તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 6th January 2025
વીરપુર પાસેના થોરાળા ડેમમાં બતકોનું ‘‘હમ સાથ સાથ હૈ''

આપણો સૌરાષ્ટ્ર પ્રદેશ પહેલેથી જ માયાળુ પ્રદેશ તરીકે ઓળખાય છે પછી સૌરાષ્ટ્રના લોકો હોય કે પશુ પક્ષીઓ...ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજાએ પણ સૌરાષ્ટ્ર પંથકની માયાળુ ધરતી ઉપર પોતાનું હેત વરસાવ્યું હતું જેમને લઈને વીરપુર પંથકના અનેક ડેમ, નદી નાળાઓ તેમજ સરોવરો, તળાવો પાણી થી ભરેલા છે ત્યારે આ તળાવો તેમજ ડેમોમાં શિયાળાની ઋતુમાં ખાસ કરીને દેશ વિદેશના પક્ષીઓ સૌરાષ્ટ્રના મહેમાન બને છે ત્યારે વીરપુરના પત્રકાર કિશનસિંહ મોરબીયાએ કચકડે કંડારેલી વીરપુર પાસેના થોરાળા ડેમની તસ્વીરોમાં ભારતીય સ્પોર્ટબીલેડ ડક તેમજ કોમન કૂટ નામની આ બતકો એક ઝુંડમાં સાથે રહીને જાણે સૌરાષ્ટ્ર પંથકની માયાળુ મહેક ફેલાવી રહી હોય તેમ એક સાથે ‘હમ સાથ સાથ હૈ' ના સૂત્ર સાથે દ્રશ્યમાન થાય છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
