News of Tuesday, 7th January 2025
જલારામ ભકિતધામમાં રાંદલમાંના ૧૦૮ સમૂહ લોટાનું આયોજન ૨૧૬ લોટા સુધી વિસ્તારવુ પડયું
એકીસાથે ૭૦ દંપતિઓ સ્થાપન વિધિમાં બેસી ૧૫૧૨ ગોઇણીઓના પગ ધોઇ પૂજન કરશે

જૂનાગઢ તા. ૭: જલારામ પરિવાર ટ્રસ્ટ દ્વારા રાંદલમાંના ૧૦૮ સમૂહ લોટાનું આયોજન મૂકવામાં આવેલું પણ માત્ર બે જ દિવસમાં તે ટાર્ગેટ પૂરો થઇ ગયો અને માંગ વધતી ચાલી તેથી આયોજકોએ ૧૦૮ ને બદલે ૨૧૬ લોટા સુધી વિસ્તરણ કર્યુ છે.
વિદેશોમાંથી પણ સમૂહ લોટાની નોંધણી થઇ છે. અને યુકે, આફ્રિકા, અમેરિકા થી દાન ભંડોળનો પ્રવાહ અવિરત ચાલુ છે.
તા. ૧૨ સવારના સાતન વાગ્યે એકી સાથે ૭૦ દંપતિ પૂજન વિધિમાં બેસશે, ૧૫૧૨ ગોઇણીઓના પગ ધોઇ, તેની પૂજા કરશે, જમાડીને લ્હાણી આપશે સાંજના ચાર વાગ્યે વિવિધ મહિલા મંડળો દ્વારા સંગીતમય ગરબા સાથે માતાજીના ગુણગાન ગવાશે અને સાંજના સાત વાગ્યે ૨૧૬ દિવડા સાથે દેદિપ્યમાન સંધ્યા આરતી થશે અવસરનો આનંદ માણવા અને ૨૧૬ લોટાના માના દિવ્ય દરબારના દર્શન માટે પધારવા રાંદલ ભકતોને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટ આમંત્રણ પાઠવે છે
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
