<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ગોંડલમાં કરીયાણાની દુકાનમાં ધોળા દિ'એ ૫૦ હજારની લુંટ કરનાર બે શખ્‍સો પકડાયા

એક આરોપીને વેપારીએ અને બીજા આરોપીને ગણત્રીના કલાકોમાં જ પોલીસે ઝડપી લીધો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૮:  ગોંડલ નાં ગુંદાળા ચોકડી પાસે સાંજનાં સુમારે લોકોની ચહલપહલ વચ્‍ચે બે બુકાનીધારીઓએ કરીયાણાની દુકાન માં ઘુસી છરીની અણીએ પચાસ હજાર ની લુંટ કરીહતી.લુંટ ચલાવી એક શખ્‍સ નાશી છુટયો હતો જ્‍યારે બીજાને વેપારીએ હિંમત દાખવી પકડી લઇ પોલીસ ને સોંપતા પોલીસે લુંટ નો  ગુન્‍હો નોંધી કાર્યવાહી કરી હતી. અને  પોલીસે બીજા આરોપીને પણ દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળારોડ ડેકોરા સીટીમાં રહેતા અને ગુંદાળા ચોકડી પર જલારામ આલુ ભંડાર નામે કરીયાણાની દુકાન ચલાવતા જીજ્ઞેશભાઇ તનસુખભાઇ બગડાઇ સાંજે સાત નાં સુમારે પોતાનાં  પુત્ર કરણ પેઢીનું એકાઉન્‍ટ સંભાળતા રવિભાઈ સવાણી અને દુકાન માં કામ કરતા અન્‍ય લોકો સાથે માલસ્‍ટોકનું મેળવણું કરી રહ્યા હતા.ત્‍યારે દુકાન નાં પાછલા બારણેથી ધસી આવેલા બુકાનીધારી બે શખ્‍સોએ કરણ નાં ગળે છરી અડાળી ટેબલનાં ખાનામાં પડેલા પૈસાની માંગ કરી હતી.દરમિયાન એક શખ્‍સે ટેબલનું ખાનુ ખોલી તેમા પડેલા રોકડ પચાસ હજાર ની લુંટ કરી હતી.દરમિયાન જીજ્ઞેશભાઇએ બન્ને શખ્‍સોનો સામનો કરતા રુપીયા લઈ એક શખ્‍સ નાશી છુટયો હતો.જ્‍યારે બીજા શખ્‍સ ને પકડી લઇ બુકાની હટાવતા તે ભગવતપરામાં રહેતો સાહીલ હોય તેને બેસાડી દઇ પોલીસ ને જાણ કરી હતી. જપાજપીમાં જીજ્ઞેશભાઇ ને કપાળ તથા હાથનાં અંગુઠા પર છરીની ઇજા થઇ હતી.દરમિયાન આસપાસ નાં વેપારીઓ પણ એકઠાં થઇ ગયા હતા.

સાહીલ એકવર્ષ પહેલા જીજ્ઞેશભાઇ ની દુકાન માં કામ કરતો હતો. પોલીસે સાહીલ ને પકડી તેની સાથેનાં લુંટ કરી નાશી છુટેલા શખ્‍સ ની શોધખોળ શરુ કરી ગણતરીની કલાકોમાં જ ઇનાયત કુરેશી રહે. વોરાકોટડા રોડ વાળાને ઝડપી લીધો હતો અને રૂપિયા ૪૯,૫૦૦ કબજે કર્યા હતા.ઇનાયત અગાઉ ગોંડલ અને જેતપુર પોલીસ નાં ચોપડે ચડી ચુકયોછે.

(2:09 PM IST)