News of Tuesday, 7th January 2025
ધોરાજીના ફરેણી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જેતપુર દ્વારા ભવ્ય શાકોત્સવ માં 10,000 થી વધુ હરી ભક્તો ઉમટી પડ્યા
તારીખ 26 ઓક્ટોબર થી 2 નવેમ્બર 2025 જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાન તીર્થધામ ખાતે ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે:પૂજ્ય સદગુરુ નીલકંઠચરણદાસ સ્વામી:ફરેણી સ્વામિનારાયણ મહામંત્ર ધામ ખાતે યોજાયેલ શાકોત્સવમાં એક કલાક વાહનોનો ટ્રાફિકજામ થઈ ગયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ ગાદી સ્થાન તીર્થધામ જેતપુર દ્વારા મહામંત્ર ધામ ફરેણી ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શાકોત્સવ માં 10000થી વધુ હરિભક્તો ભાઈ બહેનોએ મહાપ્રસાદનો દિવ્ય લાભ લીધો હતોશાકોત્સવ માં લોકોનો ભારે ઘસારો થતાં એક કલાક રસ્તા ચકા જામ થઈ ગયા હતા.
આ સમયે સદગુરુ પૂજ્ય નીલકંઠચરણદાસ સ્વામી એ જેતપુર ખાતે આગામી 26 ઓક્ટોબર 2025 થી 2 નવેમ્બર 2025 સુધી ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી
ધોરાજી તાલુકાના ફરેણી મહામંત્ર ધામ ખાતે જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન તીર્થધામ દ્વારા ભવ્ય શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય ગુરુદેવ નીલકંઠચરણદાસ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં પ્રસાદીનું સ્થાન ગણાય છે એ સ્થાન ઉપર ભવ્ય સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુદેવ નીલકંઠચરણદાસ સ્વામીએ શાકોત્સવ નો મહિમા આપતા જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણ 60 મણ રીંગણા નું શાક બનાવીને એ સમયમાં ભવ્ય ઉત્સવ ઉજવ્યો હતો ત્યારની પરંપરા ચાલુ છે અને દરેક મંદિરે આ પ્રકારના શાકોત્સવ થઈ રહ્યા છે જેમની સાથે સાથે આગામી 26 ઓક્ટોબર 2025 થી 2 નવેમ્બર 2025 સુધી જેતપુરના આંગણે ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે જેમાં લાખો હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે જેના માટે આજથી જ આપણે સૌ સંકલ્પ કરીએ કે શતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય જેતપુરમાં ઉજવાય અને ભવ્ય નહીં પણ દિવ્ય ઉત્સવ ઉજવાય એના ભાગરૂપે સો જેટલી ગ્રામસભા યોજવાનો સંકલ્પ અમોએ સંતો દ્વારા કરવામાં આવ્યો છે અને એમાં અમારા જ્ઞાન સાગર સ્વામી અને ચિત સાગર સ્વામી એ પણ આ બાબતે જહેમત સંતો દ્વારા ઉઠાવી છે તો દરેક હરિભક્તોએ આજથી જ કોઈને કોઈ સંકલ્પ સાથે નિયમ લઈ અને આવનારા શતાબ્દી મહોત્સવને સફળ બનાવવા માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું અને તમામ હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ સમયે ગુજરાત ભારતીય જનતા પાર્ટી યુવા પાંખના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ તેમજ જેતપુર ના ઉદ્યોગપતિ રાજુભાઈ હિરપરા મંદિરના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ બળવંતભાઈ ધામી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રભારી કિશોરભાઈ રાઠોડ સમસ્ત કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવ તેમજ ધોરાજી ડેપ્યુટી કલેકટરના પૂર્વ સિરેસ્ટદાર ખીમાણીભાઈ વિગેરે મહાનુભાવો નું પૂજ્ય સદગુરુ નીલકંઠચરણદાસ સ્વામી દ્વારા હાર પહેરાવીને સન્માનિત કર્યા હતા
આ પ્રસંગે ધામે ધામમાંથી સંતો મહંતો સદગુરુ સંતો પધાર્યા હતા તેઓનો પણ પૂજ્ય સ્વામી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભવ્ય સાકોત્સવમાં 10,000 થી વધારે હરિભક્તો એ રીંગણાના શાકનો મહાપ્રસાદનો ભવ્ય લાભ લીધો હતો આ પ્રસંગે ભારે માનવ મહેરામણ જ પડ્યું હતું અને રસ્તાઓ એક કલાક સુધી ચકા જામ થઈ ગયા હતા
ભવ્ય શાકોત્સવને સફળ બનાવવા માટે જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન ના તમામ હરિભક્તો ભાઈ બહેનોએ છેલ્લા ત્રણ દિવસથી ફરેણી ધામ આવીને જહેમત ઉઠાવી હતી
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
