News of Wednesday, 8th January 2025
જસદણમાં યુવાન ઉપર હુમલો
પપ્પુ ચોૈહાણ અને તેના બે પુત્રો અન્ય સાથે ઝઘડો કરતા હોય જયદિપ સાથે ઝઘડો કરી તુટી પડયા

રાજકોટ તા.૮: જસદણમાં યુવાન ઉપર હુમલો કરનાર ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણ ગીતાનગરમાં રહેતા જયદિપભાઇ જીતેન્દ્રભાઇ સાંકળીયા (ઉ.વ.૨૩) નવા બસ સ્ટેશન પાછળ પોતાના મિત્રના પાનને ગલ્લે ઉભા હતા ત્યારે પપ્પુ ચોૈહાણ, તેનો પુત્ર ધાર્મિક તથા પાવન અન્ય વ્યકિત સાથે ઝઘડો કરતા હોય તે દરમ્યાન જયદિપભાઇ સાથે ઝઘડો કરી ઉકત ત્રણેયએ પાળપના કટકા વડે તથા પથ્થરથી હુમલો કરી ઇજા કરી હતી.
આ અંગે ઇજાગ્રસ્ત જયદીપભાઇએ ફરીયાદ કરતા જસદણ પોલીસે ઉકત ત્રણેય પિતા-પુત્રો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
