<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની રાહત નહીં : પોલીસે 169 રિપોર્ટ કર્યો : કોર્ટે નામંજૂર કર્યો :હવે કોર્ટમાં કેસ ચાલશે

કોર્ટમાં પોલીસે સ્વીકાર્યું પાયલ ગોટી સામે કોઈ પુરાવા મળતા નથી. પાયલ ગોટી આરોપી તરીકે નામ દૂર કરવા માટેની પ્રક્રિયા પોલીસ દ્વારા રજૂ કરતાં અમરેલી કોર્ટએ અરજી ફગાવી

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ ઉપર વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયા ઉપર પ્રતિષ્ઠાને હાનિ પોહચાડવા મામલે ગંભીર આક્ષેપો કરવામા આવ્યા હતા ત્યારબાદ કિશોર કાનપરિયા દ્વારા ફરિયાદ નોંધાવતા અમરેલી પોલીસએ પાયલ ગોટી સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી.

પાટીદાર સમાજ ખોડલ ધામ સંસ્થા સહિત રાજકીય પાર્ટીના લોકોએ પાયલ ગોટીનો વરઘોડો અને સરઘસ કાઢ્યું હોવાના ગંભીર આક્ષેપ કરી ન્યાય માટેની માંગણી કર્યા બાદ અમરેલીમાં પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ધાર્મિક સંસ્થાના આગેવાનો ફરિયાદી સહિત વચ્ચે બેઠકો યોજી આરોપી યુવતી પાયલ ગોટીનું નામ કાઢવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો.

અમરેલી પોલીસ એ 2 દિવસ પહેલા 169 મુજબ પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો અને કોર્ટમાં પોલીસે સ્વીકાર્યું પાયલ ગોટી સામે કોઈ પુરાવા મળતા નથી. પાયલ ગોટી આરોપી તરીકે નામ દૂર કરવા માટેની પ્રક્રિયા પોલીસ દ્વારા રજૂ કરતાં આજે અમરેલી કોર્ટએ અરજી ફગાવી દેતા હવે પાયલ ગોટીનો કેસ ચાલશે અને મુશ્કેલી પણ આવતા દિવસોમાં વધી શકે છે પાયલ ગોટીને કોઈ રાહત મળી નહિ.

(11:58 PM IST)