<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ઉપલેટામાં મામલતદારના વર્તનના વિરોધમાં કાલે કોંગ્રેસના ધરણા

લલીત વસોયા સહિત કોંગ્રેસના આગેવાનો જોડાશે

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૮ :.. ઉપલેટામાં નવા આવેલા મામલતદાર મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્‍યવહાર કરતા ઉઠવા પામી હોવાની ઘણી બધી ફરિયાદો જ્‍યારથી તેઓએ ત્‍યારથી ઉપલેટા મામલતદાર તરીકે ચાર્જ સંભાળ્‍યો ત્‍યારથી લોકોમાંથી આવી રહી છે ત્‍યારે બે દિવસ પહેલા ઉપલેટાના કોંગ્રેસના આગેવાન રામસિંભાઈ વાઘરોટીયા અને તેમના પત્‍ની તાલુકા પંચાયતના સભ્‍ય  કડવીબેન વામરોટીયા સાથે મામલતદારને તેમના વિસ્‍તારની રજૂઆતો કરવા મામલતદાર ઓફિસે ગયેલા હતા.ત્‍યારે પટાવાળાએ ચિઠ્ઠી લખવાનું કહેતા પહેલા તો રામશીભાઈના આヘર્ય થયું હતું કે અત્‍યાર સુધીમાં કોઇપણ મામલતદાર એ ચિઠ્ઠી પ્રથા આગેવાનોને મળવા માટે રાખી નથી. ત્‍યારે આ  મામલતદાર એ આવી પ્રથા કેમ રાખી આમ છતાં રામશીભાઇ પોતે કાથરોટના આગેવાનો હોય અને તેમના પત્‍ની કડવીબેન તાલુકા પંચાયતના સદસ્‍ય હોય ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રશ્નો અંગે રજુઆત કરવા માટે આવેલ હોવાની ચીઠી લખેલ તે બાદ એક કલાક સુધી તેઓએ મામલતદાર બોલાવે તે માટે રાહ જોઇ પરંતુ મામલતદાર મહેતાએ તેઓને મળવાનો સમય ન આપતા તેઓ પોતાને ગામ કાથરોડા ચાલ્‍યા ગયા હતાં.

આ બનાવવા ઘેરા પડઘા કોંગ્રેસમાં પડતા કોંગ્રેસ આ મામલતદાર વિરોધમાં  ં આવેદનપત્ર અને ધરણા કરવાનું નક્કી કરતા આવતીકાલ તારીખ ૯ ૧ ૨૦૨૫ ને ગુરુવારે સવારે ૧૦-૩૦ કલાકથી ૧ વાગ્‍યા સુધી  ઉપલેટા ધોરાજી વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલીતભાઈ વસોયા ની હાજરીમાં મામલતદાર ઓફિસ સામે ધરણા કરી મામલતદારના અધિકારીસાહિનો વિરોધ કરી ભગવાન તેઓને સદબુદ્ધિ આપે અને લોકોના કામ કરવા માટે તેમને જે હોદો મળ્‍યો છે તેમનો હંકારમાં અને અધિકાર શાહીમાં નહીં પણ સારો ઉપયોગ કરે તેવી સામૂહિક ઙ્કાર્થના કરશે.

આ ધરણામાં મોટા ઙ્કમાણમાં તાલુકાના અને શહેરના આગેવાનોને અને કાર્યકરોને ઉપસ્‍થિત  રહેવા શહેર કોંગ્રેસ પ્રમુખ કળષ્‍ણકાંત ચોટાઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ કનેડીયાએ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગરે અપીલ કરેલ છે.

(12:23 PM IST)