News of Thursday, 9th January 2025
ઉદ્યોગપતિ કેતનભાઇ ગજજરને મુખ્યમંત્રીના હસ્તે ‘પ્રાઇડ ઓફ પોરબંદર'-એવોર્ડ એનાયત
રકતદાન ક્ષેત્રે અનેરી સેવા પ્રવૃતિ માટે ઉદ્યોગપતિ કેતનભાઇને બિરદાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલઃ દર વર્ષે બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિતે રકતદાન મેગા કેમ્પનું આયોજનમાં રેકોર્ડ બ્રેક રકત એકઠું થાય છેઃ આ રકત રેડક્રોસ દ્વારા કોઇપણ શહેરમાં પુરૂં પાડવામાં આવે છે.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૯: ઉદ્યોગપતિ કેતનભાઇ ગજજરને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે પ્રાઇડ ઓફ પોરબંદર એવોર્ડ એનાયત કરવામાં આવતા પોરબંદરનું ગૌરવ વધ્યું છે. અમદાવાદમાં એવોર્ડ વિતરણ સમારંભમાં ઉદ્યોગપતિ કેતનભાઇ ગજજરને ‘‘પ્રાઇડ ઓફ પોરબંદર'' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રકતદાન ક્ષેત્રે અનેરી સેવા પ્રવૃતિ માટે ઉદ્યોગપતિ કેતનભાઇની ‘‘પ્રાઇડ ઓફ પોરબંદર'' એવોર્ડ માટે પસંદગી કરાઇ હતી.
અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ‘‘પ્રાઈડ ઓફ અમદાવાદ'' એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. સાથે પ્રાઇડ ઓફ પોરબંદર એવોર્ડ અપાયેલ હતો. સેન્ચ્યુરીયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર સંસ્થાઓનું સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત આગેવાનો અને. સેવાભાવી સંસ્થાઓ ના હોદેદારો ઉપસ્થિત હતા.
રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન સહિતની વિવિધ આરોગ્ય સેવાઓની કામગીરી રીતે કરવામાં આવી રહી છે, જેને બિરદાવવા આ કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદરના ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર નું પણ પ્રાઈડ ઓફ પોરબંદર એવોર્ડ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કેતનભાઈ ગજજર દ્વારા દર વરસે પોરબંદર બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે
રેકોર્ડ બ્રેક બ્લડ યુનિટ એકત્ર થાય છે પોરબંદર જિલ્લાના દર્દીને અમદાબાદ કે ગુજરાત ના અન્ય કોઈપણ શહેર માં રેડ ક્રોસ દ્વારા બ્લડ યુનિટ પૂરું પાડવા માં આવે છે. પોરબંદર ગર્વ લેવા જેવી વાત છે, આ એવોર્ડ બદલ કેતનભાઈ ગજજર ને આગેવાનો, પદાધિકારીઓ, વિવિધ સેવાકીય સંસ્થાઓ, ઉધોગપતિઓ, મિત્ર વર્તુળ માંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
