News of Monday, 6th January 2025
અમદાવાદ હાઇવે પર ચક્કાજામ ૧૭ કિમી લાંબી વાહનોની કતારો
ચોટીલા પાસે ટ્રક પલ્ટી જતા રાજકોટ-અમદાવાદ હાઇવે પર હજારો વાહનો ફસાયાઃ પોલીસને હાઇવે કલીયર કરાવતા પરસેવો વળી ગયો : જલારામ મંદિર પાસે સર્જાયો મોટો ટ્રાફિક જામઃ રાજકોટ અમદાવાદ બંન્ને તરફ મોટો ટ્રાફિક જામઃ સિક્સ લાઇન નાં ચાલતા કામ ને કારણે અપાયેલા ડીવાઇડરથી વાહન-વ્યવહારને મોટી અસરઃ પાંચ કલાકે પણ વાહન હટાવવામાં અસફળઃ રોડ કોન્ટ્રાક્ટરની અણ આવડત!

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૬: ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે ઉપર એક સામાન્ય અકસ્માતમાં ૧૭ કિ.મી. જેટલો મોટો ટ્રાફિક જામ સર્જાયો છે અને તેની પાછળ રોડ કોન્ટ્રેક્ટરની અણ આવડત હોવાની ચર્ચા ઉઠી છે.
ચોટીલા હાઇવે ઉપર જલારામ મંદિર સામે અપાયેલ ડ્રાઇવર્ઝન ઉપર જ એક પ્લાસ્ટિકનાં દાણા ની બોરી ભરેલ ટ્રક વહેલી સવારે પલ્ટી મારી ગયેલ હતી અને રોડ ઉપર ટ્રાફિક જામની પારાયણ શરૂ થયેલ છે
જે સ્થળે ટ્રક પલ્ટી ખાધી છે. ત્યાં આગળ જ ચાર તરફનો વાહન વ્યવહાર ની આવન જાવન છે. ચોટીલાથી રાજકોટ તરફ જવાનાં રસ્તા ઉપર હજું આગળનાં નાળાનું કામ પુરૂ થાય તે પહેલા જ જલારામ મંદિર આગળનું નાળુ રસ્તાનું કામ કરી રહેલ કોન્ટ્રેક્ટર દ્વારા તોડવાનું કામ હાથ ધરાયેલ જેથી આ રસ્તો બંધ કરી જલારામ મંદિર સામે ડાઇવર્ઝન આપી એક જ રોડ ઉપર નાનુ એવું કટ આપી આવક જાવક એક જ રોડ ઉપર ડાઈવર્ટ કરાયેલ હતું અને આ અણ આવડત મોટો જામ ગમે ત્યારે કરશે તેવી દહેશત જે તે સમયે લોકો એ વ્યકત કરી હતી પરંતુ જાણે ચોટીલાનાં કોઇ લણી ધણી જ ના હોય તેમ કોઇ અધિકારીએ આ તરફ ધ્યાન આપેલ નથી.
સોમવારની સવારે રાજકોટ તરફ થી આવતી એક ટ્રકે ડાઇવર્ઝન ની ગોળાઈ ઉપર જ સવારે ૪:૩૦ ના અરસામાં પલ્ટી ખાઇ જતા પરોઢ થી ટ્રાફિક જામ શરૂ થયેલ હતો અને આ જામમાં ઉતાવળા વાહન ચાલકોએ આડા અવળા થઈ ને નિકળી જવાની હોડ આદરતા મોટો ટ્રાફિક જામ સર્જાતા ૭ કીમી થી વધુનો જામ થઈ ઉઠતા પરિસ્થિતિ કન્ટ્રોલ વિહોણી બની ગયેલ છે. છેલ્લાં ૮ કલાક થી પોલીસ કવાયત કરી રહેલ છે તેમ છતા રસ્તો ક્લિયર કરાવવામાં સફળ થયેલ નથી અને હજારો વાહનો અને લોકો ફસાયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. (૯.ર૦)
કપરી સ્થિતિમાં બિમાર લોકો મુકાયા અનેક એમ્બ્યુલન્સ ફસાઇ!
ચોટીલા : લાબા લચક જામમાં આજે અનેક દર્દીઓ ફસાયા હતા અને ચારે તરફનાં ટ્રાફિકમાં અનેક બિમાર દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે લઇ જતી એમ્બ્યુલન્સ પણ ફસાયાનાં દ્રશ્યો જોવા મળેલ હતા ત્યારે આવી હાલત સર્જાવા પાછળ કોણ જવાબદાર અને તેની સામે પગલા ભરવાની કોઇની જવાબદારી ખરી તેવા સવાલો ફસાયેલા લોકો કરતા જોવા મળ્યા હતા
રોડનું કામ કરનારની અણ આવડતે સર્જયો જામ?
ચોટીલા : ચોટીલા નજીક નેશનલ હાઈવેનાં ચાલતા સિક્સ લાઈનની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર અને એન્જીનીયર ની અણઆવડત છતી કરતો સૌથી મોટો ટ્રાફિક જામ આજે એક સામાન્ય અકસ્માતને કારણે સર્જાયો છે. કિમગીરી દરમ્યાન ખરેખર ટ્રાફિક શાખાના વિચાર વિમર્શ કરવા જોઈએ તેના બદલે પોતાને ઠીક લાગે તેમ કામ કરવા અને ડાઇવર્ઝન કાઢવાની મનમાની નો ભોગ લોકો બન્યા હોવાનું અને મુશ્કેલીમાં હજારો લોકો મુકાયા તેવો તાલ સર્જાયો હતો.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
