<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

મંગેતર સાથે ઝઘડો થયો અને ઈન્‍દિરા બોરમાં ખાબકી ? કચ્‍છમાં અનેક સવાલો વચ્‍ચે ઇન્‍દિરાને બચાવવા દિવસ રાત મથામણ

ઓક્‍સિજન સતત ચાલુ, ૫૫૦ ફૂટ ઊંડા બોરમાં ૪૯૦ ફૂટ નીચે ફસાયેલી કેમેરામાં દેખાઈ પણ હલનચલન વરતાતું નથીઃ તંત્ર દ્વારા યુવતિને બચાવવા આજે બીજે'દિ પ્રયાસો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૭: મૂળ રાજસ્‍થાનની અને હાલ ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે વાડીમાં ખેત મજૂરી કરતી ૧૮ વર્ષીય યુવતી ઇન્‍દિરા કાનજી મીણા બોરમાં ફસાઈ ગયા બાદ તેને બહાર કાઢવા તંત્ર દ્વારા દિવસ રાત સતત પ્રયાસો ચાલુ છે. ઇન્‍દિરા બોરમાં પડી કે ખાબકી? ચર્ચા મુજબ ઇન્‍દિરાનો તેના રાજસ્‍થાન રહેતા મંગેતર ઈશ્વર સાથે ફોન ઉપર ઝઘડો થયા બાદ તે બોરમાં ખાબકી. જોકે, સત્‍ય હકીકત તો તપાસ બાદ જ સામે આવશે.

દરમ્‍યાન ઇન્‍દિરાને બહાર કાઢવા માટે ગઈકાલ સવારથી તંત્રએ ભરચક્ક પ્રયાસો કર્યા છે. ભુજ, ભચાઉ ફાયર ફાઇટર ટીમ, ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ સેવા, પોલીસ, બીએસએફ જવાનો, ઊંડે સુધી નજર કરવા કેમેરા ટીમ, નીચે ઓક્‍સિજન પહોંચાડવા સતત ઓક્‍સિજન સપ્‍લાય અને એનડીઆરએફ ની ટીમ પ્રયાસો કરી રહી છે.

કલેક્‍ટર, ડીએસપી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ આ યુવતીને બચાવવા માટેની કામગીરીમાં જોડાયેલા છે.(૬.૪)

 

(11:10 AM IST)