તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 6th January 2025
ખોખડદળ-લોઠડા વચ્ચે બોલેરો અને ટુવ્હીલર વચ્ચે અકસ્માતઃ છ ઘવાયા
ટુવ્હીલર ચાલક બે મહિલા અને બોલેરોમાં બેઠેલા મજુરોને ઇજા

રાજકોટ તા. ૬: કોઠારીયા નજીક ખોખડદળ અને લોઠડા ચોકડી વચ્ચે સાંજે બોલેરો અને ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરોમાં બેઠેલા દસથી વધુ મજુરો પૈકી ચારથી પાંચને અને ટુવ્હીલર પર બેઠેલા બે મહિલા મળી છ લોકોને ઇજા થઇ હતી. મજુરો લોઠડાથી કડીયા કામ કરીને પરત રાજકોટ તરફ આવી રહ્યા હતાં. જ્યારે બે મહિલા લોઠડા તરફ જઇ રહી હતી.
જાણવા મળ્યા મુજબ સાંજે ખોખડદળ અને લોઠડા વચ્ચે સાંજે બોલેરો અને ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરો ચાલકે કાબુ ગુમાવતાં પલ્ટી ખાઇ ગયું હતું. તેના કારણે અંદર બેઠેલા આજીડેમ ચોકડી ગોૈશાળા નજીક તથા એ વિસ્તારમાં રહેતાં દસેક મજુરોમાંથી ચારને ઇજાઓ થઇ હતી. મજુરોમાં ઓરીસ્સાના જાદુમની તારાચંદ નાયક, તેની સાથેના તેના પત્નિ પદ્દમાવતી, કોઠારીયાના લાલીબેન કમલ ભુરીયા, વનીતા રાજુ વસુનીયા નામની બાળકી તેમજ સામે એક્ટીવા પર બેઠેલા ગોંડલ રાજકોટના બે મહિલા ધારાબા જાડેજા અને સોનલબા વાઘેલાને ઇજાઓ થઇ હતી.
બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી અને તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. એક્ટીવાચાલક મહિલાઓએ પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી. જ્યારે મજુરોને દાખલ કરાયા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
