<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

નવી દિલ્‍હીમાં સહકારી ક્ષેત્રે વિકાસ માટે ડો.માંડવીયા, પુષ્‍કર ધામી સાથે દિલીપભાઇ સંઘાણીની ચર્ચા

નાના અને ઉભરતા ઔદ્યોગિક સાહસિકોને સહકારનો સહયોગ પ્રવૃત્તિને વેગ અપાશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૮: ૨૦૨૫ નું વર્ષ સહકારી વર્ષ તરીકે ઘોષિત થતા આખા વર્ષ દરમ્‍યાન વિવિધ ક્ષેત્ર અનેકવિધ સહકારી પ્રવળતિઓ અને સહકાર વિકાસ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે અંતર્ગત નવિ દિલ્‍હી ખાતે આજરોજ રાષ્‍ટ્રિય સહકારી અગ્રણી - ઈફકો ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને ઉતરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કર ધામી સાથે શુભેચ્‍છા મુલાકાત યોજાઈ હતી જેમા વિવિધ ક્ષેત્રને આવરી લેતી સહકારી પ્રવળતિઓને વેગ આપવા, ઉભરતા ઉદ્યોગ સાહસિકો ને સહયોગ આપવા તેમજ સમગ્ર દેશ-રાજય સહકારી પ્રવળતિઓમા અને આર્થીક ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા નિભાવી સમાજ સહકાર સેવામા તત્‍પર બની રહે તે અંગેની ગહન ચર્ચા-વિચારણા કરવામા આવી હતી.

સહકારી વર્ષ ઉજવણી સહિતની વિવિધ પ્રવળતિમા માંડવીયા અને ધામી એ સહયોગ સાથે સહકારી પ્રવળતિને આગળ ધપાવવા અને આ ક્ષેત્રને વધુકાર્યક્ષમ અને લોકભોગ્‍ય બનાવવા આશાવાદ પ્રગટ કરેલ તેમ શુભેચ્‍છા મુલાકાત સંદર્ભે અખબારી યાદીમા જણાવાયેલ છે.

(2:04 PM IST)