હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલ પંથકમાં ત્રણ સ્થળે મારામારી 11:16 AM

મોરબી :હવે વગર ડિગ્રીએ ડોક્ટર બની અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડૉક્ટરો ઝડપાઈ રહ્યા છે. સુરત બાદ મોરબીમાં પણ જાણે વગર ડિગ્રી ડૉક્ટર બની જવાના સપનાઓ લઈને નીકળેલા મુન્નાભાઈ એમબીબીએસ એક બાદ એક ઝડપાઈ રહ્યા છે. જેમની સામે અત્યારે કડક કાર્યવાહીના પગલે પણ લેવાઈ રહ્યાં છે.
નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસની અંદર મોરબીમાં 10 જેટલા મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાઈ ગયા છે. હજુ પણ અનેક મુન્નાભાઈ એમબીબીએસ મોરબીમાં સામે આવે તો નવાઈ નહીં. કારણ કે, જે પ્રકારે મોરબી પોલીસે આરોગ્ય વિભાગને ઊંઘતું રાખી અને મોરબીમાં અલગ અલગ વિસ્તારમાં ડિગ્રી વગર એલોપેથિક દવા આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં 10 જેટલા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલ પંથકમાં ત્રણ સ્થળે મારામારી 11:16 AM