News of Monday, 6th January 2025
સાયલામાં રસ્તો ઓળંગી રહેલા ચકુબેનનું અજાણ્યા વાહનની ઠોકરે મોતઃ સાથેના મિત્ર યુવાનનો બચાવ
મહિલાએ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ બે સંતાન મા વિહોણા થયાઃ મૃતક ઝૂપડામાં રહી મજુરી કરતી હતી અને મુન્ના નામના યુવાને સાથે લગ્ન વગર રહેતી હતી

રાજકોટ તા. ૬: સાયલામાં સાંજે રસ્તો ઓળંગી રહેલી મહિલાનું કોઇ ફોરવ્હીલર વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત થયું છે. તેની સાથે રહેલો તેનો પુરૂષ મિત્ર બચી ગયો હતો. આ મહિલા એક યુવાન સાથે લગ્ન વગર પોતાના બે સંતાન સાથે રહેતી હતી અને કચરા વીણવા સહિતની મજુરી કરતી હતી.
જાણવા મળ્યા મુજબ સાયલામાં પૂલ નીચે ઝૂપડામાં રહેતી ચકુબેન સવજીભાઇ સાપરીયા (ઉ.વ.૩૬) સાંજે સાયલામાં લીંબડી હાઇવે પર પોતાના મિત્ર મુન્ના ભનુભાઇ દાધેવડીયા સાથે રસ્તો ઓળગી રહી હતી એ વખતે અજાણ્યા ફોરવ્હીલરનો ચાલક તેણીને ઠોકરે લઇ નાશી ગયો હતો. મુન્નો થોડે દુર હોઇ તે બચી ગયો હતો. ચકુબેનને લીંબડી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોડી રાતે તેણીનું મોત થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ લીંબડી પોલીસને જાણ કરી હતી.
મૃતકના ભાઇ વિજયના કહેવા મુજબ મંજુબેન તેના બે બાળકો સાથે મુન્ના દાધેવડીયા સાથે રહેતી હતી. બંને રસ્તો ઓળંગતા હતાં ત્યારે બનાવ બન્યો હતો. લીંબડી પોલીસે રાજકોટ આવી મુન્નાની પુછતાછ કરી વિગતો મેળવી હતી. ચકુબેનના મોતથી બે સંતાન મા વિહોણા થઇ ગયા છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
