News of Monday, 6th January 2025
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખપદે રમેશભાઇ ઓડેદરા અને શહેર પ્રમુખપદે પંકજભાઇ મજીઠિયા રીપીટ... ?
વહીવટી સંબંધે જેની સામે અનેક ફરિયાદો થયેલ છે તેવા વિવાદાસ્પદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ સહિત ર૩ આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬: જિલ્લા તથા શહેર ભાજપ પ્રમુખોની પસંદગી માટે ચુંટણી અધિકારીઓ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પુર્ણ થઇ છે. જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે વર્તમાન જિલ્લા પ્રમુખ રમેશભાઇ ઓડેદરા (પટેલ) અને શહેર ભાજપ પ્રમુખપદે વર્તમાન શહેર પ્રમુખ પંકજભાઇ મજીઠિયા પુનઃ રીપીર્ટ કરવામાં આવે તેવી રાજકીય વર્તુળમાં ચર્ચા થઇ રહી છે.
પોરબંદર શહેર-જિલ્લા ભાજપ પુનઃ સંગઠન રચના માટે ઉમેદવારોની સેન્સ લેવા ચુંટણી અધિકારીઓ નિરીક્ષક તરીકે ભાવનગરથી ભરતભાઇ મેર, ચુંટણી સહાયક દિનેશભાઇ કટારયા સ્થાનિક કક્ષાએ ચુંટણી અધિકારી વિજયભાઇ થાનકીએ ફરજ બજાવી હતી. જિલ્લા ભાજપ તથા શહેર ભાજપ પ્રમુખપદ માટે દાવેદારી કરનારા ઉમેદવારોના નામ પ્રદેશ ભાજપ સંકલન બેઠકમાં ચર્ચા બાદ રાષ્ટ્રીય ભાજપ પસંદગી સમિતિને મોકલાશે અને ત્યાર પછી જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખના નામ જાહેર કરાશે.
જિલ્લા ભાજપ પ્રમુખપદે વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, કિરીટભાઇ મોઢવાડિયા, વિક્રમભાઇ ઓડેદરા, ભરતભાઇ ઓડેદરા, રામભાઇ જાડેજા, ચંદ્રેશભાઇ રામાણી, અશોકભાઇ મોઢા, ભીમભાઇ ઓડેદરા, અજયભાઇ ઓડેદરા, નિલેશભાઇ મોરી, વિશાલભાઇ મઢવી, દીપક જુંગી, ભીમભાઇ મકવાણા, હાલના વિવાદાસ્પદ ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયા, નિર્મલજી ઓડેદરા, અળશીભાઇ ખુંટ, લીલાભાઇ પરમાર, બાબુભાઇ ઓડેદરા, ગાંગાભાઇ ઓડેદરા, દુષ્યંતભાઇ મહેતા, ચાવડાભાઇ ઓડેદરા, ભુરાભાઇ કેશવાલા, ધર્મેન્દ્રસિંહ જેઠવા સહિત કુલ ર૩ આગેવાનો કાર્યકતાઓએ જિલ્લા પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી છે.
શહેર જિલ્લા પ્રમુખપદ માટે ૧૪ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવવા ફોર્મ ભરીને ચુંટણી અધિકારીને સોપ્યા છે. રાજકોટ વર્તુળમાં ચર્ચા મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા અને શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠિયાને ફરીથી અનુક્રમે જિલ્લાના અને શહેર ભાજપ પ્રમુખ માટે પસંદગી કરાય તેવી સંભાવના છે
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
