરતસિંહ, કરણભાઇ મારૂ, ધનશ્‍યામસિંહ, વિરેન્‍દ્રસિંહ, હરદેવસિંહ, કુલદીપસિંહ, રાહુલગીરી, ગીરીરાજસિંહ, કોન્‍સ યુવરાજસિંહ, વિજયભાઇ, દેવરાજભાઇ, વાલજીભાઇ, નગીનભાઇ, હિરેનભાઇ દ્વારા કરવામાં આવી હતી

(1:59 PM IST)