News of Monday, 6th January 2025
પોલીસે કન્યાની લજ્જા, મર્યાદા, સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કર્યું: પાયલનો આક્રોશ
અમરેલી પંથકમાં લેટરકાંડમાં ન્યાય અપાવવા યુવતિની ભુપેન્દ્રભાઇ પટેલ, ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયાને પત્ર પાઠવીને રજૂઆત

તસ્વીરમાં પિડીતા યુવતિ તથા વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણી, પ્રતાપભાઇ દુધાત નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૬: અમરેલી પંથકમાં લેટરકાંડ પ્રકરણમાં ન્યાય અપાવવા યુવતિએ પત્રકાર પરિષદ સંબોધીને ન્યાય અપાવવા માંગણી કરી છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયાને પત્ર પણ પાઠવ્યો છે.
પિડીતાએ વધુમાં જણાવ્યું છે કે, ‘‘સ્નેહી મોટાભાઈર્,ં'' હુ તમારી બહેન અને ગુજરાતના ગરીબ પરીવારની એક પોલીસથી પીડીત દિકરી છુ અને તમે અમારા નેતા, અમરેલીના પ્રતિનિધી, રાજ્યના ખાસ સેવક અને ખુદજ રાજ્ય સરકારનુ અભિન્ન અંગ છો ત્યારે, ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે સ્વાભિમાન ભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દિકરીની રાજ્યના ખુદ રક્ષકો દ્વારા જ કાયદાનુ ઉલ્લંધન કરીને અડધી રાતે ધરપકડ કરવામા આવે,
રાજકીય કાવતરાનો ભોગ બનાવવામા આવે, સાથીદારોને ડંડા મારી મને ભયભીત કરવામા આવે, ડરાવી ધમકાવીને નિવેદનો લેવામા આવે, નામ. કોર્ટને ગેરમાર્ગે દોરીને રીમાન્ડ લેવામા આવે, મને પાટે સુવાડીને પગે બેરહમીથી પટ્ટા મારવામા આવે, જેલના સળીયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી કન્યાનો જાહેરમા વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનુ વષાાહરણ કરનારી કમનસીબ ધટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરીમાને ભારે મોટી ઠેસ પહોંચી છે.
હાલ સ્વતંત્ર ભારતની સંસ્કળતી, સંસ્કાર અને સંવિધાનથી ચાલતા શાસનમા કાયદાને અહંકારની એડીએ કચડીને ખુદ કૌરવ રુપી રક્ષકોએ જ તમારી બહેન અને ગરવા ગુજરાતની એક કુંવારી કન્યાની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનુ વષાાહરણ કર્યુ તેનાથી હુ ખુબ જ વ્યથિત મને દુઃખ અને શરમની લાગણી અનુભવુ છું.
સાહેબ, ભારતનો ઈતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશમા એક અબળાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે ત્યારે શ્રી કળષ્ણએ દ્રૌપદીના ચીર પુર્યા છે અને જ્યારે જ્યારે રાજના દરબારીઓ ચુપ રહ્યા છે ત્યારે ત્યારે જ મહાભારતના મંડાણ થયા છે.
મોટાભાઈ, રાજ્યમા આવી વારંવાર નારી સમ્માનને ઠેસ પહોચાડનારી શરમજનક અને કમનસીબ ધટનાઓનો કદાચ હુ પહેલો ભોગ ભલે ના બની હોવ પરંતુ હવે ભવિષ્યમા ગુજરાતની કોઈપણ અબળાની આબરુ દાવ પર ના મુકાય એવી અપેક્ષા સહ બનેલી ધટનામા જવાબદાર હોય તેવા કાયદાનુ ઉલ્લંધન કરનારા તમામ રક્ષકો ઉપર તત્કાળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરાવવા માટે દર્દભરી વિનંતી કરૂં છુ.
મારી ઉપર વિતેલી પીડાની દરેક પળે પ્રેમ, હૂંફ અને સાથ સહકાર આપનારા તમામ કૌટુંબીક, સામાજીક અને રાજકીય પરીવારજનનો અંતકરણથી આભાર માનુ છુ.
નારી સ્વાભિમાનના ભવિષ્યને સુરક્ષિત અને સુનિヘતિ કરવા માટે મારી ન્યાયની લડાઈમાં પરીણામ સુધી સહયોગ આપવા માટે તમામ સામાજીક અને રાજકીય આગેવાનોને અંતકરણથી અપીલ કરુ છુ. તેમ અંતમાં જણાવ્યું હતું.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
