તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Tuesday, 7th January 2025
ઝાલાવાડમાં એક વર્ષમાં એક કરોડ ૭૯ લાખનો દારૂ રપ દરોડામાં પકડાયો

(ફેઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૭: સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદીને નાબુદ કરવા જિલ્લા પોલીસ અવારનવાર દરોડા કરતી હોય છે. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પણ આકસ્મીક રેડો કરે છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમીયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સમગ્ર રાજયમાં કરેલી કામગીરી જાહેર કરવામાં આવી છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમીયાન દારૂ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂની બદીને ડામવા કુલ ૨૫ રેડ કરી છે. જેમાંથી ૧૩ કવોલીટી કેસ કરાયા છે. આ ૨૫ રેડોમાં રૂપીયા ૧,૭૯,૨૫,૦૫૦નો તો માત્ર દારૂ પકડાયો છે. જયારે દારૂ ઉપરાંત વાહનો, મોબાઈલ, રોકડ સહિત રૂપીયા ૩,૬૮,૬૭,૮૨૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી તરફ જિલ્લામાં ચાલતા ગંજીપાના, ઘોડી-પાસા, ગુડદી-પાસાના જુગારધામો પર પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. જેમાં જુગારના ૫ કેસો કરાયા છે. આ તમામ કેસ કવોલીટી કેસ છે
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
