<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

સિંચાઈ વિભાગ, ડીઆઈએલઆર, પાણી પુરવઠ્ઠા, પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી પડતર પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા મંત્રીશ્રીનું સુચન

મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ :  રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ, ડીઆઈએલઆર, પાણી પુરવઠ્ઠા, પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિભાગવાર વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

 

આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧,૬ અને ૪માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન અંગેની કામગીરી તેમજ જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર કેનાલોની સફાઈ, તળાવ રીપેરીંગ, ચેકડેમના કામોનું સ્ટેટસ, જમીન માપણી અને રિસર્વે અંગેની કામગીરી, ચાવડા ગામે પીવાના પાણીની ટાંકી ઉંચી બનાવવી, રાવલસર ગામે પાણીની પાઈપલાઇન મારફતે લોકોને પીવાનું પાણી પહોચાડવું, વાણીયાગામ ગામે પાણીની ટાંકી બનાવવી,  જમવંથલી ગામે અલગ વીજ ફીડર આપવું, ખેડૂતો અને લોકોની વીજ કનેક્શન અંગેની રજૂઆતોનું નિરાકરણ લાવવું, વિવિધ ગામડાઓમાં રોડ રસ્તાના કામો,  ધ્રોલ નગરપાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરના કામો, નવી સોસાયટીઓમાં નાગરિકોની ગેસ કનેક્શનની માંગણીને ધ્યાનમાં લઇ તેઓની રજૂઆતોનું નિરાકરણ લાવવા અંગેના પ્રશ્નો અને વિભાગ વાઈઝ પ્રગતી હેઠળના કામોની સમીક્ષા કરી હતી. તેમજ લોકો દ્વારા આવેલી અરજીઓનું હકારાત્મક દિશામાં નીરાકરણ લાવવા અને સમયમર્યાદામાં બાકી કામો પૂર્ણ કરવા મંત્રીશ્રીએ લગત અધિકારીશ્રીઓને સુચનો કર્યા હતા. 

 

આ બેઠકમાં જીલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડીઆરડીએ નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનીસીપલ કમિશ્નરશ્રી ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(4:02 PM IST)