News of Monday, 6th January 2025
મોરબી ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો: 140 જેટલા દર્દીઓએ લાભ લીધો.
દર્દીઓને તપાસવા સાથે બ્લડ સુગર , આંખના નંબર પણ ચેક કરી અપાયા : સાંધાના દુખાવાના દર્દીઓને પોઇન્ટ સારવાર આપવામાં આવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી ખાતે જયંતીભાઈ જેરાજભાઈ સેરસીયાના સહયોગથી ડો. હસ્તીબેન મહેતાના કેમ્પનું આયોજન ત્રિલોકધામ, કુબેરનગર, મોરબીમાં કરવામાં આવ્યું હતુ.
ડો. હસ્તીબેન દ્વારા દર્દીઓને તપાસવા સાથે બ્લડ સુગર પણ ચેક કરી આપવામાં આવ્યુ હતુ. ડો. સુરેશભાઈ કાલરીયા દ્વારા દર્દીઓની આંખના નંબર ચેક કરી આપવામાં આવ્યા હતા. જયસુખભાઇ ભાલોડીયા દ્વારા સાંધાના દુખાવાના દર્દીઓને પોઇન્ટ સારવાર આપવામાં આવી હતી. બિંદુબેન રાવલ, કૌશિકા રાવલ, રશ્મિનભાઈ દેસાઈએ કેમ્પ સહાયક તરીકે સેવાઓ આપી હતી.
કેમ્પમાં જયંતિભાઈ તેમજ તેમના ધર્મપત્ની ઉષાબેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિલોકધામ- પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા, ખજાનચી લખમણભાઇ કંઝારીયા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
