News of Wednesday, 8th January 2025
અંકલેશ્વર-ધંધુકા પાસે ર અકસ્માતમાં ૪ ના મોત
મુંબઇ જતા પરિવારની કારે કાબુ ગુમાવતા દુર્ઘટનાઃ બેફામ કાર ચાલકે રિક્ષાને હડફેટે લીધીઃ ૪ ને ઇજા

રાજકોટ, તા. ૮: અંકલેશ્વરના બાકરોલ નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં ૩ લોકોના ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, મુંબઇ જતાં એક પરિવારની કારે કાબુ ગુમાવતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવારમાં ૭ સભ્ય હતા, જેમાંથી ૩ના મોત થયા છે, અને અન્ય ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને સારવાર મળી રહી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આજ સમયે, ધંધુકાના લોલિયા ગામના નજીક બીજો પણ અકસ્માત બન્યો, જ્યાં એક કારએ રિક્ષાને ટક્કર મારી હતી. આ ટક્કરમાં રિક્ષાચાલકનું મળત્યુ થયું હતું. મળતક રિક્ષાચાલક બોટાદના ઝમરાળા ગામનો વતની હતો. આ ઘટના બાદ, કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. કોઠા પોલીસે તેને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
ફેડરા-બગોરદા તરફના રસ્તે આ અકસ્માતો થયેલા હતા, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે. પોલીસ આ અકસ્માત વધુ તપાસ કરી રહી છે અને આરોપીની શોધ શરૂ કરી છે. આ દુઃખદ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે.
અંકલેશ્વરના બારકોલ બ્રિજ પાસે અકસ્માતમાં ૩ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે, પરિવાર અજમેરથી મુંબઈ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે સાથે સાથે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભરુચમાં અંકલેશ્વર પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક જ પરિવારના ૩ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-૪૮ પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પુરપાટ ઝડપી જાતા અર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અજમેરથી પરત મુંબઇ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના ૭ પૈકી ૩ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્કયુ કરી ઇજાગ્રસ્તો કાઢી સારવાર અર્થે ખેસેડાયા હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.(
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
