News of Monday, 6th January 2025
માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિગેરે વિરૂધ્ધમાં કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયાએ કરેલ રિવિઝન અરજી મંજુર
ગોંડલના પોલીસ મથકના મારકૂટ થયાના બનાવ અંગેના પ્રકરણમાં

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા. ૬: ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઇ કુંજડીયાને સીટી પોલીસ મથકમાં માર મારવા અંગેની માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને લક્ષમણભાઇ હિસરા ખેડૂત ડેકોરવાળા સામેની રિવિઝન અરજી એડીશનલ સેશન્સ કોર્ટ મંજુર કરી છે.
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયાએ માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા લક્ષ્મણભાઇ હિરપરા ખેડૂત ડેકોરવાળા, વિરૂધ્ધ ભારતીય દંડ સહિતની કલમ પ૦૪, પ૦૬ (ર), ૩ર૩, ૧ર૦ (બી) મુવબના ગુનાઓ સબબ, સી.આર.પી. સી. કલમ ૧પ૬ (૩) અન્વયે તપાસનો હુકમ ફરમાવવા વિકલ્પે આ ગુનાઓ સબબની ધારાશાષાી કાર્યવાહી કરી યોગ્ય નશ્યત કરવાની દાદ માંગણી કરતી ફરીયાદ ગોંડલના ત્રીજી એડી. ચીફ જયુ. મેજીસ્ટ્રેટ અદાલતમાં દાખલ કરી હતી. જે ફરીયાદ નોંધાવ્યા બાદ ઇન્કવાયરીના કામે સંબંધી ત્રીજા એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ એ તેના ગુણ દોષ ના આધારે તા. ર૪-પ-ર૦ર૩ ના હુકમથી મુળ ફરીયાદની ફરીયાદ રદ કરવાનો હુકમ કર્યા હતો આ હુકમથી નારાજ થઇ કુંજડીયા એ હાલની રિવીઝન અરજી દાખલ કરી હતી.
મુળ ફરીયાદમાં આશિષ કુંજડીયા એ આરોપ કર્યા હતા કે તા. ૬-પ-ર૦ર૧ ના રોજ ખોટી ફરીયાદના આરોપસર ગોંડલ શહેર પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યા હતા ત્યારે માજી ધારાસભય જયરાજસિંહ જાડેજા સાંજના પાંચ વાગ્યા આસપાસ આવ્યા હતા અને તેમને લોકઅપમાંથી બહાર કઢાવીન બેફામ ગાળો આપી ગાલ ઉપર લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે ટ્રાયલ અદાલતે બંને પક્ષની રજુઆ સાંભળી આશિષભાઇ કુંજડીયાની આરોપીઓ સામેની ફરીયાદ રહે તેવી હતી આથી કુંજડીયાએ તા. ર૪-૭-ર૦ર૩ ના રોજ ગોંડલના અધિક ન્યાયાધીશ સમક્ષ રીવીઝન અરજી કરી હતી તે મંજુર કરવામાં આવી છે અને ફોજદારી ઇન્કવયારી કામે ત્રીજા એડી. ચીફ જયુડી. મેજી. સ્ટ્રેટ તા. ર૪-પ-ર૦ર૩ ના રોજ ફરમાવેલ હતો. હુકમ રદ કર્યા હતો. ગોંડલના નવમાં અધિક સત્રે ન્યાયધીશ હેમાંગ ત્રિવેદી એ તા. ૩૧-૧ર-ર૦ર૪ ના રોજ આ હુકમ કર્યા હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઇ કુંજડીયા તરફે ધારાશાષાી દિનેશભાઇ પી. પાતરે દલીલો કરી હતી.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
