News of Wednesday, 8th January 2025
રાજયના ૩૭ ડી.વાય.એસ.પી.ઓની સામુહિક બદલીઓ

ખંભાળીયા તા. ૮: રાજયના ગૃહ વિભાગ દ્વારા ગઇકાલે ડી.વાય.એસ.પી.ઓની સામુહિક બદલીઓ થઇ હતી જેમાં ખંભાળીયામાં લાંબા સમયથી એલ.સી. એસ.ટી. સેલની ડીવાય.એસ.પી.ની જગ્યાએ જે સમીર સારડા ગયા પછી ખાલી હતી ત્યાં ગીર સોમનાથથી વિસ્મય માનસાતાની નિયુકિતી થઇ છે તો પાટણના અજમાયશી ડી.વાય.એસ.પી. મીત વિરેશ રૂદલાલની નિયુકત ડી.વાય.એસ.પી. જામનગર એલ.સી. એલ.ટી. સેલની ખાલી જગ્યા પર થઇ છે. જામનગરના અજમાયશી ડી.વાય.એસ.પી. શ્રીમતિ નયના ભીમા ગોરડીયાની બદલી ડી.વાય.એસ.સી. એસ. સી. એસ. ટી. સેલ અમરેલીમાં થઇ છે.
દ્વારકા એસ.સી.. એસ.ટી. સેલમાં ડી.વાય.એસ.પી. તરીકે મુકાયેલા લોહાણા જ્ઞાતિના વિસ્મય માનસેતા મૂળ સાવરકુંડલાના વતની તથા હાલ રાજકોટમાં રહેતા પરેશભાઇના પુત્ર અને એમ.એ. કર્યા પછી ર૦૧૯માં જી.પી.એસી.સી.માં પરીક્ષા પાસ કરી ગુજરાતમાં બારમા નંબરે મેરીટમાં આવેલ જે પછી ગીર સોમનાથમાં અજમાયશી નોકરી કરી દ્વારકા જિલ્લામાં નિયમિત પ્રથમ પોસ્ટીંગ મળ્યું છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
