News of Thursday, 9th January 2025
વિસાવદરના જૂના પેઢીના આદર્શ શિક્ષક પોલાભાઈ બાસુપ્યાનુ અવસાન કાલે બેસણુ
વિધાર્થીઓને ઘેરઘેરથી બોલાવી શાળાએ લઈ આવતા : શાળાના સમય બાદ મફત ટયુશન આપતા કન્યા કેળવણીના પ્રખર હિમાયતી કોળી સમાજના પ્રેરણારૂપ વ્યક્તિત્વનો અસ્ત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૯: વિસાવદરના જુની પેઢીના આદરપાત્ર આદર્શ શિક્ષક પોલાભાઈ વાલજીભાઈ બાસુપ્યાનુ અવસાન થયેલ છે. તેઓ સર્વિસકાળ દરમિયાન વિધાર્થીઓને ઘેરઘેરથી ફોસલાવી-સમજાવી ઘેરથી શાળાએ લઈ આવતા અને ભણાવતા તેમજ શાળાના સમય બાદ સાંજે વિધાર્થીઓને મફત ટયુશન આપતા હતા. કન્યા કેળવણીના પ્રખર હિમાયતી હતા. તેઓના ૬ સંતાનો પૈકી પુત્ર-એન્જીનીયર, પાંચ પુત્રીઓ પૈકીની પુત્રીઓમાં દિકરીઓ મામલતદાર-શિક્ષિકા જેવા પદ સાથે ઉચ્ચ શિક્ષિણથી સજ્જ આદર્શ પરિવાર તરીકે સમાજમાં ગણના થાય છે. આમ કોળી સમાજના પ્રેરણારૂપ વ્યક્તિત્વનો અસ્ત થતા કોળી સમાજ-શિક્ષિક સમુદાય-વિધાર્થીઓમા ઘેરા શોકની લાગણી વ્યાપી છે.પગે વિકલાંગ હતા, છતાએ બે વ્હીલ વાળી સાયકલ ચલાવી શાળાએ જતા, વિધાર્થીઓને ઘેરઘેર જઈ સમજાવતા..મફત ટયુશન આપતા.વિસાવદર સરકારી પ્રાથમિક શાળાના નિવળત્ત શિક્ષક પોલાભાઈ વાલજીભાઈ બાસુપિયા (ઉ.વ.૯૬) તે યોગેશભાઈ એન્જીનીયર-તાલુકા પંચાયત-વિસાવદર, મળદુલાબેન, દક્ષાબેન, કિરણબેન, નિતાબેન, જયશ્રીબેનના પિતાશ્રીનુ ગઈકાલ તા.૮ બુધવારના રોજ અવસાન થયેલ છે. તેઓની અંતિમયાત્રામાં સગા-સબંધીઓ-જ્ઞાતિજનો-આગેવાનો જોડાયા હતા અને શોકાંજલી અર્પણ કરી હતી. સદગતનું બેસણું આવતીકાલ તા. ૧૦ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન નિવાસસ્થાનઃ ગાયત્રી પ્લોટ, વિસાવદર ખાતે રાખેલ છે. મો. ૯૬૩૮૩ ૭૭૯૦૯
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
