News of Tuesday, 7th January 2025
દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 17 ને શુક્રવારના રોજ બજરંગદાસ બાપાની 48 મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુ આશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ : બગદાણામાં બજરંગદાસ બાપાની 48 મી પુણ્યતિથી અંતર્ગત સ્વયંસેવકોની બેઠક યોજાઇ..
પુણ્યતિથી મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવાશે :સ્વયં સેવક ભાઈઓની એક મિટિંગ યોજાઈ:ગુરુ આશ્રમ ની કામગીરીમાં સેવા આપતા વિવિધ 350 ગામના સેવા મંડળના 2-2 પ્રતિનિધિઓ મુજબ 700 સ્વયંસેવક ભાઈઓ જોડાયા

ભાવનગર તા.૭:સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ગુરુઆશ્રમ, બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ સંત બજરંગદાસ બાપાના પુણ્યતિથી મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
700 સ્વંયસેવકો જોડાયા
આ આયોજનના ભાગરૂપે ગુરુ આશ્રમના સત્સંગ હોલ ખાતે બગદાણા ધામમાં અમૂલ્ય સેવા આપતા સ્વયંસેવક ભાઈઓની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં ગુરુ આશ્રમ ની કામગીરીમાં સેવા આપતા વિવિધ 350 ગામના સેવા મંડળના 2-2 પ્રતિનિધિઓ મુજબ 700 સ્વયંસેવક ભાઈઓ જોડાયા હતા. મળેલી મિટિંગમાં જવાબદારી સોંપવા સાથે કામની વહેંચણી પણ કરવામાં આવી છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
