News of Tuesday, 7th January 2025
અમરેલી લેટરકાંડમાં સૌથી મોટો ખુલાસો : પાયલ ગોટી મારફત કુરિયર:CCTV ફૂટેજ સામે આવ્યા :જુઓ વીડિયો
અમરેલી બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો: કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઇન અને બીજા દિવસે રોકડું કર્યું

અમરેલી લેટરકાંડ મુદ્દે પાયલ ગોટીના CCTV આવ્યા સામે#CCTV #Amreli #BIGBrekingnews #TV13gujarati pic.twitter.com/uw1siBdbNY
— TV13 Gujarati (@tv13gujarati) January 7, 2025
અમરેલી બેઠકના વર્તમાન ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી નકલી લેટરકાંડનો મુદ્દો સૌથી ચર્ચામાં છે. આ ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. અને હવે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસે પાયલ ગોટીનું કથિત સરઘસ કાઢવા મુદ્દે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. આ કેસમાં પાયલ ગોટીને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્યારે હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. અમરેલી લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આરોપી મનીષ વઘાસીયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું. પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કૌશીક વેકરીયા ઉપર લગાવેલ આક્ષેપોવાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કર્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઇન અને બીજા દિવસે રોકડું કર્યું હતું. સીસીટીવીમાં કેદ કોબા કમલમ અને દિલ્હી સુધી બે દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું કે, આગળ હવે કયા કયા વળાંક આવે છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
