ટ્રમ્પે ૭.૫૦ લાખ કરોડનું ‘‘વોર બજેટ'' માંગ્યુ : ટ્રમ્પે સંસદ પાસે જે રકમ માંગી તેનાથી ૨૫૦ કરોડ લોકોનું ૧ વર્ષનું રાશન આવી જાય : પેન્ટાગોને ઈરાન વિરૂધ્ધ યુધ્ધના ખર્ચને પહોંચી વળવા ૮૦ બિલિયન ડોલર માંગ્યા જે ભારતની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના બજેટ કરતાં ત્રણ ગણી રકમ છે : ટ્રમ્પે જે માંગણી કરી તેનાથી સમગ્ર વિશ્વ ચોંક્યું10:58 AM IST
વેસ્ટમાંથી બેસ્ટઃ પેટ્રોલ - ડિઝલ ૩૨નું લીટર : વડોદરાનાં વૈજ્ઞાનિકોની કમાલઃ પ્લાસ્ટિકનાં કચરામાંથી બનાવ્યું જાદુઇ ઇંધણઃ એવરેજ પણ ટનાટન ૬૦ કિમીની આપી : ૧૦૦ કિલો પ્લાસ્ટિકથી મળે ૫૦ કિલો ઇંધણઃ ક્રુડ ૨૪ રૂપિયે લીટર ઉત્પાદિત થાય અને અપગ્રેડ કરી ૩૨ રૂપિયામાં પડેઃ નવું ઇંધણ અસલ પેટ્રોલ - ડિઝલ જેવું10:58 AM IST
યુરોપિયન દેશોમાં ‘અગ્નિવર્ષા': ફ્રાન્સમાં એક જ દિવસમાં ૧૮ના મોત : યુરોપના મોટા ભાગોને અસર કરતી ગરમીનો લહેર ‘ઓમેગા બ્લોક' છેઃ મોટાભાગના યુરોપિયન દેશોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું : ફ્રાન્સમાં મોટાભાગની શાળાઓ બંધ કરવામાં આવી છે અથવા તેમના સમય બદલાયા છે, જ્યારે બ્રિટનમાં આ અઠવાડિયે તાપમાન જૂનના રેકોર્ડ તોડી શકે છે3:00 PM IST
અયોધ્યા રામ મંદિરમાં હવે કર્મચારીઓને ડ્રેસ કોડ : ખિસ્સા વગરના કપડાં અને સઘન ચેકિંગ ફરજીયાત :મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ : દાનની રકમમાં કથિત ગેરરીતિ અને ચોરીના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક્શન મોડમાં : ટ્રસ્ટ દ્વારા દાનની ગણતરી અને તેની વ્યવસ્થાપન પ્રણાલીમાં ધરખમ ફેરફારો12:54 AM IST
હરિયાણાની અમૃતા હોસ્પિટલમાં ચોંકાવનારો કિસ્સો : મહિલાના પેટમાંથી નીકળ્યો વાળનો મોટો ગુચ્છો : મહિલા 'ટ્રાઇકોટિલોમેનિયા' અને 'ટ્રાઇકોફેજિયા' નામની માનસિક બીમારીથી પીડાતી હતી, જેમાં દર્દી પોતાના જ વાળ ખેંચીને ખાય છે.:ઘટના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે લાલબત્તી સમાન 12:34 AM IST
શું ઈરાન ઝૂક્યું ! :લાંબા ગાળાના પરમાણુ કાર્યક્રમના નિરીક્ષણ માટે સહમત : ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન તેના પરમાણુ સુવિધાઓનું લાંબા ગાળાનું નિરીક્ષણ કરવા માટે સંમત થયું છે. બદલામાં, અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પ્રતિબંધો હળવા કરશે અને નાણાકીય છૂટછાટો આપશે. 10:45 PM IST
દિલ્હીના રાજકીય વર્તુળોમાં ગરમાવો: પદ્મ એવોર્ડ્સ બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાતથી મંત્રીમંડળમાં મોટા ફેરબદલના સંકેત : કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના રાજીનામા અને રવનીત સિંહ બિટ્ટુના રાજ્યસભા કાર્યકાળની સમાપ્તિ વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકથી સંગઠન અને સરકારમાં મોટા પાયે ફેરફારની પ્રબળ અટકળો10:08 PM IST
બ્રહ્મોસ ડીલથી લઈને ઈરાનના તેલ સુધી: ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની જુઠ્ઠાણાં અને વૈશ્વિક સવાલોના આપ્યા જડબાતોડ જવાબ : પીઓકેની નિષ્ફળતા છુપાવવા ભારત પર આક્ષેપ કરતા પાકિસ્તાનને લપડાક : સસ્તા ક્રૂડ માટે ઈરાન સાથે વેપારના સંકેત અને કતાર ગેસ વિસ્ફોટના પીડિતોને વતન લાવવા રાજદ્વારી સ્તરે યુદ્ધના ધોરણે કવાયત10:05 PM IST
પાકિસ્તાનનો ‘રાફેલ પ્રોપગેન્ડા’નું સુરસુરિયું થયું : IAFના ગુપ્ત દસ્તાવેજે ખોલી આર્મી ચીફ અસીમ મુનીરના જૂઠાણાની પોલ : ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના ૩ રાફેલ ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કરનાર ઇસ્લામાબાદ સત્તાવાર ટેન્ડર બહાર આવતા વૈશ્વિક સ્તરે શરમજનક સ્થિતિમાં મુકાયું: તમામ ૩૬ વિમાનો આકાશમાં સુરક્ષિત હોવાના સજ્જડ પુરાવા10:05 PM IST
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના અંતના એંધાણ? ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનની પાકિસ્તાન મુલાકાતથી વૈશ્વિક રાજકારણ ગરમાયું : અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી ગુપ્ત મહાવાર્તા બાદ પ્રાદેશિક સમીકરણો બદલાયા: પરમાણુ મથકોના નિરીક્ષણ મુદ્દે વાન્સ અને તેહરાન સામસામે આવતા સસ્પેન્સ ઘેરાયું10:04 PM IST
સ્વિટ્ઝર્લેન્ડમાં અધૂરી રહેલી વૈશ્વિક ડીલને આખરી ઓપ આપવા ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયન પાકિસ્તાનના પ્રવાસે: ઈસ્લામાબાદમાં શાહબાઝ શરીફ પ્રોટોકોલ તોડીને ઈરાની રાષ્ટ્રપતિ માટે છતરી પકડીને ઉભા રહ્યા, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ : અમેરિકા અને પશ્ચિમી દેશો સાથેના તણાવ વચ્ચે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તેમજ સ્વિટ્ઝર્લેન્ડમાં શરૂ થયેલી મહત્વપૂર્ણ વાતચીતને પૂર્ણ કરવા માટે ઈરાની પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું; પાકિસ્તાની વડાપ્રધાને ઉષ્માભર્યું સ્વાગત કર્યું9:27 PM IST
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોનું એનાયત: અલ્કા યાજ્ઞિક, આર. માધવન અને દિવંગત સતીશ કૌશિક સહિત દેશની ૬૫ મહાનુભાવોનું દિલ્હીમાં ભવ્ય સન્માન : કલા, સાહિત્ય, સામાજિક સેવા અને રાજકારણ જેવા વિવિધ ક્ષેત્રોમાં દેશનું નામ રોશન કરનાર અગ્રણીઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ગરિમાપૂર્ણ સમારોહમાં સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયા: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન પણ પદ્મ પુરસ્કારથી વિભૂષિત9:26 PM IST
હાસ્ય અને લોકસાહિત્યના ઉપાસક સાંઈરામ દવેને જીવતરનો સાહિત્યિક સંસ્કારવારસો આપનાર તેમના પિતા અને વિખ્યાત ભજનિક શ્રી વિષ્ણુપ્રસાદ દવેનું દુઃખદ અવસાન : સાહિત્યજગતમાં શોક વ્યાપ્યો : શ્રી વિષ્ણુપ્રસાદ દવેની ચિરવિદાયથી દવે પરિવાર અને પ્રશંસકો આઘાતમાં : આવતીકાલે સવારે 10 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અંતિમયાત્રા : રાજકોટના મોટામૌવા સ્મશાનગૃહ ખાતે યોજાશે અંતિમ સંસ્કાર : સ્નેહીજનો દ્વારા અશ્રુભીની અંજલિ9:14 PM IST
આરટીઆઈ કાયદાની ગરિમા બચાવવા અન્ના હજારે ફરી લડતના મૂડમાં, મહારાષ્ટ્ર સરકાર સામે રણશિંગું ફૂંક્યું: સુધારા પાછા નહીં ખેંચાય તો ૫ જુલાઈથી આજીવન ઉપવાસની ચીમકી! : નવા માહિતી અધિકાર નિયમોથી પારદર્શિતા જોખમાશે અને ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળશે તેવો સામાજિક કાર્યકરનો ગંભીર આક્ષેપ; ‘જનતાના હક પર તરાપ મારવાનું બંધ કરો’9:05 PM IST
સાયબર ગુનેગારોનો અડ્ડો બન્યું ટેલિગ્રામ, સરકારી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા: બાળ શોષણ, પેપર લીક અને કરોડોની છેતરપિંડીના નેટવર્ક પર સુરક્ષા એજન્સીઓની સર્જિકલ સ્ટ્રાઈક! : NEET પેપર લીક બાદ લાદવામાં આવેલો પ્રતિબંધ હટ્યો, પણ ૩૦ જૂન સુધી મેસેજ એડિટિંગ ફીચર બ્લોક; ૧૫ કરોડ ભારતીય યુઝર્સ ધરાવતા પ્લેટફોર્મ પર સાયબર ફ્રોડથી નાગરિકોને ₹૬,૨૦૦ કરોડથી વધુનું આંધણ9:01 PM IST
કોમેડી કિંગ સતીશ શાહનું સિનેમામાં અમર યોગદાન, મરણોત્તર ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત: રાષ્ટ્રપતિ ભવનમાં ગમગીન માહોલ વચ્ચે ભાઈ અરવિંદ મામાનિયાએ સ્વીકાર્યો સર્વોચ્ચ પુરસ્કાર! : ‘જાને ભી દો યારો’ થી લઈને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ના ઇન્દ્રવદન તરીકે દેશભરના પરિવારોને હસાવનારા મહાન કલાકારની યાદો થઈ તાજી; ચાર દાયકા લાંબી સફર માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અપાયું સન્માન9:01 PM IST
ગરીબોની કિસ્મત ચમકી, દિલ્હીમાં ઝૂંપડપટ્ટીના સ્થાને બનશે આલીશાન પાકા મકાનો: DUSIB ની મોટી મંજૂરી, ૨૦ લાખ લોકોને મળશે કાયમી ઘરનું સુખ! : મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં લેવાયો ઐતિહાસિક નિર્ણય; ૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીના તમામ પાત્ર પરિવારોને શાળાઓ, બગીચાઓ અને હોસ્પિટલોથી સજ્જ બહુમાળી ફ્લેટ્સ અપાશે, પીપીપી મોડેલ પર મિશન મોડમાં શરૂ થશે કામ8:49 PM IST
ટેલિકોમ ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી રાહત, નવી દિલ્હીમાં ભરાઈ ખાસ અદાલત: સંચાર મંત્રાલયે પેન્શનરોની મુંઝવણો અને અટકેલા નાણાંના પ્રશ્નોનો સ્થળ પર જ કર્યો નિકાલ! : BSNL, MTNL અને DoT ના વરિષ્ઠ નાગરિકો માટે વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ક્વાર્ટરની ‘પેન્શન અદાલત’ સફળતાપૂર્વક સંપન્ન; પેન્શન ચુકવણી, ગ્રેચ્યુઈટી અને કમ્યુટેશન જેવા જટિલ મુદ્દાઓ ઉકેલાયા8:45 PM IST
જય માતા દીના નારાથી ગુંજી ઉઠ્યા પહાડો, વૈષ્ણોદેવીના ભક્તોએ તોડ્યા તમામ રેકોર્ડ: આ વર્ષે અડધા કરોડથી વધુ યાત્રાળુઓએ કર્યા માતા રાણીના દિવ્ય દર્શન! : ગયા વર્ષની સરખામણીએ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ૧૦.૮૬ લાખનો જંગી વધારો; કટરામાં ભક્તિ અને આસ્થાનું ઘોડાપૂર, શ્રાઇન બોર્ડની ડિજિટલ અને સુવિધાજનક પહેલો રંગ લાવી8:40 PM IST
ક્રિકેટ ડિપ્લોમેસીની પીચ પરથી પાકિસ્તાનના કપ્તાન માટે સપોર્ટ: ગ્રેગ ચેપલે ખાસ ‘ફ્રી ઇમરાન ખાન’ લખેલી ટી-શર્ટ પહેરી; રમત જગતમાં સર્જાયો ભારે ગરમાવો! : ૧૯૭૦ અને ૮૦ ના દાયકાના બે મહાન કટ્ટર હરીફો વચ્ચેનો જૂનો સંબંધ ફરી ચર્ચામાં; અગાઉ ભારતના દિગ્ગજ કપ્તાન કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરે પણ ઇમરાન ખાન માટે પાકિસ્તાન સરકારને પત્ર લખી કરી હતી માનવીય સારવારની માંગ8:24 PM IST
સૂર અને સમર્પણની અદ્ભુત ક્ષણ, પદ્મ ભૂષણ લેતા પહેલા અલકા યાજ્ઞિકે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા; દિલ્હીમાં જામી મનોરંજન જગતના સિતારાઓની માયાનગરી! : ચાર દાયકા સુધી ભારતીય સંગીત પર રાજ કરનારી કોકિલકંઠી ગાયિકાએ હાથ જોડીને વડાપ્રધાનનું કર્યું અભિવાદન; સાઉથના સુપરસ્ટાર મામૂટી અને અભિનેતા આર. માધવન પણ પદ્મ પુરસ્કારોથી સન્માનિત8:23 PM IST
રાષ્ટ્રપતિ ભવનમાં ‘હિટમેન’ની ગર્જના, રોહિત શર્માને મળ્યો પદ્મશ્રી: એવોર્ડ સ્વીકારતી વખતે બન્યો ૧૯ વર્ષ જૂનો એક અદ્ભુત અને ઐતિહાસિક સંયોગ! : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજાયા પૂર્વ કેપ્ટન; કાળા સૂટમાં સજ્જ રોહિત માટે પત્ની રિતિકાની આંખો ખુશીથી છલકાઈ, પીએમ મોદીને નમન કરીને સ્વીકાર્યો એવોર્ડ8:17 PM IST
મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, ઉદ્ધવ ઠાકરેને વધુ એક જોરદાર ઝટકો: એકનાથ શિંદેના ‘ઓપરેશન ટાઇગર’નો બીજો તબક્કો સફળ, શિવસેના (UBT) ના ૬ સાંસદો સત્તાવાર રીતે શિંદે જૂથમાં જોડાયા! : વાયુવેગે બદલાયા સમીકરણો; દિલ્હીથી ખાસ વિમાન દ્વારા મુંબઈ લાવીને છ સાંસદોને સ્ટેજ પર કરાયા હાજર, જો સ્પીકર ઓમ બિરલા લીલી ઝંડી આપશે તો લોકસભામાં NDA નો આંકડો ૨૯૪ થી વધીને ૩૦૦ ની ‘ત્રેવડી સદી’એ પહોંચશે8:04 PM IST
પાકિસ્તાની પ્રચારનો ફુગ્ગો ફૂટ્યો, આકાશમાં ફરી ગાજશે રાફેલ: ‘ઓપરેશન સિંદૂર’ માં ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાના પાડોશી દેશના પાયા વિહોણા દાવાઓનો IAF ના સત્તાવાર ટેન્ડરે જ ખોલ્યો ગંભીર પોલ! : ગણિતમાં ફરી નાપાસ થયું ઇસ્લામાબાદ; ફ્રાન્સ પાસેથી ખરીદેલા તમામ ૩૬ રાફેલ સહી સલામત અને સંપૂર્ણ કાર્યરત હોવાના સત્તાવાર દસ્તાવેજી પુરાવા આવ્યા સામે, હવે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ વધુ ૧૧૪ રાફેલ વિમાનો ખરીદવાની ભારતીય વાયુસેનાની ધમાકેદાર તૈયારી8:01 PM IST
બિહારના શિક્ષણ જગતમાં ખળભળાટ, પોલીસ પ્રશાસન પર ગંભીર સવાલો: "અમે તમને બરબાદ કરી દઈશું, રસ્તા પર ભીખ માગતા કરીશું!" જાણો પટણાના પ્રખ્યાત રોશન આનંદ સરને કોણે આપી આવી ધમકી? : પ્રખ્યાત ‘ખાન સર’ અને ‘જ્ઞાન બિંદુ એકેડેમી’ વચ્ચેના વિવાદમાં નવો વળાંક; જેલમાંથી બહાર આવતા જ રોશન સરે પોલીસની એકતરફી કાર્યવાહી અને કાવતરાના પોડકાસ્ટમાં કર્યા સનસનાટીભર્યા ખુલાસા7:59 PM IST
પ્રેમ, દગો અને સનસનાટીભરી હત્યા: પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો; લોહગઢ કિલ્લા પર મંગેતરે પહેલાં મારવા ધક્કો માર્યો, પછી ‘સાપ.. સાપ!’ બૂમ પાડી કેમ ગળે લગાવી લીધો? : ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દેવાના ચાર દિવસ પહેલાં પણ સિયાએ રચ્યો હતો ખતરનાક ખેલ; કાંટાની ઝાડી પકડીને મંગેતર બચી જતાં રહસ્ય ખૂલવાના ડરે રચી નવી વાર્તા, આખરે પ્રેમી સાથે મળીને અંજામ આપ્યો7:53 PM IST
દિલ્હી પોલીસનું ‘સિંઘમ’ સ્ટાઇલ ઓપરેશન: ૧૧ દિવસ, ૮ રાજ્યો, ૪,૦૦૦ કિમીનો ફિલ્મી પીછો અને ૫૦૦ CCTV સ્કેન; ૧.૫ કરોડની સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલાયો, ૮ બદમાશો જેલભેગા! : કંપનીના જ ‘વિશ્વાસુ’ કર્મચારીએ લોભમાં આવીને ઘડ્યું હતું લૂંટનું માસ્ટરમાઇન્ડ કાવતરું; પોલીસથી બચવા કાર લઈને જમ્મુ સુધી ભાગ્યા, પણ કાયદાના લાંબા હાથથી બચી ન શક્યા7:41 PM IST
વૈશ્વિક કૂટનીતિનું નવું એપીસેન્ટર બન્યું ઇસ્લામાબાદ: શું સ્વિટ્ઝર્લૅન્ડમાં અધૂરો રહેલો ઈરાન-યુએસ સોદો પાકિસ્તાનની ધરતી પર પૂર્ણ થશે? રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના સ્વાગતમાં પીએમ શાહબાઝ શરીફે પોતે પકડી છત્રી! : ભારે વરસાદ વચ્ચે નૂર ખાન એર બેઝ પર ઈરાની રાષ્ટ્રપતિનું ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત; મધ્ય પૂર્વ અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવા માટે આ એક દિવસીય પાકિસ્તાન પ્રવાસ અત્યંત નિર્ણાયક સાબિત થશે7:35 PM IST
ઇઝરાયેલના ‘કિંગ બિબી’ની અજાણી કહાની: સ્પેશિયલ ફોર્સના કમાન્ડોથી લઈને વૈશ્વિક રાજનીતિના સૌથી અડગ નેતા બનવા સુધીની બેન્જામિન નેતન્યાહૂની રોમાંચક સફર! : યુદ્ધના મેદાનમાં મોતને માત આપનાર અને એન્ટેબે ઓપરેશનમાં ભાઈ ગુમાવવાનું દર્દ સહન કરનાર નેતન્યાહૂ કેમ કહેવાય છે દુનિયાના ‘સૌથી જિદ્દી પીએમ’? જાણો પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોની આખી ઇનસાઇડ સ્ટોરી7:32 PM IST
યુરોપમાં કુદરતનો પ્રકોપ, આકાશી આફતથી હાહાકાર: ફ્રાન્સ-ઇટાલી સહિત અડધું યુરોપ ભયંકર ગરમીના મોજામાં શેકાયું, તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચતા હજારો શાળાઓ બંધ! : યુકેમાં તૂટશે ૫૦ વર્ષ જૂનો રેકોર્ડ; ગરમીથી બચવા નદી-તળાવમાં નહાવા પડેલા ૨૫ લોકોના ડૂબી જવાથી મોત, પેરિસમાં ટ્રેન સેવાઓ ખોરવાઈ અને સ્પેનમાં શરૂ કરાયા ‘ક્લાયમેટ રેફ્યુજ’ સેન્ટર્સ7:08 PM IST
બાલી-ઇન્ડોનેશિયા ફરવા જતાં પહેલાં વાંચી લેજો આ મહત્ત્વના નિયમો; એક નાની ભૂલના કારણે એરપોર્ટ પરથી જ થવું પડશે ડિપોર્ટ, ભારતીય દૂતાવાસે જાહેર કરી કડક એડવાઇઝરી! : તબીબી સારવાર મોંઘી હોવાથી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ રાખવું ફરજિયાત; ખડકો પર સેલ્ફી લેતા અને સમુદ્રમાં નહાતા પ્રવાસીઓએ કઈ બાબતોની રાખવી પડશે સાવચેતી? જાણો વિગતવાર ગાઇડલાઇન7:06 PM IST
ખાડી દેશોમાં પરિવહન ક્રાંતિનો નવો સૂર્યોદય: આગામી ૩૦ જૂનથી UAEમાં દોડશે પ્રથમ હાઇ-સ્પીડ પેસેન્જર ટ્રેન; ટિકિટ બુકિંગ પણ શરૂ! : અબુ ધાબીથી ફુજૈરાહ વચ્ચે શરૂ થશે પ્રથમ તબક્કાનું આઈકોનિક ઓપરેશન; ૪૦૦ મુસાફરોની ક્ષમતાવાળી ૧૩ ટ્રેનોનો કાફલો અમીરાતના ખૂણે-ખૂણાને જોડશે, દુબઈ સ્ટેશન સપ્ટેમ્બરમાં ખુલશે7:01 PM IST
વૈશ્વિક કૂટનીતિના કેન્દ્રમાં ભારત: જાપાનના પ્રથમ મહિલા પીએમ સનાઈ તાકાઈચી જુલાઈમાં આવશે ભારતની મુલાકાતે; લોજિસ્ટિક મર્યાદાઓને કારણે માત્ર નવી દિલ્હી પૂરતો રહેશે પ્રવાસ! : આસામના ગુવાહાટીમાં યોજાનારી સંભવિત હાઈ-લેવલ શિખર વાટાઘાટો હવે દેશની રાજધાનીમાં યોજાય તેવી પ્રબળ શક્યતા; પીએમ નરેન્દ્ર મોદી સાથે સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિતના મહત્વના મુદ્દાઓ પર થશે મહામંથન6:47 PM IST
દક્ષિણ ઇંગ્લેન્ડમાં કુદરતનો પ્રકોપ: રાત્રિ દરમિયાન આકાશમાં ૨૯,૦૦૦ વખત વીજળીના પ્રચંડ કડાકા ભડાકા : લંડન સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ અને આગજનીથી ભારે તારાજી ; જુઓ વિડીયો : મેટ ઓફિસે બુધવારથી રેડ એલર્ટ જાહેર કરી તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની આપી ચેતવણી : વાતાવરણમાં સર્જાયેલા ભારે વિક્ષેપ અને અસહ્ય ગરમીને પગલે ત્રાટકેલા તોફાને મચાવી ભારે તબાહી6:32 PM IST
કાન વીંધી નાખે તેવી બૂમ: ઓસ્ટ્રેલિયાના શખ્સે ૧૨૨.૪ ડેસિબલની ગર્જના સાથે તોડ્યો ૩૨ વર્ષ જૂનો રેકોર્ડ, બન્યો દુનિયાનો ‘સૌથી મોટેથી બૂમ પાડનારો માણસ’! : જેટ પ્લેનના અવાજ જેટલી તીવ્રતાથી ‘NOW’ કહીને ગિનીસ બુકમાં નોંધાવ્યું નામ; સતત સાત પ્રયાસો બાદ ગળું બેસી ગયું, અગાઉ મહિલા શિક્ષિકાના નામે હતો વર્લ્ડ રેકોર્ડ6:29 PM IST
ભારતની ઉર્જા સુરક્ષા માટે વૈશ્વિક મંચ પરથી રાહતના મોટા સમાચાર: અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ ‘હોર્મુઝ સ્ટ્રેટ’માંથી ૧૧ ભારતીય જહાજો હેમખેમ રવાના! : પશ્ચિમ એશિયાના યુદ્ધના વાદળો વિખેરાતા આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ ખુલ્લો થયો; પર્સિયન ગલ્ફમાં હજી પણ ૧૦ ભારતીય જહાજો હાજર, વિદેશ મંત્રાલયે આપી સત્તાવાર માહિતી6:23 PM IST
અમરનાથ યાત્રાના પવિત્ર પ્રવાસે જતાં પહેલાં બેગમાં પેક કરી લો આ અગત્યની વસ્તુઓ; જમ્મુ-કાશ્મીર પોલીસની કડક એડવાઇઝરી, મુસાફરીમાં દરેક ડગલે આવશે કામ! : ૩ જુલાઈથી શરૂ થઈ રહેલી ૫૭ દિવસની ભક્તિમય સફર માટે સુરક્ષા દળો એલર્ટ; પહાડો પર ઓક્સિજન અને એનર્જી જાળવી રાખવા માટે શ્રદ્ધાળુઓએ કઈ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન? જાણો સંપૂર્ણ લિસ્ટ6:11 PM IST
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની યુદ્ધની ધમકીનો ભારતે આપ્યો સણસણતો જવાબ: વિદેશ મંત્રાલયે કહ્યું, ‘પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પાક.નો ભયાવહ પ્રયાસ!’ : PoKમાં ફાટી નીકળેલા જનઆક્રોશ પરથી ધ્યાન હટાવવા પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આલાપ્યો રાગ; કતાર ગેસ વિસ્ફોટ દુર્ઘટનામાં ૧૨ ભારતીયોના મોત પર ભારતે વ્યક્ત કર્યું ઊંડું દુઃખ6:00 PM IST
માનવતા અને પશુ પ્રેમનું અદભુત ઉદાહરણ: પોલીસની ખાખી વર્દી ઉતારીને ૭૬ વર્ષના આ માજી બન્યા ‘વાનર સેના’ના અન્નપૂર્ણા, દર અઠવાડિયે સેંકડો વાંદરાઓ આતુરતાથી જુએ છે વાટ! : તમિલનાડુના નિવૃત્ત મહિલા પોલીસ અધિકારી માલતીબેન પોતાના પેન્શનની કમાણી મૂકે છે મુંગા જીવોના ચરણોમાં; માત્ર એક જ હાકલ પર પહાડો અને ગુફાઓમાંથી દોડી આવે છે ૪૦૦ જેટલા વાંદરાઓ5:55 PM IST
સુપરસ્ટાર ઝુબીન ગર્ગના રહસ્યમય મોતનો મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં: મુખ્ય આરોપી શ્યામકાનુ મહંતની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આસામ સરકાર પાસે માંગ્યો જવાબ! : ગૌહાટી હાઈકોર્ટે ‘મોટું ષડયંત્ર’ ગણાવીને જામીન ફગાવ્યા બાદ આરોપી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ; સિંગાપોરની યાટ પાર્ટીમાં મેડિકલ પ્રતિબંધ હોવા છતાં દારૂ પીવડાવાયો હોવાનો CIDનો સનસનીખેજ ખુલાસો, આગામી ૧૦ ઓગસ્ટે થશે સુનાવણી5:44 PM IST
જિનીવા શાંતિ વાર્તામાં મોટો ભડકો: અમેરિકાના તમામ દાવાઓને ઈરાને સદંતર ફગાવ્યા, વૈશ્વિક રાજદ્વારી મંચ પર બંને દેશો વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો : વાટાઘાટોમાં કોઈ જ પ્રગતિ ન થઈ હોવાનો ઈરાનનો સ્પષ્ટ દાવો: પરમાણુ કરાર અને આર્થિક પ્રતિબંધો હટાવવા અંગે અમેરિકા દ્વારા ફેલાવાતી વાતોને સુનિયોજિત પ્રચાર ગણાવીને તેહરાને આક્રોશ વ્યક્ત કર્યો5:17 PM IST
તમિલનાડુના રાજકારણમાં ગંદુ પર્સનલ પોલિટિક્સ: સીએમ વિજયના છૂટાછેડાના કેસ પર ઉદયનિધિ સ્ટાલિનનો મોટો કટાક્ષ, ‘ચેંગલપટ્ટુ કોર્ટની વાર્તા આખો દેશ જાણે છે!’ : મુખ્યમંત્રી વિજયની ટૂંકી વાર્તાના જવાબમાં ડીએમકે (DMK) નેતાએ પત્ની સંગીતા સાથેના ૨૭ વર્ષના લગ્નજીવનના અંતનો આપ્યો સંદર્ભ; અભિનેત્રી ત્રિશા સાથેના કથિત સંબંધોની અફવાઓ વચ્ચે તમિલનાડુનું રાજકારણગરમાયું5:30 PM IST
૧ જુલાઈથી બદલાઈ રહ્યો છે આધારનો નિયમઃ ફ્રીમાં અપડેટ કરી શકશો વિગતોઃ નહીં ચૂકવવા પડે પૈસા : UIDAIએ આધાર કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. ૧ જુલાઈ, ૨૦૨૬થી મોબાઇલ એપ્લિકેશન દ્વારા આધારમાં ઇમેઇલ ID એડ કરવા અથવા અપડેટ કરવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. હાલમાં આ સર્વિસ માટે રૃ.૭૫ ફી લેવામાં આવે છે10:18 AM IST
અમેરિકામાં એક્ઝિક્યુટિવ પાવર વિરુદ્ધ ટેક્સ કાયદાનો જંગ: ટ્રમ્પ વહીવટીતંત્રની $1,00,000 ની H-1B વિઝા ફી યોજના કાનૂની ચક્રવ્યૂહમાં ફસાઈ : શું સંસદ (કોંગ્રેસ)ની મંજૂરી વિના રાષ્ટ્રપતિ પોતાના દમ પર નવો ટેક્સ વસૂલ કરી શકે? યુએસ કોર્ટના ચુકાદા પર ટકેલું વૈશ્વિક આઈટી પ્રોફેશનલ્સ અને ભારતીયોનું ભવિષ્ય5:54 PM IST
દિલ્હીમાં ઝૂંપડપટ્ટી મુક્ત અભિયાન હેઠળ લાખો પરિવારોને મળશે પાકા મકાનની ભેટ, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પુનર્વસન માટે વર્ષ ૨૦૨૫ સુધીની નવી કટ-ઓફ ડેટ જાહેર કરતા ગરીબ પરિવારોમાં ખુશીનો માહોલ : કેન્દ્ર સરકાર અને દિલ્હી વહીવટીતંત્રના સંયુક્ત સહયોગથી આશરે ૪ લાખ લોકોને વિનામૂલ્યે આવાસ પૂરા પાડવાનો ભવ્ય રોડમેપ તૈયાર: પાત્રતાના નિયમો હળવા કરી પાટનગરમાંથી ઝૂંપડા હટાવી સુવિધાસભર ફ્લેટ આપવાની યોજનાને ગતિ અપાશે6:01 PM IST
વૈશ્વિક ઉર્જા બજારમાં વર્ષનો સૌથી મોટો ભૂકંપ: અમેરિકાએ ઈરાન પરથી અણધાર્યા પ્રતિબંધો હટાવ્યા, ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવો ૩% કરતા વધુ તૂટ્યા : આગામી ૬૦ દિવસ સુધી ઈરાનને તેલ વેચાણ, બેંકિંગ અને શિપિંગની મળી બહુમોટી આઝાદી: વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે લાંબા ગાળાની શાંતિ મંત્રણા માટે જેડી વાન્સ અને સ્કોટ બેસેન્ટની જોડીએ ખેલ્યો મોટો દાવ5:54 PM IST
લોહાગઢ કિલ્લાની ૪૦૦ ફૂટ ઊંડી ખાઈમાંથી ટ્રેકરના મોતનો ચોંકાવનારો ખુલાસો: પવનના ઝાપટાથી સંતુલન નહોતું ગુમાવ્યું, મંગેતરે જ પ્રેમી સાથે મળીને આપી દીધો ધક્કો! : ઉદયપુરના મહેલમાં નવેમ્બરમાં થવાના હતા લગ્ન, પણ જન્મદિવસના ટ્રેકિંગમાં જ રચાયો મોતનો ભયાનક ખેલ; પુણેના રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિના પુત્રની હત્યા મામલે મંગેતર અને તેનો મિત્ર જેલ ભેગા5:53 PM IST
દલાલ સ્ટ્રીટમાં કાળો મંગળવાર: શેરબજારમાં અચાનક આવેલી સુનામીમાં સેન્સેક્સ ૮૯૩ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૫.૪૧ લાખ કરોડ સ્વાહા!: સેન્સેક્સ ૭૬,૨૦૦.૬૮ પર બંધ જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ગગડીને ૨૩,૮૨૪.૧૦ની સપાટીએ સ્થિર : દક્ષિણ કોરિયાના માર્કેટમાં લાગેલી આગથી વૈશ્વિક બજારો ધ્રૂજ્યા; આઈટી ક્ષેત્રમાં ભારે કડાકો અને ડોલર સામે રૂપિયો ગગડીને ૯૪.૮૨ની ઐતિહાસિક સપાટીએ પહોંચતાં હાહાકાર5:50 PM IST
વૈભવ સૂર્યવંશીની તોફાની રમત પર પીએમ મોદી પણ ફિદા: ભાજપે શેર કર્યો વીડિયો, પ્રધાનમંત્રીએ કહ્યું- ‘Gen Z ધ્યાન રાખે, સૂર્યવંશી બહુ ફાસ્ટ સમજાવે છે!’ : ‘આવા ખેલાડીઓનું કેરેક્ટર સમજવું દેશના યુવાનો માટે બહુ જરૂરી’ – એક્સ (Twitter) પર પીએમ મોદીના અનોખા નિવેદનથી સોશિયલ મીડિયામાં વૈભવ સૂર્યવંશી ટ્રેન્ડિંગમાં5:48 PM IST
આગામી શ્રી અમરનાથજી યાત્રાને લઈને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં: સંભવિત આતંકી હુમલા અને આપત્તિઓ સામે લડવા ભગવતી નગર બેઝ કેમ્પ ખાતે યોજાયું મહા-મૉક ડ્રિલ : એનએસજી કમાન્ડો, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડ્રોન સર્વેલન્સ અને શ્વાન દળની મદદથી સેન્ટ્રલ બેઝ કેમ્પને લોખંડી કિલ્લામાં ફેરવ્યો; ૩ જુલાઈથી શરૂ થનારી પવિત્ર યાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવામાં આવી5:40 PM IST
કોલકાતાની શાળાઓમાં હવે ઇસ્કોન સંસ્થા બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસશે : પૂર્વ મંત્રીમંડળના સમયમાં ભોજનની ગુણવત્તા અંગે ઉઠેલા સવાલો બાદ મુખ્યમંત્રી શુભેદુ અધિકારીની સરકારનો મોટો નિર્ણય : વિરોધ કરનારાઓને ઇચ્છા ન હોય તો હરે કૃષ્ણ ન કહેવા માટે સાફ શબ્દોમાં જણાવી દીધું : વિદ્યાર્થી દીઠ અપાતી સહાય સાડા છ રૂપિયાથી વધારીને દસ રૂપિયા કરવામાં આવી અને રસોઈયાઓના માનદ વેતનમાં પણ એક હજાર રૂપિયાનો વધારો કરાયો : બજેટ સત્ર બાદ નાણામંત્રી સ્વપન દાસગુપ્તા સાથે પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રીએ શુદ્ધ અને પૌષ્ટિક ભોજન આપવાની જાહેરાત કરી6:17 PM IST
લોખંડનો ભારેભરખમ બ્રિજ પત્તાના મહેલની જેમ નદીમાં ખાબક્યો: ઓવરલોડેડ ડમ્પર પસાર થતાં જ સર્જાયેલી ભયાનક દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં સતલજ નદી પર બનેલો ૧૯૦ ફૂટ લાંબો બેઈલી બ્રિજ કડડભૂસ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો: અકસ્માત સમયે ડમ્પર પણ નદીમાં પડ્યું, સદનસીબે ચાલકનો આબાદ બચાવ6:15 PM IST
તમિલનાડુ વિધાનસભામાં સીએમ વિજયનો અસલી ‘સિનેમેટિક’ અંદાજ: પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિનની નકલ કરતાં પહેલાં સ્પીકર પાસે માંગી મંજૂરી, ગૃહમાં ગૂંજ્યો તાળીઓનો ગડગડાટ! : કથિત ‘પાર્ટી ફંડ’ મુદ્દે કરાયેલા પ્રહારોથી નારાજ ડીએમકે (DMK)ના ધારાસભ્યોનું વોકઆઉટ; ‘ડ્રગ્સના દૂષણ માટે કોણ જવાબદાર?’ વિજયે જૂની સરકારને આડે હાથ લીધી, કરુર દુર્ઘટના પર વ્યક્ત કરી આકરી પીડા4:55 PM IST
કર્ણાટકમાં ‘બિદાદી ટાઉનશીપ’ પ્રોજેક્ટ પર મહાસંગ્રામ: રિયલ એસ્ટેટના આક્ષેપો વચ્ચે સીએમ શિવકુમારે કુમારસ્વામીને આપ્યું ખુલ્લું આમંત્રણ, HDKએ પણ ફેંક્યો પડકાર! : બે દાયકા જૂના પ્રોજેક્ટ પર રામનગરની રાજનીતિ ગરમાઈ: ખેડૂતો માટે એકર દીઠ ₹૨.૫ કરોડના ઐતિહાસિક વળતરની જાહેરાત બાદ વિપક્ષી ગઢમાં ગાબડું, હવે ૨૭ જૂને ગામડાની ચોપાલ પર જામશે જંગ4:49 PM IST
નીચલા સ્તરનું રાજકારણ બંધ કરો, એ તો દેશ તોડનારાઓની ‘B ટીમ’ છે: NEET વિવાદ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને CJP અને રાહુલ ગાંધી પર સાધ્યું આકરૂં નિશાન! : ‘લોકશાહીમાં નકારાયેલા તત્વો વેશપલટો કરીને આવ્યા છે’ - કથિત પેપર લીક અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને રાજીનામાની માંગ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આખરે તોડ્યું મૌન4:45 PM IST
પશ્ચિમ બંગાળમાં રાજકીય ભૂકંપ: તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક બગાવત વચ્ચે મમતા બેનર્જી એક્શન મોડમાં, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના ગંભીર આરોપસર ફિરહાદ હકીમ અને અરૂપ બિસ્વાસ સહિત આઠ ટોચના દિગ્ગજ નેતાઓને પક્ષમાંથી દૂધમાંથી માખીની જેમ તારવીને ઘરભેગા કરાયા. : વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસીમાં ભડકેલી આંતરિક જૂથબંધી અને બળવાના પગલે સુપ્રીમો મમતા બેનર્જીનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો; પક્ષના ભંડોળ અને અસલી-નકલી તૃણમૂલની લડાઈ વચ્ચે બળવાખોર જૂથ પર હાઇકમાન્ડનો આકરો પ્રહાર, સંગઠન પર પકડ મજબૂત કરવા લીધેલો આકરો નિર્ણય5:23 PM IST
વૈશ્વિક વિજ્ઞાન જગતમાં ક્રાંતિ: રિસર્ચ પેપર્સ માટે વિદેશી પ્રકાશકોને અબજો રૂપિયા ચૂકવવાનું દુનિયાએ બંધ કર્યું, શું ભારત પણ બદલશે પોતાની નીતિ? : અમેરિકા, યુરોપ અને ચીને કમર્શિયલ પબ્લિશર્સને આપ્યો મોટો ઝટકો; ભારતે પોતાના જ વૈજ્ઞાનિકોના સંશોધનો વાંચવા માટે ₹૬,૦૦૦ કરોડનું આંધણ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો4:35 PM IST
NEET પેપર લીક વિરોધમાં અનોખો કટાક્ષ: સીએમપીએ (CJP) શરૂ કરી ‘ડાયપર ડોનેશન ડ્રાઇવ’, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર સંગ્રામ! : ‘સરકાર સવાલોથી ડરી રહી છે’ – પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનની જગ્યા ટૂંકાવવાનો આક્ષેપ; સતત ચોથા દિવસે નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું, સોશિયલ મીડિયા પર ઝુંબેશ વાયરલ4:20 PM IST
લખનૌ અગ્નિકાંડમાં ૧૫ માસૂમોના મોત પાછળ બિલ્ડરની કાળી કરતૂત: માત્ર એક જ રસ્તો અને ગેરકાયદે કોમર્શિયલ બિલ્ડિંગ, FIRમાં હચમચાવી દેનારા ખુલાસા : મોતના કૂવા સમાન ઇમારતમાં નહોતી ફાયર સેફ્ટી કે નહોતો બહાર નીકળવાનો રસ્તો; ચાર નરાધમો સામે હત્યા સમાન ગુનાહિત માનવવધ (કલમ ૧૦૫) હેઠળ ગુનો દાખલ, FSL અને SIT એ શરૂ કરી તપાસ4:14 PM IST
દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ... ભારતીય શહેરો પાણી માટે વલખા મારશેઃ મૂડીઝની ચેતવણી : મુંબઈના જળાશયોમાં હવે ફક્ત ૩૦ દિવસનું પાણીઃ દિલ્હીના ઘણા વિસ્તારો ૧૫-૨૦ દિવસથી પાણી વગરના : મૂડીઝ રેટિંગ્સે ભારતમાં પાણીની કટોકટી અંગે ચેતવણી જારી કરી છેઃ જો પાણી વ્યવસ્થાપન વ્યવસ્થામાં સમયસર સુધારો નહીં કરવામાં આવે તો ભારત ગંભીર પાણીની કટોકટીનો સામનો કરી શકે છે11:01 AM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે..12:17 PM IST
તમારું મોત ક્યારે થશે? વૈજ્ઞાનિકોએ બનાવ્યું આ જાણવા માટે અનોખું ટૂલ : હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને જાપાનની તોહોકૂ યૂનિવર્સિટીના શોધકર્તાના નેતૃત્વમાં કરેલી આ સ્ટડીને નેચર જર્નલમાં પ્રકાશિત કરી : આ નવી ટેકનિક સાયન્સ ફિક્શનને હકીકતમાં બદલવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે9:51 AM IST
ભારતના અગ્રણી ઉધોગપતિ ગૌતમ અદાણીનો આવતીકાલે જન્મદિવસ : ૬૫માં વર્ષમાં પ્રવેશ : એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં પ્રથમ સ્થાન ધરાવતા ગૌતમભાઈ અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ જેવી અનેક કંપનીઓ ધરાવે છે 10:41 AM IST
ટ્રમ્પે ઈરાન યુદ્ધ માટે ભારે કિંમત ચૂકવીઃ પેન્ટાગોને કોંગ્રેસ પાસે ૮૦ બિલિયન ડોલરની માંગણી કરી : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ બજેટમાં ૧.૫ ટ્રિલિયન ડોલરનો વધારો કરવાની માંગ કરી : ભંડોળ દરખાસ્તને એવા કાયદા નિર્માતાઓ તરફથી વિરોધનો સામનો કરવો પડી શકે છે જેઓ ટ્રમ્પના યુદ્ધના નિર્ણયને સમર્થન આપતા નથી અને વધતી જતી ફુગાવા વચ્ચે સંરક્ષણ બજેટમાં વધુ વધારો કરવાના પક્ષમાં નથી10:14 AM IST
કતારના રાસ લફાન એલએનજી પ્લાન્ટમાં રી-સ્ટાર્ટિંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ : ૧૨ ભારતીયો સહિત ૧૩ શ્રમિકોના કમકમાટીભર્યા મોતથી હાહાકાર : ૬૬ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત : જુઓ વિડીયો : ઇરાની મિસાઇલ હુમલા બાદ બંધ કરાયેલી બારઝાન ગેસ સપ્લાય ફેસિલીટી બે દિવસ પહેલાં જ શરૂ કરાતા સર્જાયો ભયાનક અકસ્માત : વિદેશ મંત્રી એસ. જયશંકરે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી મૃતદેહો ભારત લાવવા અને પરિવારોને તમામ મદદની ખાતરી આપી9:08 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે12:35 PM IST
ગ્લોબલ સોશિયલ મીડિયા સેક્ટરમાં ભારતનો ડંકો: વોટ્સએપના વૈશ્વિક વડા તરીકે ક્રેડ (CRED) કંપનીના સ્થાપક કુણાલ શાહની નિયુક્તિ, વર્તમાન હેડ વિલ કેથકાર્ટ ટૂંક સમયમાં પદ છોડશે : મેટા કંપની દ્વારા વૈશ્વિક સ્તરે મોટો ફેરફાર: ભારતીય સ્ટાર્ટઅપ જગતના જાણીતા ચહેરા કુણાલ શાહ હવે વિશ્વના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મની કમાન સંભાળીને વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધારશે10:39 PM IST
બિહારમાં કુદરતી આફતોનો ભોગ બનેલા ધરતીપુત્રો માટે રાહતના મોટા સમાચાર: મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ૩.૯૬ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ₹૨૦૦ કરોડથી વધારેની સબસિડી સીધી ટ્રાન્સફર કરી : કમોસમી વરસાદ, કરા અને વીજળી પડવાના કારણે રવિ પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન વેઠનારા ૧૩ જિલ્લાના પીડિત ખેડૂતોને એગ્રિકલ્ચર ઇનપુટ સબસિડી યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી10:40 PM IST
વૈશ્વિક મંચ પર ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ શાંતિ ચર્ચા દરમિયાન બનેલી અણધારી ઘટનાને પગલે પાક પીએમની પ્રતિક્રિયા ચર્ચાનો વિષય બની, રાજદ્વારી વર્તુળોમાં તણાવ વચ્ચે ઈન્ટરનેટ યુઝર્સે પાકિસ્તાની વડાપ્રધાનના ચોંકી ગયેલા રિએક્શન પર મીમ્સનો મારો ચલાવ્યો : ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા વચ્ચે અચાનક ઉભી થઈ મોટી કટોકટી: ઈરાની પ્રતિનિધિમંડળ અચાનક બેઠક છોડીને બહાર નીકળી જતાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના ચહેરાના હાવભાવ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ10:40 PM IST
CERC દ્વારા ગ્રાહકોની ફરિયાદ નોંધણી પ્રક્રિયાને વધુ સરળ, સુલભ બનાવવા વોટ્સએપ ફરિયાદ ડેસ્ક શરૂ : ગ્રાહક સંબંધિત સમસ્યાઓ માટે નવી વોટ્સએપ સુવિધાનો ઉપયોગ કરવા અપીલ: આ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો ઇન્વોઇસ, બિલ, રસીદ, ફોટોગ્રાફ, PDF, વોરંટી કાર્ડ, વિડિયો તથા અન્ય સંબંધિત પુરાવાઓ સીધા વોટ્સએપ મારફતે અપલોડ કરી શકે છે.10:44 PM IST
ડ્રેગનને મોટો ફટકો: પૂર્વ સરહદ હવે લોખંડી કવચ: મ્યાનમારના રાષ્ટ્રપતિની મુલાકાતથી ભારતને મળ્યો મોટો વ્યૂહાત્મક વિજય : ભારત-મ્યાનમાર વચ્ચે ૬ વર્ષના લાંબા અંતરાલ બાદ સંબંધો પુનઃ જીવંત થયા : ઊર્જા, સરહદ સુરક્ષા અને કનેક્ટિવિટી સહિત મહત્વના ૧૧ કરારો પર હસ્તાક્ષર થતાં ઉત્તર-પૂર્વ ભારતના વિકાસનો માર્ગ મોકળો બન્યો10:48 PM IST
ઈરાન-અમેરિકા યુદ્ધની આડઅસર: ગલ્ફ દેશોના વિદ્યાર્થીઓ માટે CBSEની નવી મૂલ્યાંકન નીતિ : સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી : પશ્ચિમ એશિયાના ૭ દેશોમાં ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓ રદ થતાં મુશ્કેલીમાં મુકાયેલા પ્રાઇવેટ વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ખાસ ફોર્મ્યુલા : ધોરણ ૧૦ના ૪૦% અને ધોરણ ૧૨ના ૬૦% માર્ક્સના આધારે તૈયાર થશે રિઝલ્ટ10:49 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં શિક્ષણનો નવો સૂર્યોદય: ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ની ઉત્સાહભેર ઉજવણી : રાજ્યભરના ૯,૧૬૫ ગામોની ૧૨,૭૨૯ શાળાઓમાં યોજાયો જનજાગૃતિનો મહાઉત્સવ: ૩૦ હજારથી વધુ મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં લાખો બાળકોનું શાળા નામાંકન: બાલવાટિકામાં રેકોર્ડબ્રેક ૧.૪૭ લાખથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનના પ્રથમ પગથિયે મૂક્યા પગલા: જનભાગીદારીની અનોખી મિસાલ: શિક્ષણના યજ્ઞમાં રાજ્યના દાતાઓએ કર્યું રૂ.૯.૦૬ કરોડનું દાન10:30 PM IST
મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા અર્થે વીડિયો કોન્ફરન્સ યોજાઈ : તમામ કમિશનરો, રેન્જ વડાઓ અને એસ.પી.ને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા આદેશ: રાજ્યના ૯૧૯ સંવેદનશીલ સ્થળો પર એક્સ્ટ્રા વિજિલન્સ અને ફૂટ પેટ્રોલીંગ પર ભાર: ડ્રોન, સીસીટીવી અને બોડી-વોર્ન કેમેરાથી રખાશે બાજ નજર10:28 PM IST
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત: સ્નાતકો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, 7 જુલાઈ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે : આસિસ્ટન્ટ અને સિનિયર ક્લાર્ક સહિત કુલ 250 ખાલી પદો ભરવા માટે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, વયમર્યાદા અને લાયકાતના ધોરણો મુજબ લાયક ઉમેદવારો પાસેથી મંગાવાતી અરજીઓ7:08 PM IST
ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ:હવે 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા થતાની સાથે જ તેમનું ધારાસભ્યપદ ગુમાવી દિધુ છે. સાથોસાથ આગામી 6 વર્ષ સુધી ચૈતર વસાવા કોઈ પણ ચૂંટણી નહીં લડી શકે. 6:38 PM IST
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદરમા પીએમશ્રી નવાપરા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી : અર્જુનભાઈ મોઢવાડીયાએ નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરીને તેમના ઉત્સાહમાં કર્યો વધાર્યો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી એક એવી યોજના છે જેણે બાળકોના જીવનના આ પ્રથમ પગથિયાને એક મોટા ઉત્સવમાં ફેરવી દીધો છે : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા : મંત્રી સહિતના મહાનુભાવોએ શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો4:32 PM IST
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ૨૪ કલાકમાં બે મોટી હત્યાનો ભેદ ઉકેલતી અભૂતપૂર્વ સફળતા : સાબરમતી રિવરફ્રન્ટ પર પત્ની કોમલબેનની હત્યા કરનાર આરોપી મિનેશ દિનેશભાઈ સોલંકી અને ખોખરામાં પથ્થર મારી દીપકની હત્યા કરનાર મંગલ ઉર્ફે બાબા બોકડેની ધરપકડ : અકસ્માતમાં ખપાવેલી ૯ વર્ષ જૂની કોલ્ડ કેસ મિસ્ટ્રી અને ખોખરાના ચકચારી મર્ડર કેસનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી ગુનેગારોને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલાઈઝડ ટીમ2:50 PM IST
ગુજરાતમાં ૭૬% ઓછો વરસાદઃ ગરમીનો માહોલ ચાલુઃ ચોમાસાની શરૂઆત થઈ નથી : અલ નિનોની અસર ચોમાસા પર અસર પડી રહી છે. ગુજરાતમાં જૂનમાં અત્યાર સુધી સરેરાશ કરતાં ૭૬% ઓછો વરસાદ નોંધાયોઃ ખેડૂતોના ખરીફ પાક પર અસર થવાની શક્યતા : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસાના આગમનમાં હજુ ૩ થી ૫ દિવસ લાગી શકે છેઃ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી9:50 AM IST
૨૪ કલાકમાં રાજ્યના ૫૨ તાલુકામાં વરસાદ નોંધાયોઃ આજથી વિસ્તાર અને માત્રા વધશે : દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ ભાવનગરમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ : સુરતના ઉમરપાડામાં પોણો બે ઇંચ, નવસારીના જલાલપોર અને નર્મદાના સાગબારામાં દોઢ-દોઢ ઇંચ વરસાદઃ રાજકોટના વિંછીયા અને સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં પણ મેઘમહેર1:46 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ના કાલે બીજા દિવસે આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામની શાળામાં બાળકોનું નામાંકન કરાવશે : મોટી ખરજમાં પ્રગતિનો પ્રવેશોત્સવ અન્વયે બાલવાટિકામાં ૬૭ સહિત કુલ ૩૧૮ બાળકોનો શાળા પ્રવેશ થશે : આદિજાતિ દાહોદ જિલ્લાના નવ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૭૭૮૨૧ દિકરીઓ સાથે સમગ્રતયા ૧.૫૭ લાખ પ્રવેશપાત્ર બાળકોનું શાળા નામાંકન કરાશે4:12 PM IST
29 જૂનથી 3 જુલાઈ 2026 દરમિયાન વડોદરામાં VGRC મધ્ય ગુજરાતના ભાગ રૂપે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું આયોજન :વડોદરામાં યોજાનાર VGRE મધ્ય ગુજરાત 2026 બનશે ઉદ્યોગ, નવીનતા અને આત્મનિર્ભર વિકાસનું વિશાળ મંચ : રાજ્યના MSME ક્ષેત્ર, સ્ટાર્ટઅપ્સ, કારીગરો, મહિલા ઉદ્યોગસાહસિકો, આદિવાસી ઉત્પાદકો અને અગ્રણી ઉદ્યોગોને એક જ મંચ પર લાવતું આ પ્રદર્શન વેપાર, રોકાણ અને સહયોગની નવી તકોનું સર્જન કરશે3:30 PM IST
અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારની અનોખી પહેલ: ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’- રણશાળા પ્રોજેક્ટનો પ્રારંભ : નિવૃત્ત એસ.ટી. બસોને આધુનિક- સુસજ્જ મોબાઈલ ક્લાસરૂમમાં ફેરવીને રણશાળા વાહનો તૈયાર કરાયા : 'શાળા પ્રવેશોત્સવ'અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી ૨૮ રણશાળા બસનું લોકાર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે આ રણશાળા કાર્યરત થશે : રણની અંદર જે પરિવાર અગરિયા તરીકે કામ કરી રહ્યા છે તેમના બાળકોને ભણવા માટે ક્યાંકને ક્યાંક દૂર જવું ન પડે તે માટે નિર્ણય1:27 PM IST
ગુરૂકુલના સંતો ભારતીય સંસ્કૃતિની પુષ્ટિ માટે કાર્યરત : દેવકૃષ્ણ સ્વામી : રાજકોટ ગુરૂકુલના વડાની સુરત ગુરૂકુલમાં પધરામણી : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના અધયક્ષ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનું સુરત વેડ રોડ ગુરૂકુલમાં આગમન થતા સંતો અને હરીભકતોએ આવકારેલ તે પ્રસંગની તસ્વીર.11:12 AM IST
સુરત ગ્રામ્ય પોલીસનો સપાટો :10 દિવસની સ્પેશિયલ ડ્રાઇવમાં બળાત્કાર, લૂંટ અને ચોરીના 55 વોન્ટેડ ગુનેગારો દબોચી લેવાયા : કેટલાક આરોપીઓ છેલ્લા 6 થી 7 વર્ષથી કાયદાની પકડમાંથી ભાગતા હતા:પોલીસની જુદી-જુદી ટીમોએ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ તમામ વચગાળાના જામીન પરથી ફરાર કે વોન્ટેડ આરોપીઓને શોધી કાઢ્યા2:05 PM IST
ડિજિટલ યુગમાં માસૂમ બાળપણની હરાજી: ‘શેરેન્ટિંગ’ (Sharenting)ના રિયલિટી શોમાં ક્યાંક તમે જ તો તમારા બાળકના સૌથી મોટા દુશ્મન નથી બની રહ્યા ને? : લાઇક્સ, વ્યુઝ અને કમેન્ટ્સની આંધળી દોડમાં માબાપ સોશિયલ મીડિયા પર બાળકોની પર્સનલ લાઇફ કરી રહ્યા છે લીક; ઓનલાઇન દુનિયામાં પીડોફિલિયા, ઓળખની ચોરી અને બાળ મનોવિજ્ઞાન પર તોળાતું ગંભીર સંકટ5:51 PM IST
કચ્છના ઔદ્યોગિક વિકાસને લાગશે પાંખો: અદાણી મુન્દ્રા એરપોર્ટ પરથી મુંબઈ અને ગોવા માટે પહેલી શેડ્યુલ્ડ ફ્લાઇટ સેવાનો ધમાકેદાર પ્રારંભ! : પ્રાદેશિક એરલાઇન ‘સ્ટાર એર’ સાથે અદાણી ગ્રુપની મોટી ભાગીદારી; સુરત, બેંગલુરુ અને હિંડોન સહિત વધુ ૬ શહેરો પણ હવાઈ માર્ગે જોડાશે, દેશના સૌથી મોટા ખાનગી બંદર અને SEZને મળશે વૈશ્વિક કનેક્ટિવિટી4:52 PM IST
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં વાવેલું બીજ આજે શિક્ષણ ક્રાંતિનું વિશાળ વટવૃક્ષ બન્યું : 23 વર્ષમાં ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર પૂર્ણ પરિવર્તનની દિશામાં : ભુપેન્દ્રભાઈ પટેલ : ગુણોત્સવ 2.0, નમો લક્ષ્મી યોજના અને AI આધારિત ગુજરાત વિદ્યા સમીક્ષા કેન્દ્રથી શિક્ષણની ગુણવત્તા અને સમાવેશકતા વધી, 326 કરોડની સામાજિક સહભાગિતા સાથે 75 હજારથી વધુ લોકો જોડાયા4:43 PM IST
ગુજરાતના બાળકોની સર્જનાત્મકતાને મળશે ‘પેટન્ટ’ની પાંખો : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા અનોખા ‘કિડનોવેશન’ પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ : જુઓ વિડિયો : વાઇસ-ચાન્સેલર ડો. ટી.એસ. જોશીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી રાજ્યના ૧૦૦ પ્રતિભાશાળી બાળકોની પસંદગી કરી પેટન્ટ અપાવશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ને અનુરૂપ નવીન પહેલ11:38 AM IST
સુરત ગ્રામ્ય પોલીસનો સપાટો : 'નો વોન્ટેડ ઇન સાઉથ રેન્જ' ઝુંબેશ હેઠળ માત્ર ૧૦ દિવસમાં ૬ થી ૭ વર્ષથી નાસતા-ફરતા ૫૫ વોન્ટેડ ગુનેગારોને દબોચી લેવાયા : રેન્જ વડા પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની ટીમની કાબીલેદાદ કામગીરી : રેપ, લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાના નાસતા-ફરતા આરોપીઓ ઝડપાતા ગુનેગારોમાં ફફડાટ4:17 PM IST
ગુજરાત રાજ્ય સ્વાગત: જૂન-2026 : અરજદારોની રૂબરૂ કે લેખિત રજૂઆતોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ નિરાકરણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના : કલેક્ટરને ફરિયાદ નિવારણ માટે આગેવાની લેવા સૂચના : બેથી ત્રણ વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્નોના નિરાકરણની જવાબદારી મુખ્ય સરકારી વિભાગની રહેશે : જિલ્લા સ્તરના અધિકારીઓને અરજીઓનો પૂરતો અભ્યાસ કરીને જિલ્લા કક્ષાએ જ નિર્ણય કરવા મુખ્યમંત્રીના સ્પષ્ટ દિશાનિર્દેશો : પુનર્વસન અંતર્ગત મળવા પાત્ર જમીન, ગૌચર જમીન પર થયેલા દબાણ, રિ-સરવે અંગેના પ્રશ્નોનું તાકિદે નિરાકરણ લાવવા સૂચના : રાજ્ય-જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સમગ્રતયા 5200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે મોકલાઈ11:32 AM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરના હેરિટેજ રિસ્ટોરેશન પ્રોજેક્ટની સમીક્ષા કરી: ઐતિહાસિક વિરાસતનું વૈજ્ઞાનિક ઢબે જતન થશે : વડનગરના પ્રાચીન સ્થાપત્યને આધુનિક ઓપ: જનભાગીદારીના નવતર અભિગમથી સાંસ્કૃતિક વારસો વિશ્વફલક પર ઝળકશે : પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વડનગરના હેરિટેજ વિસ્તારોની આગવી ઓળખ અને પરંપરાગત સ્થાપત્ય શૈલીને જાળવી રાખવાનો : મિશન અંતર્ગત હેરિટેજ મૂલ્ય ધરાવતી ખાનગી મિલકતો અને રહેણાંક મકાનોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી રિનોવેશન 4:14 PM IST
સરકારી શાળામાં પ્રવેશતા બાળકોના ચહેરા પરની ખુશી એ જ પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : આપણે માત્ર શાળા નથી ચલાવવાની, પરંતુ બાળકોના જીવનનું ઘડતર કરી ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે: નાયબ મુખ્યમંત્રી :નાયબ મુખ્યમંત્રીએ અડાલજની ૩ શાળાઓના ૪૦૨ ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો: વાલીઓ-શિક્ષકોને કર્યા પ્રેરક સૂચનો12:18 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બી.એન. હાઈસ્કુલથી રાજ્યવ્યાપી 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સામાન્ય પરિવારનો વિદ્યાર્થી પણ મહેનત, સંકલ્પ અને શિક્ષણના બળે જીવનમાં મોટી સફળતા મેળવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાનનું જીવન છેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ :બાળકોના 100 ટકા નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા મુખ્યમંત્રીનું આહવાન: 2003માં શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનના પરિણામે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું - ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટીને ૧ ટકાથી પણ ઓછો થયો12:34 PM IST
શાળા પ્રવેશોત્સવ 2026 પૂર્વે વડોદરાની કવિ દુલા કાગ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશની તમામ બેઠકો ફુલ, શાળા બહાર લાગ્યું ‘નો એડમિશન’નું બોર્ડ : કવિ દુલા કાગ પ્રાથમિક શાળા કેન્દ્ર સરકારની પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM SHRI) યોજના હેઠળ સમાવિષ્ટ: શાળામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ભારે માંગ, દર વર્ષે હોય છે લાંબું વેઇટિંગ લિસ્ટ: વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા અને જવાબદારીની ભાવના વિકસિત કરવા માટે શાળાએ શરૂ કરી છે અનોખી ‘બાળ સંસદ’ પહેલ11:30 AM IST
વડનગરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી: વિદ્યાર્થીઓ સાથે સાધ્યો જીવંત સંવાદ : શાળા પ્રવેશોત્સવના અવસરે મુખ્યમંત્રીએ વડનગરની ઐતિહાસિક શાળાના નવતર શૈક્ષણિક પ્રકલ્પનું નિરીક્ષણ કર્યું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આદ્યશાળા હવે ‘પ્રેરણા’ના માધ્યમથી દેશના યુવાધન માટે બની માર્ગદર્શક : વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને આધુનિક શિક્ષણ પદ્ધતિ વિશે મુખ્યમંત્રીએ મેળવી વિસ્તૃત જાણકારી3:19 PM IST
રાતના ૮ થી સવારના ૪ સુધી નાયબ મુખ્યમંત્રી અને સિનિયર IPS અધિકારીઓ વચ્ચે શું શું રંધાયું?: ટોક ઓફ ધ સ્ટેટનો આ રહ્યો જવાબ : લોકો જેનાથી સતત ચિંતિત છે, તેવા યુવા પેઢીનો સત્યાનાશ કરતા દુષણ અને સાયબર ક્રાઇમનૉ ભોગ બનતા લોકો માટે ઇમર્જન્સી ઉપાયની રણનીતિ, હર્ષભાઈ સંઘવીએ આ સળગતી સમસ્યાઓ ઉપર ફોકસ કરવા પોતે જાતે સામેલ બની એક વહોટસેપ ગ્રુપ બનાવેલ, ઘડાપુર જેટલાં લોકોના મનમાં રહેલ સવાલૉ આવ્યા, આ સવાલોના દિલથી નિકાલ કરવા વિવિધ સિનિયર IPS ની બનેલ કમિટીઓ દ્વારા ઉકેલ આવ્યા અને નિર્ણય થયા : એસ્કલુસીવ ઇન્ફરમેસન : મુખ્ય પોલિસ વડાના પાવર્સ વધશે : IBની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે : પ્રજાનું કામ રસપુર્વક થાય તેં માટે પોલિસના પ્રશ્નોનું તાત્કાલિક નિર્ણય થશે 3:28 PM IST
વિશ્વનગરના નેહાબેનનું એક્ટીવા રેસકોર્ષમાંથી ‘છૂ': સાથે ૧.૨૮ લાખનું સોનાનું બિસ્કુટ પણ ગયું : ભાઇએ પરત આપેલુ બિસ્કીટ પર્સની ચેઇન ખરાબ હોવાથી ટુવ્હીલરની ડેકીમાં રાખ્યું હતું : ભાઇ અને દિકરા સાથે મહિલા ગાર્ડનમાં અડધો કલાક લટાર લગાવીને આવ્યા ત્યાં વાહન ગાયબ હતું: પ્રધ્યુમનનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 2:12 PM IST
માધાપરના શ્રીનાથજી ફુડમાંથી ૮૦૦ કિલો સહિત કુલ ૧૫૦૩ કિલો અખાદ્ય ચીજોનો નાશ : રાજકોટીયનોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાઃ બેરોકટોક વાસી-પડતર ફુડનું વેંચાણ માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરીયા, જામનગર રોડ, કોઠારીયા, પુનીતનગર, મવડી ચોકડી, બસ સ્ટેન્ડ, પેડક રોડ, સંતકબીર રોડ સહિતના વિસ્તારોમાં ફુડ શાખા ત્રાટકીઃ ૮૭ પેઢી- રેસ્ટોરન્ટોને ૧.૧૧ લાખથી વધુની પેનલ્ટી4:10 PM IST
ત્રિવેણી સંગમ વચ્ચે ભારવિ ભાષારચના વિચારમંચની ૫૨મી બેઠક સંપન્ન : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ફાધર્સ ડે અને વિશ્વ સંગીત દિવસની ભવ્ય શાબ્દિક ઉજવણી : જાણીતા દિવંગત સાહિત્યકાર રાજુ પટેલને ભાવપૂર્ણ સ્મરણાંજલિ અપાઈ : વિજ્ઞાનવાર્તાનું પઠન, સાહિત્ય-વિજ્ઞાનનું સામંજસ્ય, આધ્યાત્મિક ચિંતન અને નિસર્ગોપચાર સહિતના વિવિધ વિષયો પર તજજ્ઞોની રસપ્રદ પ્રસ્તુતિ11:53 AM IST
ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં સેન્ટર ફોર યોગા એક્સલન્સનો મંગલ પ્રારંભ : અદ્યતન યોગ અને એરિયલ સ્ટૂડિયો, થેરાપી સ્ટૂડિયો, એરોબિક્સ / કથક / સેમી-ક્લાસિકલ સ્ટૂડિયો, સાઉન્ડ હિલીંગ, ગર્ભ સંસ્કાર કેન્દ્ર, બાળકો માટે ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ સહિતની સુવિધા એક છત નીચે મળશે : સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટને શ્રી સોમનાથ સંસ્કળત યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા ઈન યોગ અભ્યાસક્રમની માન્યતા પત્ર એનાયત2:18 PM IST
રાજકોટ કુવાડવા રોડ પોલીસે વેન્યુ અને સ્કોડા કારમાંથી રૂ. ૬ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા:બે ફરાર : ડીસીપી હેતલ પટેલ તથા એસીપી વી.બી.જાડેજાની સૂચના મુજબ પીઆઇ એ. એન. જાની, પીએસઆઈ એમ.આર.મકવાણાની ટીમનો દરોડો: ભાવેશભાઈ મુળુભાઈ મકવાણા, કુશલભાઈ શાંડીલ્યકુમાર જોષી તથા જયદીપભાઈ ગોપાલભાઈ ધોળકીયાની બાતમી8:58 PM IST
રવિવારે તળપદા કોળી સમાજનો પરીચય મેળો4:01 PM IST
કચ્છના વાગડ પંથકમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો : બેલા નજીક કેન્દ્રબિંદુ ધરાવતા ૩.૪ ની તીવ્રતાના કંપનથી નિદ્રાધીન લોકોમાં ફફડાટ : બીકના માર્યા રસ્તા પર દોડી આવ્યા લોકો : આઈએસઆરના અહેવાલ મુજબ રાત્રે ૧૦:૨૭ કલાકે નોંધાયેલી ધરતીની ધ્રુજારીથી ૨૦૦૧ ના ભૂકંપના સ્મરણો તાજા થતાં લોકોમાં ભારે ચિંતા પ્રસરી : સદનસીબે જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં11:55 PM IST
દેવભૂમિ દ્વારકા એસીબીની સફળ ટ્રેપ : કલ્યાણપુર તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્ક રવિ મનસુખભાઇ ભરાડીયા રૂ. ૩૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા : આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે.ડી.મેવાડા અને ડેપ્યુટી ડાયરેક્ટર બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.આઈ.મંધરાની ટીમે મામલતદાર કચેરી સામેથી ક્લાર્કને દબોચ્યો : જમીનના તગાવી પ્રમાણપત્ર આપવા માટે માંગી હતી લાંચ9:24 PM IST
પૂર્વ કચ્છમાં 'નો ડ્રગ્સ' અભિયાન હેઠળ સામખીયારી પોલીસની મોટી સફળતા : આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શનમાં હેરોઈનના જથ્થા સાથે પંજાબના આરોપીઓ દલીપસિંઘ રસલસિંઘ અને અક્ષય અશોક શર્મા ઝડપાયા : નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા અને પીઆઈ જે.એમ.ઝાલાની ટીમે સર્વિસ રોડ પર વોચ ગોઠવી 'અથાણાના ડબ્બામાંથી' રૂ. ૪,૪૫,૬૦૦ નું હેરોઈન શોધી કાઢ્યું : ગુનેગારો પાસેથી આઈડી પ્રૂફ અને રેલવે ટિકિટો સહિત કુલ રૂ. ૪,૫૮,૩૫૦ નો મુદ્દામાલ જપ્ત4:53 PM IST
કેળવણીયુક્ત શિક્ષણ વ્યક્તિની આંતરિક ક્ષમતા ખીલવવા સાથે સામાજિક પરિવર્તન માટે પણ ઉપકારક બને છે : પ્રદ્યુમનભાઈ વાજા : શાળા છોડી દીધેલ વિદ્યાર્થીની કિરણબહેન બારૈયાનો શાળામાં પુન: પ્રવેશ : શિક્ષણમંત્રી ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાડા અને હરમડિયાની શાળા ખાતે ઉમંગ-ઉલ્લાસભર્યા માહોલમાં બાળકોનો શાળામાં પ્રવેશ કરાવાયો3:42 PM IST
મોરબીના જેતપર ખાતે ચાલતા ખેડૂત આંદોલનને પગલે કલેક્ટર, એસપી, એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપવાસ છાવણી પર પહોંચ્યા : આંદોલનકારી ખેડૂતો સાથે અધિકારીઓએ તેમની માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી :પ્રશાસન દ્વારા ખેડૂતોને ગાંધીનગર ખાતે ચર્ચા માટે આમંત્રણ અપાયું પરંતુ ખેડૂતોએ હાલ ગાંધીનગર જવાનો ઈનકાર કર્યો11:32 PM IST
પૂર્વ કચ્છમાં આડેસર ચેકપોસ્ટ પરથી રૂ. ૨.૯૬ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે હૈદરઅલી રાજડ, મિતેષ જંગમ અને અકબરઅલી રાજડ ઝડપાયા : આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારની ઝુંબેશને મોટી સફળતા : ડીવાયએસપી સાગર સાંબડા અને પીઆઈ જે.બી.આચાર્યના માર્ગદર્શનમાં પીએસઆઈ ટી.એસ.વાઘેલાની ટીમે સ્વિફ્ટ કારમાંથી કબ્જે કર્યું ૯૮.૮૯૦ ગ્રામ એમડી ડ્રગ્સ : ભુજના કીર્તિ બાવાજી અને રાજસ્થાનના ગોવિંદ બિસ્નોઇને પકડવા ચક્રો ગતિમાન10:40 PM IST
પૂર્વ કચ્છમાં 'નો ડ્રગ્સ' કેમ્પેઈન હેઠળ અંજાર પોલીસની મોટી કાર્યવાહી : રૂ. ૪૧,૪૫૦ ના ગાંજાના જથ્થા સાથે આરોપી અબ્દુલ ભચ્ચુ બાફણ ઝડપાયો : માલ સપ્લાય કરનાર ભાઈ અલ્તાફ બાફણને પકડવા ચક્રો ગતિમાન : આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.એ.જાડેજાની ટીમે નવાનગર રેલ્વે પાટા પાસે રેઇડ કરી નશાનો કારોબાર ખુલ્લો પાડ્યો4:28 PM IST
જુનાગઢના પરણેલા અસલમ સાથે લિવ ઇનમાં રહેતી નવાગઢની નંદીનીનો રાજકોટમાં આપઘાતઃ મારકુટ થયાનો પિતાનો આક્ષેપ : ૨૩ વર્ષની નંદીની જુનાગઢમાં એમઆર તરીકે નોકરી કરતી હોઇ પીજીમાં રહેતી ત્યારે અસલમે ફસાવીઃ પછી બીજી છોકરીઓ સાથે પોતાનો જ રૂમ ભાડે આપ્યો હતોઃ ગત દિવાળીએ કરાર કરી બંને રાજકોટ રહેતાં હતાં: ગઇકાલે નંદીનીએ નાની બહેનને મેસેજ કરી મારકુટ થયાની, પોતે અલગ રહેશે તેવી વાત કરી પછી ગળાફાંસો ખાધેલી લાશ મળી11:00 AM IST
દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય અને વિકસિત ભારતના સ્વપ્ન સાથે જોડવાનો એક પવિત્ર લોકોત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી : આંગણવાડી, બાલવાટિકા, ધો.૧ અને ધો.૯માં પ્રવેશ મેળવનાર કુલ ૧૩૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકાર્યા : પસાયા તાલુકા શાળા, બેરાજા પ્રાથમિક શાળા, સપડા પ્રાથમિક શાળા તથા સપડા હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું મંત્રી સહિતના મહાનુભાવોએ સમ્માન કર્યું3:38 PM IST
શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ ગીર સોમનાથ જીલ્લાના જામવાડામા શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાના ભૂલકાઓ સાથે જમીન પર જ ભોંયતળિયે બેસીને જ સહજભાવે નાસ્તો કર્યો... : ગુજરાત રાજયના શિક્ષણમંત્રીએ નાના બાળકોને વિવિધ પ્રશ્નો પૂછીને બાળકોના શિક્ષણ ઉત્કર્ષની ચકાસણી કરતા-કરતા બાળકોની બાળસહજ મસ્તીમાં સહભાગી બની ભાર વગરના ભણતરનું અહેસાસ કરાવ્યો 3:53 PM IST
કચ્છના સામખિયાળી માળીયા હાઇવે પર સુરજબારી ટોલનાકે ચકકાજામ: ૧૨ કિમી લાંબી લાઇનો વચ્ચે વાહનોના થપ્પા :નવા ટોલ નિયમ વિરુદ્ધ ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા : જ્યાં સુધી આ બાબતે નો પ્રશ્ન હલ નહી થાય ત્યા સુધી ચકકાજામ રહેશે : ગામલોકોની ચીમકીને પગલે સામખિયાળી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો1:14 PM IST
કેશોદના બામણાસાના વૃધ્ધ દેવાભાઇને પાઇપના ઘા ફટકારી બંને હાથ, બંને પગ ભાંગી નાંખ્યા : કેશોદ કોર્ટમાં તારીખમાં હાજરી આપી પરત ઘરે આવતાં હતાં ત્યારે રસ્તામાં જોનપુરની વીડી પાસે આંતરી હુમલો : એક વર્ષ પહેલાના મનદુઃખનો ખાર રાખી ઇન્દ્રેશ વડીયાતર વૃધ્ધને રિક્ષામાંથી બહાર ખેંચી તુટી પડયોઃ છરીના ઘા પણ ઝીંક્યાઃ વૃધ્ધ રાજકોટ સારવાર હેઠળઃ કેશોદ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ કરી11:22 AM IST
મિડલ ઈસ્ટના મહાયુદ્ધ વચ્ચે વૈશ્વિક ફલક પર ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો જીઓપોલિટિકલ માસ્ટર સ્ટ્રોક:મિત્ર દેશ UAEને આપશે દુનિયાની સૌથી ઘાતક બ્રહ્મોસ મિસાઈલ: ઇઝરાયલ સાથે પણ તોતિંગ ડિફેન્સ ડીલ ફાઇનલ થતા પશ્ચિમી દેશો અને દુશ્મનોના કેમ્પમાં ભારે હડકંપ : ગ્લોબલ ડિફેન્સ માર્કેટમાં ભારતીય હથિયારોનો વાગ્યો પ્રચંડ ડંકો: અખાતી દેશોમાં ભારતની સૈન્ય પકડ થઈ સુપર મજબૂત: યુદ્ધના ભયાનક તણાવ વચ્ચે પણ ભારતે સ્વતંત્ર વિદેશ નીતિ અને અબજો ડોલરના લશ્કરી નિકાસ કરારથી રચ્યો નવો ઇતિહાસ5:34 PM IST
બ્રાઝિલમાં મધ્યરાત્રિએ બરાબર ૧ વાગ્યે સરકારી સિસ્ટમ પર ‘માનવો... અમે આવી ગયા’ના રહસ્યમય મેસેજથી મચ્યો પ્રચંડ હાહાકાર:એલિયન આક્રમણના ભયથી કરોડો નાગરિકો રસ્તા પર દોડ્યા: ગ્લોબલ સ્પેસ હિસ્ટ્રીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડીજીટલ ફફડાટ : પરગ્રહવાસીઓના હુમલાની ચેતવણી આપતી હેકિંગ ટ્રીકે આખા દેશની ઊંઘ ઉડાડી: ઇમરજન્સી સેલની લાઇનો જામ થઈ: સાયબર એક્સપર્ટોએ સિસ્ટમ કંટ્રોલમાં લઈને મસમોટી ટેકનિકલ ગ્લીચ અથવા ઇન્ટરનેટ હોક્સ હોવાનો ખુલાસો કરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ5:35 PM IST
આફ્રિકન દેશ કોંગોમાં જીવલેણ ઇબોલા વાયરસનો ભયાનક વિસ્ફોટ: કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો ૧૦૦૦ને પાર થતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ગ્લોબલ હેલ્થ એલર્ટ જાહેર: રોગચાળાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં ૨૫૪ દર્દીઓ મોતના મુખમાં ધકેલાતા હાહાકાર : માનવ શરીરમાં આંતરિક રક્તસ્ત્રાવ પેદા કરતા અત્યંત ચેપી વાયરસના કારણે આખા આફ્રિકા ખંડ પર મંડરાયું મોટું સંકટ:મેડિકલ ટીમો અને આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સોસાયટી દ્વારા ઇમરજન્સી આઇસોલેશન વોર્ડ અને રસીકરણ ઝુંબેશ તેજ કરાઈ5:37 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
મિડલ ઈસ્ટમાં શાંતિ વાટાઘાટોના ટેબલ પર ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચંડ પરમાણુ બોમ્બ: ઈરાનને આપી અત્યાર સુધીની સૌથી આકરી અને છેલ્લી ધમકી: જો આ ડીલ નિષ્ફળ જશે તો પરિણામો ભયાનક આવશે: અમેરિકા લશ્કરી કાર્યવાહી માટે સજ્જ થતા વૈશ્વિક મંચ પર ભારે અફરાતફરી : એકતરફ સુલેહના પ્રયાસો અને બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિના કડક અલ્ટીમેટમથી પશ્ચિમ એશિયાનો પારો સાતમા આસમાને: ઈરાનના ન્યુક્લિયર કેન્દ્રો અને આર્થિક નાકાબંધી પર ફરી મંડરાયું મોટું સંકટ: ગ્લોબલ ડિપ્લોમસીમાં મચ્યો પ્રચંડ હડકંપ5:35 PM IST
તાઈવાન સરહદે ડ્રેગનનો પ્રચંડ સૈન્ય વિસ્ફોટ: ચીની નૌસેનાના ઘાતક યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ્સે આખા ટાપુ દેશને ચારેય તરફથી ઘેરતા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા: અમેરિકાની ચેતવણીને ફગાવી ચીને આક્રમક કિલ્લાબંધી કરતા એશિયા-પેસિફિક રીજનમાં યુદ્ધનો પારો સાતમા આસમાને : ચીની વાયુસેનાના એરક્રાફ્ટે તાઈવાનની ડિફેન્સ લાઇન ઓળંગી આકાશમાં મચાવ્યો ભારે ગભરાટ: દરિયામાં મિસાઈલ બોટ્સ તૈનાત: માનસિક દબાણ વધારી તાઈવાન પર સંપૂર્ણ કબજો મેળવવાના બદઈરાદા સાથે ચીની લશ્કરે શરૂ કરી અત્યાર સુધીની સૌથી મોટી કવાયત5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મેસીનો નવો વૈશ્વિક કીર્તિમાન, ક્લોઝનો ૧૬ ગોલનો રેકોર્ડ તોડી ઇતિહાસનો સૌથી મહાન ‘ગોલ મશીન’ બન્યો: ફિફા વર્લ્ડ કપમાં નોકઆઉટની જંગ રોમાંચક બની, આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે આગલા રાઉન્ડમાં! : કિલિયન એમબાપ્પેના ડબલ ધમાકાથી ફ્રાન્સની ઇરાક સામે ૩-૦થી શાનદાર જીત; હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલ ટીમ ઉઝબેકિસ્તાન સામે અને ઇંગ્લેન્ડ ઘાના સામે ટકરાશે8:47 PM IST
મુંબઈની ક્રિકેટ ફેક્ટરીમાંથી નીકળ્યો વધુ એક કિંમતી હીરો: કોણ છે ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે જેને ઈજાગ્રસ્ત નીતિશ રેડ્ડીના સ્થાને ટીમ ઈન્ડિયામાં મળ્યું મોટું સરપ્રાઈઝ કૉલ-અપ : આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20I શ્રેણી માટે પંજાબ કિંગ્સના ૨૩ વર્ષીય વિસ્ફોટક ખેલાડીની પ્રથમ વખત ભારતીય ટીમમાં એન્ટ્રી; IPL 2026 અને ઇન્ડિયા A માટે મચાવી ચૂક્યો છે ધમાલ5:31 PM IST
યશસ્વી જાયસવાલે પપ્પાને મર્સિડીઝ ગિફટ કરી4:09 PM IST
ટેનિસ જગતમાં મોટો ભૂકંપ: વિમ્બલ્ડન ચેમ્પિયન માર્કેટા વોન્ડ્રોસોવા પર ૪ વર્ષનો સખત પ્રતિબંધ, રડી પડતાં ટેનિસ સ્ટારે કહ્યું, ‘મેં ક્યારેય ડોપિંગ નથી કર્યું!’ : ટેસ્ટ આપવાનો ઇનકાર કરવા બદલ એન્ટી-ડોપિંગ ટ્રિબ્યુનલે ફટકારી આકરી સજા; છેલ્લા ૭ મહિના નરક જેવા વીત્યા, રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હોવાની ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી દર્દભરી પોસ્ટ6:27 PM IST
ખેલ જગતમાં ભારે શોક, માત્ર ૨૧ વર્ષની ઉંમરે આશાસ્પદ ફૂટબોલર જિંદગીની જંગ હાર્યો: ફ્રાન્સમાં નદીના જોરદાર પ્રવાહમાં ડૂબી જતાં લિયોનના સ્ટાર ખેલાડી કેન્ઝો કીઝને ડોક્ટરોએ ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યો! : ધોધ નજીક ન્હાવા પડેલા ૪ મિત્રો શક્તિશાળી કરંટમાં ફસાયા; ડાઇવર્સે ભારે જહેમત બાદ કેન્ઝોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું8:25 PM IST
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં મેસ્સીનો જાદુ અને ક્લોપની મસ્તી: એલેક્સિસ મેક એલિસ્ટરની જર્સી ખેંચવા પાછળ લિવરપૂલના પૂર્વ કોચનો વાયરલ કિસ્સો! : ઓસ્ટ્રિયા સામે આર્જેન્ટિનાની ટક્કર બાદ ટીવી પ્રેઝન્ટેટર બનેલા જુર્ગેન ક્લોપે મેદાન પર મચાવી ધમાલ; પહેલા લિયોનેલ મેસ્સીને ગળે લગાવ્યો અને પછી જૂના શિષ્યની જર્સી લૂંટવાનો કર્યો રમુજી પ્રયાસ5:38 PM IST


























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































































































