News of Wednesday, 8th January 2025
અમરેલીના લીલિયામાં રેલ્વે ફાટક પર અચાનક જ આવી ચડ્યો સિંહ : વન વિભાગના કર્મચારીએ લાકડી બતાવીને વનના રાજા ને રેલવે ટ્રેક ઉપરથી જ દૂર કરી દીધા
ટ્રેન આવે તે પહેલા જ સિંહને રેલ્વે ટ્રેક પરથી સુરક્ષિત રીતે વન વિભાગના કર્મચારી દ્વારા ટ્રેક ઓળંગતા સિંહને દૂર ખેતરમાં ખસેડી દેવામાં આવ્યો

અમરેલી તા.૮ : અમરેલીના લીલીયા રેલ્વે ફાટક પર અચાનક જ સિંહ આવી ચડ્યો હતો. ત્યારબાદ વન વિભાગના કર્મચારી દ્વારા સિંહને હટાવી દેવામાં આવ્યો હતો. આનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
અમરેલીના લીલિયા દામનગર સેક્શન ફાટક નંબર 31 નજીક અચાનક જ સિંહ આવી ચડયો હતો. ટ્રેન આવે તે પહેલા જ સિંહને રેલ્વે ટ્રેક પરથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગના કર્મચારી દ્વારા ટ્રેક ઓળંગતા સિંહ દૂર ખેતરમાં ખસેડી દેવામાં આવ્યો હતો. ગઈકાલે રેલ્વે ફાટક નજીક ટ્રેક ઓળંગતો સિંહનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને જોઇને લોકો રેલ્વે કર્મચારીના વખાણ કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ આ મામલો અમરેલીના લીલીયા દામનગર સેક્શન ફાટક નંબર 31 પાસેનો છે. અહીંના મોટાભાગના વિસ્તારોમાં સિંહોના પડાવ જોવા મળે છે. હવે રેલવે ફાટક પાસે સિંહ ટ્રેક ક્રોસ કરી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં પણ સિંહોના વીડિયો વાયરલ થયા છે, જેમાં રેલ્વે વિભાગે પણ કેટલાક કેસની પુષ્ટિ કરી હતી. હાલમાં જ વાયરલ થયેલા વીડિયોમાં વન વિભાગનો એક ગાર્ડ સિંહને ગાય અને બકરીની જેમ લાકડી વડે મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો કર્મચારીની હિંમતના વખાણ કરી રહ્યા છે.
વન વિભાગનો કર્મચારી લાકડી વડે સિંહને રેલવે ટ્રેક પરથી ભગાડી રહ્યો હતો. રેલવે પીઆરઓએ ટેલિફોન પર જણાવ્યું કે આ ઘટના 6 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે બની હતી. લીલીયા સ્ટેશનના ગેટ નંબર LC-31 પર સિંહ ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો જેને વન વિભાગના કર્મચારીએ ટ્રેક પરથી હટાવી લીધો હતો. આવી સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ તત્પર રહે છે. રેલવે પણ સતર્ક છે. રેલવે PROએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. લોકોએ વન વિભાગના કર્મચારીઓની હિંમત અને સતર્કતાને બિરદાવી છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
