<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

કચ્છ યુનિવર્સિટીના આસિ.પ્રોફેસરના નાણાકીય લેવડ દેવડના ચેટના સ્ક્રીનશોટની તપાસ કરાતા આ ફોટા એડીટીંગ કરેલ ખોટા નીકળ્યા !

આસીસ્ટન્ટ પ્રોફેસર ગૌરવભાઇ દિપકભાઈ ચૌહાણનાઓએ કોઇ પાસેથી લાંચ માંગેલ તેમજ લીધેલ તેમજ કોઇ ખોટા આક્ષેપો જણાઇ આવેલ નથી

ભુજ :તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ ન્યુઝ પેપરમા કચ્છ યુનિવર્સિટીમાં ભરતીમાં ગેરરીતિના આક્ષેપો તથા માસિ પ્રોફેસરના નાણાકીય લેવડ દેવડના લેટના સ્ક્રીનશોટ વાયરલ થયાના સમાચાર પ્રસિધ્ધ થયેલ. તે બાબતે આસી.પ્રોફેસર ગૌરવભાઇ દિપકભાઈ ચૌહાણનાઓએ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓને તેમના વિરૂધ્ધ વોટસઅપ ચેટની પી.ડી.એફ. તથા સ્કીન સોર્ટ એડીટીંગ થયેલા અને ખોટા આક્ષેપ થયેલ હોવાની વિગત જણાવી તપાસ માટે અરજી આપેલ હતી
જેથી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ,ભુજ ,તથા વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત અરજીની ગંભીરતાને ધ્યાને લઈ સ્ટેટ માહિતી મેળવી અને ખરાઇ કરવા હકીકત જાણવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ ભુજનાઓને સુચના આપેલ હતી.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા તપાસ કરતા હકીકત જાણવા મળેલ કે, કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટાર તથા સેકશન ઓફીસરની કુલે પ જગ્યાયી નિયમેનુસાર ભરવાની હતી. અને આ પ્રમાણે માર્ચ 2024થી ભરતી પ્રક્રિયા આરંભ કરેલ હતી.અને આ ભરતી -ઓફીસરાઓની નિમણૂક બાબતે તમામ નિયમો મુજબ કાર્યવાહી કરી કચ્છ યુનિવર્સિટી દ્વારા તા.૨૬/૧૨/2024 ના કુલ પાચ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવેલ. તેમજ ગઇ તા.૦૫/૦૧/૨૦૨૫ ના આસીસ્ટન્ટ પ્રોફેશર ગૌરવભાઇ દિપકભાઈ ચૌહાણનાઓને  સજકોટમાંથી પ્રતિપાલસિંહ ગોહિલનાઓની ફોન આવેલ અને કહેલ કે તમારા નામની વોટસઅપ ચેટની પી.ડી.એક. તથા સ્કીન સોર્ટ મળેલ છે અને હાલ કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટંટના રજીસ્ટાર તથા સેકશન ઓફીસરની કુલ પ જગ્યાઓની ભરતી બાબતે લાંચ લેવાયેલ તે બાબતે તમારા નામના વોટમબપમાં ચતચીત થયેલ છે. બાદ પતિપાલસિહ ગોહિલનાઓ દ્વારા ગૌરવ ચૌબાણના ઓને તે ચેટીંગના સ્કીન શોટ તથા પી.ડી.એક વોટ્સએપના માધ્યમથી મોકલી આપેલ અને આ બાબતે સ્પષ્ટતા માગેલ
જે બાબતે આસીસ્ટન્ટ પ્રોફેસર ગૌરવભાઇ દિપકભાઈ ચૌહાણનાલોએ પ્રતિપાલસિંહ ગોહિલનાઓને વોટમઅપ ગ્રેટની પી.ડી.એફ તથા સ્ક્રીન શોટ ને જણાવેલ કે. આ ચેટ કોઇએ ઉભી તેમજ એડીટીંગ કરેલી ખોટી ચેટ છે આ ચેટ મારી નથી પેટ મારી નથી. તો આપ આ વિશે વિગતવાર તપાસ  કરો જે માટે જરૂર પડે તો અમો ખુદ આપની સમક્ષ રાજકોટ તમારી  ઓફીસ આવી તમામ પ્રકારે તપાસ કરાવી અમાર મોબાઇલ ફોન પણ તમને તપાસ કરવા માટે આપવા માટે તૈયાર છીએ તેમજ પી.ડી. એક માં બોલે બલગ અલગ રૂપીયાની માંગણી કરેલ હોવાના ખોટા ચેટ દ્વારા આપેલો છે પરંતુ ખરેખર અમોએ કોઈ પાસે રૂપીયામાં માંગણી કરેલ નથી અને ખોટી બનાવેલ ચેટમાં બે મોબાઇલ નંબરનો ઉલ્લેખ થયેલ છે જેમાં લાંચના રૂપિયા મોકલવાની ચર્ચા થયેલ જે બન્ને મોબાઇલ નંબર અમારી જ યુનિવર્સિટીના કર્મચારીઓ છે અને તેઓ બન્ને આ ભરતી પ્રક્રીયાના ઉમેદવારો હતા જેમાંથી એક કર્મચારીને આસીસ્ટન્ટ રજીસ્ટારની નિમણુક પણ મળેલ હોવાનુ જણાવેલ.

તેમજ આસીસ્ટન્ટ પ્રોફેસર ગૌરવભાઇ દિપકભાઈ ચૌહાણનાઓ દ્વારા આ બાબતે ભુજ ઓફીસ તથા અમદાવાદ ન્યુઝ પેપરની ઓફીસે જાણ કરેલ હોવાનુ જણાવેલ. તેમને મળેલ ૨૪ કલાકમાં તા.૦૬/૦૧/૨૦૨૫ ના દિવસ દરમ્યાન એક એફીડેવીટ કરવામાં આવેલ જેમાં જણાવેલ કે આ વોટ્સએપ ચેટ અમારા દ્વારા કરવામાં આવેલ નથી અન્ય કોઇ ઇસમ દ્વારા એડીટ કરવામાં આવેલ છે. ત્યારબાદ તેમના દ્વારા વોટ્સએપ ગ્રીવેન્સ ઓફીસરનાઓને ઇમેલ દ્વારા અરજી મોકલવામાં આવેલ જેમાં તેઓ દ્વારા વિનંતી કરવામાં આવેલ કે આ પી.ડી.એફ. તથા સ્ક્રીન સોર્ટ અમોને ન્યુઝ મીડીયા તરફથી મળેલ છે જે ચેટ તેમના દ્વારા કરવામાં આવેલ નથી જે બાબતે તપાસ કરી રીપોર્ટ આપવા માટે જણાવેલ. 

   આ સમગ્ર બાબતની જાણ તેમને પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓને તેમના વિરૂધ્ધ વોટસઅપ ચેટની પી.ડી.એફ. તથા સ્ક્રીન સોર્ટ એડીટીંગ થયેલા અને ખોટા આક્ષેપ થયેલ હોવાની અરજી આપેલ. આ તમામ કરેલ કામના અધાર પુરાવાઓ તેમના દ્વારા રાજકોટ પ્રતિપાલસિંહ ગોહિલ તથા ભુજ  ઓફીસ તથા અમદાવાદ ઓફીસને વોટ્સએપના માધ્યમથી મોકલી આપેલ. તેમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવેલ જેમા તેમને વિગતવાર જણાવેલ કે અમારા નામની ખોટી બનાવેલ પી.ડી.એફ. ચેટ તથા સ્ક્રીનસોર્ટ મારા નથી અને આ કોઇ ઇસમ દ્વારા એડીટીંગ કરી અમોને તથા કચ્છ યુનિવર્સિટીને બદનામ કરવા બનાવેલ છે.
ત્યારબાદ આ પી.ડી.એફ. અને સ્ક્રીનસોર્ટ કોને મોકલાવેલ તે બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે, આ પી.ડી.એફ. અને સ્ક્રીનસોર્ટ પ્રીન્ટેડ કોપીના રૂપમા કુરીયર મોકલનાર અને મેળવનારની વિગતો તપાસ કરતા જાણવા મળેલ કે કુરીયર મોકલનારનું નામ કેન્ડી દત્ત અને મેળવનારનું નામ પ્રદીપ કુમાર પડસાલા છે. આ પ્રદીપ કુમાર પડસાલાએ આ ભરતી પ્રક્રીયામાં અરજી કરેલ, આસીસ્ટંટ રજીસ્ટ્રારની સ્કીનીગ ટેસ્ટમાં ઉતીર્ણ થયેલ અને મેરીટ લીસ્ટમાં સ્થાન પામેલ પણ નિયમ અનુસાર અનુભવ ન હોવાને કારણે તેઓને ઇન્ટરવ્યુ આપવા માટે બોલાવેલ નહી જેથી નારાજ થઇ અને અસંતોષ હોવાને કારણે તેઓએ યુનિવર્સિટીમાં રજુઆત કરેલ અને યુનિવર્સિટી વિરૂધ્ધ હાઇકોર્ટમાં કેસ દાખલ કરાવેલ અને શિક્ષણ વિભાગમાં પણ ફરીયાદ કરેલ. તેઓને પણ આ કરીયર કોણે મોકલાવેલ છે તે બાબતે પોતાને જાણ નથી.
તેમજ આ બાબતે ભરતી થનાર ઉમેદવારોની પણ પુછપરછ કરેલ જેમાં આસીસ્ટન્ટ પ્રોફેસર ગૌરવભાઇ દિપકભાઈ ચૌહાણનાઓએ કોઇ પાસેથી લાંચ માંગેલ તેમજ લીધેલ તેમજ કોઇ ખોટા આક્ષેપો જણાઇ આવેલ નથી. જેથી આસિ.પ્રોફેસરના નાણાકીય લેવડ દેવડના ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયાના સમાચાર પી.ડી.એફ. તથા વોટ્સએપ ચેટના સ્ક્રીન સોર્ટ ખોટા હોવાનું લોકલ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે.

(10:48 PM IST)