<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ચાર્જ સંભાળતા પ્રો.(ડો.)અતુલ બાપોદરા

નેક એક્રેડિટેશન, શિક્ષણલક્ષી, વિદ્યાર્થીલક્ષી, નવા યુનિવર્સિટી કોમન એકટ, યુનિવર્સિટીના નવા બનતા પરિસર સંદર્ભેની કામગીરીને પ્રાથમિકતા અપાશે : યુનિવર્સિટીના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો "અકિલા" સમક્ષ પ્રો.બાપોદરાનો કોલ

રાજકોટ. તા.૦૬ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે આજરોજ યુનિવર્સિટીના જ કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ તથા સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.(ડૉ.)અતુલભાઈ બપોદરાએ આજરોજ ચાર્જ સાંભળી લીધો છે. ઈ.સ.૨૦૧૫-૧૬ માં સ્થપાયેલ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ત્રીજા કુલપતિ તરીકે પ્રો.(ડૉ.)અતુલભાઈ બપોદરાએ આજરોજ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ.ડી.એચ.સુખડીયા, વિવિધ ફેકલ્ટી ડીન, ડીપાર્ટમેન્ટના અધ્યક્ષો, ફેકલ્ટી મેમ્બર્સ, વિવિધ કોલેજોના આચાર્યો અને ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની વિશાળ હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોએ પ્રો. (ડૉ.)અતુલભાઈ બપોદરાને તાળીઓથી વધાવી ફૂલડે વધાવ્યા હતા.

કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રો.(ડૉ.)અતુલભાઈ બપોદરાએ અકિલાને જણાવ્યું હતું કે આગામી સમયમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નેક માટે એપ્લાય થઇ રહી છે ત્યારે નેક એક્રેડિટેશન, શિક્ષણલક્ષી, વિદ્યાર્થીલક્ષી, નવા યુનિવર્સિટી કોમન એક્ટ સંદર્ભેની કામગીરી, યુનિવર્સિટીના નવા બનતા અદ્યતન પરિસરને પૂર્ણ કરવાની બાબતોને પ્રાથમિકતા આપવામાં આવશે. તમામને સાથે રાખીને યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો કોલ પણ કુલપતિ પ્રો.(ડૉ.)અતુલભાઈ બપોદરાએ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રો. (ડો.) અતુલભાઈ બાપોદરાએ પોરબંદરની વિખ્યાત એમ.

ડી. સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ઘણા વર્ષો સુધી યશસ્વી કામગીરી બજાવી હતી. ત્યારબાદ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની 2015-16 માં સ્થાપના શરૂઆત થતાં તેઓએ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓનું સફળ અને સુપેરે સંચાલન કર્યું હતું, ઉપરાંત પ્રો. (ડો.) અતુલભાઈ બાપોદરાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે પણ કાબિલેદાદ કામગીરી કરી હતી. વર્ષ 2018માં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટમાં તેઓ પ્રોફેસર એન્ડ હેડ તરીકે જોડાયા હતા. ડિપાર્ટમેન્ટમાં પણ તેઓ સંશોધન, રીસર્ચ પબ્લિકેશન્સ, પેટન્ટ, શિક્ષણ વિગેરે ક્ષેત્રે તથા વિદ્યાર્થીલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. તેઓ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સર્વોચ્ચ સતાધારી બોર્ડ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સહિતના વિવિધ સતાધારી બોર્ડમાં પણ સક્રિયપણે સેવા આપી રહ્યા છે.

(1:20 PM IST)