<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

મુળ રકમ અને વ્‍યાજ સાથે ચુકવણી કરવા છતા વડિયાના જીથુડી ગામે પૈસાની પઠાણી ઉઘરાણી

દેવગામના શખ્‍સે પ્રૌઢને વધુ એક લાખ આપવા માંગણી કરી ધમકી આપ્‍યાની ફરિયાદ

અમરેલી, તા.૪: વડિયાના જીથુડી ગામે પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા પ્રકાશભાઈ ઘુસાભાઈ વઘાસીયા ઉ.વ. ૫૦એ દેવગામના રણજીત ભુપતભાઈ વાળા નાણા ધીરધારના રજીસ્‍ટ્રેશન ધરાવતા ન હોય. આમ છતા પ્રકાશભાઈએ તેમની દિકરીની ડિલવરી અંગે રૂપિયાની જરૂર પડતા રૂા. ૮૦,૦૦૦ની રકમમાસિક ૧૧ ટકા લેખે ઉંચા વ્‍યાજેઆપી બાદમાંપ્રકાશભાઈએ રણજીતનેનિયમિત માસિક રૂા.૯૦૦૦ નું ઉંચાવ્‍યાજે કુલ-૧૩માસ સુધી કુલ રૂા. ૧,૧૭,૦૦૦ રોકડતથા ગુગલપેથી ચુકવી અને મુળરકમ રૂા. ૮૦,૦૦૦ ની ચુકવણી કરી એ રીતે રણજીતને કુલરૂા. ૧,૯૭,૦૦૦ રોકડતથા ગુગલપેથી પ્રકાશભાઈ એ ચુકવણી કરેલ હોય. આમ છતા રણજીતે પ્રકાશભાઈ પાસે વધુ રૂા. ૧,૦૦,૦૦૦ ની અવાર નવાર ઉઘરાણી કરતા પૈસા આપવાની નાપાડતા ગાળો બોલી જાનથી મારીનાખવાની ધમકી આપી ગુનો કયાંની વડિયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(2:00 PM IST)