News of Tuesday, 7th January 2025
લેટરકાંડમાં પોલીસને ડીસમીસ ન કરાય તો ધરણાઃ પરેશ ધાનાણી આક્રમક
દિકરીને ન્યાય અપાવવા પોલીસ અધિકારી અને કર્મચારીને ર૪ કલાકમાં ડીસમીસ કરોઃ વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતાની ચિમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭ :.. અમરેલીના લેટર કાંડમાં સત્ય બહાર લાવવા દિકરીને ન્યાય અપાવા કોંગ્રેસના પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પત્ર બનાવટી નથી. સત્ય છે. તેમાં કરેલા આક્ષપો સાચા છે. આ પ્રકરણમાં પોલીસ અધિકારી અને કર્મચારીને ર૪ કલાકમાં ડીસમીસ કરવામાં નહીં આવે તો રપ મી કલાકે અમરેલી એસ. પી. સામે રાજકમલ ચોકમાં પરેશ ધનાણીના નેતૃત્વમાં ધરણા કરશે. તેમ પરેશ ધાનાણીએ જણાવેલ છે.
અમરેલી પંથકમાં લેટર કાંડના ઘેરા પડઘા પડયા છે. અને રાજકીય સામાજીક આગેવાનો દ્વારા આક્રોશ ઠાલવીને આવેદન પત્ર પાઠવીને ન્યાય આપવા માંગણી કરવામાં આવી રહી છે.
અમરેલી પંથકની યુવતિને જામીન મળ્યા બાદ આ યુવતિએ પત્રકાર પરિષદમાં ન્યાય આપવા માંગણી કરી છે.
સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર અમરેલીના લેટરકાંડ અંગે પત્રકાર પરિષદ યોજી પુર્વ વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે અમરેલીમાં પત્ર નકલી નથી. પત્ર સહી,સીકકો,લેટરપેડ બધુ સાચું છે. અને જેમાં કરેલા આક્ષેપો ૪૦-૪૦ લાખના હપ્તા સહિતની બાબતો સાચી છે. તે માટે આવતીકાલે સાંજે ૬ વાગે અમરેલીના રાજકમલ ચોકમાં ચર્ચા કરવા મારી તૈયારી છે. જો કોઈ ચર્ચા કરવા ન આવે તો પણ માનવાનું કે પત્ર અને આક્ષેપો સાચા છે.દિકરીને અડધી રાત્રે ઉઠાવી જવામાં આવે પાટ ઉપર સુવડાવીપટા મારવામાંઆવે.અને ભયભીત કરવામાં આવે. અશોક માંગરોળીયાના પિતાનીવિધિપણ કરવાદેવામાં ન આવે.ઉપરાંત દિકરીને બે બે વખત રિકલ્સટ્રકશનના નામે ખુલ્લે મોઢે વરઘોડો ફેરવવામાં આવે તે યોગ્ય નથી.અન્યાય કહેવાય.
રાજકમલ ચોકમાં સૌઆવે અને પત્ર અંગે ચર્ચા કરે.અને જો નહી આવે તો અમે માનીશું પત્ર સાચો છે.પરમદિવસે સવારે ૧૦ કલાકે કોગ્રેસ વતી પરેશ ધાનાણી એસ.પી.સામે ધારણા કરશે.તેવી ચીમકી પરેશ ધાનાણીએ આપી હતી.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
