તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Saturday, 11th January 2025
જુનાગઢ જીલ્લા જેલમાં વીજ વાયરનો સ્પાર્ક કરી ચલમ સળગાવવાનો પ્રયત્ન
કાચા કામના કેદીએ જેલ સહાયકની ફરજમાં પણ રૂકાવટ કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢ જીલ્લા જેલમાં કાચા કામના કેદીએ વીજ વાયરનો સ્પાર્ક કરી ચલમ સળગાવવાનો પ્રયત્ન કરતા તેને રોકવામાં આવતા જેલ સહાયકની ફરજમાં પણ રૂકાવટ કરી હતી.
જુનાગઢ જેલમાં જેલ સહાયકની ફરજ બજાવતા દેવાયતભાઈ એસ. કટારા તારીખ ૪ જાન્યુઆરીના રોજ જેલમાં પોતાની ફરજ પર હતા. તે સમયે કાચા કામનો કેદી માધવ અમળતલાલ રાણવા જેલના સાંસ્ક્રળતિક હોલમા ઈલેકટ્રીક બોર્ડ તોડી ચાલુ વાયરના છેડા કાઢી અન્ય વાયરના ટુકડા સાથે સ્પાર્ક કરી સુકા પાંદડાનો ભુકો ચલમમા ભરી સળગાવવાનો પ્રયત્ન કરતો નજરે પડ્યો હતો. આથી કેદીને જેલના નિયમોનો ભંગ કરી તેને આમ કરતા રોકતા જેલ સહાયક સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી ફરજમા રૂકાવટ કરી હતી. આ અંગે ગઈકાલે જેલ સહાયક દેવાયત કટારાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે કાચા કામના કેદી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
