News of Wednesday, 8th January 2025
લીમીટેડના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને અગ્રવાલ સમાજના અગ્રણી અજયકુમાર અગ્રવાલનુ દિલ્હીમાં સન્માન
મહામંડલેશ્વર પરમ પૂજ્ય ગીતા મનીષી શ્રી જ્ઞાનાનંદજી મહારાજના સાનિધ્યમાં તથા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં 'મહારાજા અગ્રસેન ગ્લોબલ આઈકોન એવોર્ડ અપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : જામનગરની દિગ્જામ લીમીટેડના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને અગ્રવાલ સમાજના અગ્રણી અજયકુમાર અગ્રવાલનુ દિલ્હીમાં અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.
અજયકુમાર અગ્રવાલ દિલ્હી યુનિવર્સિટી માં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી અગ્રવાલ સમાજની સંસ્થાઓ ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયને સમાજમાં સેવાકીય પ્રવૃતિઓ કરે છે જેની નોંધ લઈ ને શ્રી અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન દ્વારા દિલ્હીના આંબેડકર ઈન્ટર નેશનલ ઓડીટોરીયમ ખાતે મહામંડલેશ્વર પરમ પૂજ્ય ગીતા મનીષી શ્રી જ્ઞાનાનંદજી મહારાજના સાનિધ્યમાં તથા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીની ખાસ ઉપસ્થિતિ માં યોજાયેલ સમારોહમાં 'મહારાજા અગ્રસેન ગ્લોબલ આઈકોન એવોર્ડ ' આપવામાં આવેલ છે. અગ્રવાલ સમાજના આ સમારોહમાં સંગઠન ના ચેરમેન પ્રદિપ મિતલ તથા અધ્યક્ષ ડો.સુશીલ ગુપ્તા સહિત અગ્રવાલ સંગઠનના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ એવોર્ડ માટે આંતરરાષ્ટ્રીય લેવલે અગ્રવાલ સમાજની કુલ ૫૧ મહાન વિભૂતિઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં શ્રી અજયકુમાર અગ્રવાલ નો સમાવેશ કરવામાં આવેલ હતો તેથી ગુજરાત અગ્રવાલ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે અને શ્રી અગ્રવાલને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
અજયકુમાર અગ્રવાલ હાલ અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન-ગુજરાત પ્રદેશના ઉપ પ્રમુખ, અગ્રવાલ સમાજ વિકાસ પરિષદ ટ્રસ્ટ -ગુજરાતના ટ્રસ્ટી , શ્રી અગ્રસેન ધામના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે આ ઉપરાંત લાયન્સ કલબ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલ રહી ને સમાજ સેવા કરે છે .
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
