News of Saturday, 11th January 2025
ભાવનગરમાં સરકાર સાથે ૧ કરોડની છેતરપીંડીમાં ૫ ઝડપાયા : ‘‘સીટ''ની રચના
બેન્ક ઓફ બરોડાના તાત્કાલીન મેનેજરની તબિયત લથડાતા હોસ્પિટલમાં સારવારમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧ : ભાવનગરમાં સરકાર સાથે રૂપિયા એક કરોડથી વધુ રકમની ઉચાપત ના ચકચારી બનાવમાં પોલીસે પાંચ ની ધરપકડ કરી છે. અને તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. Bank of baroda ના તત્કાલિક બ્રાન્ચ મેનેજર ની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયેલ છે.
લઘુ ઉદ્યોગ શરૂ કરાવવાના હેતુથી લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના શરૂ કરવામાં આવી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી બાદ આ યોજનાઓ અંતર્ગત લોન અને સબસીડી મેળવવા માટેની આગળની પ્રક્રિયા શરૂ થાય છે. પરંતુ બેંક ઓફ બરોડાની ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાંચમાં સરકારની આ કલ્યાણકારી યોજનાનો દુરઉપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બીલોની મદદથી સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. એપ્રીલ-૨૦૨૩ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાની બેંક ઓફ બરોડાની બ્રાંચનું ઓડિટ થયું હતું જેમાં ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાંચ ખાતેથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લોન લેનારા વ્યક્તિઓએ બેંકમાં બનાવટી ક્વોટેશન અને ઈનવોઈસ બીલો રજૂ કરી લોન મેળવી લીધી અને અરજીમાં દર્શાવેલ ધંધાના સ્થળે કોઈ મશિનરી કે ધંધાનું સ્થળ નહી મળી આવતા લોન અને સબસીડીની રકમ ભરપાઈ કરવા માટે ૨૪ લાભાર્થીઓને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાંથી ૧૦ લોકોએ નોટીસ આપ્યેથી લોન ભરપાઈ કરી દીધી હતું પરંતુ ૧૪ લાભાર્થીઓએ નોટીસને પણ નહી ગણકારી આજદીન સુધી લોન નહી ભરી સરકાર સાથે કુલ રૂ.૧,૦૧,૩૫,૩૪૧ની છેતરપિંડી આચરી હતી.
જેમાં તત્કાલિન બ્રાંચ મેનેજર, તત્કાલિન ક્રેડિટ ઓફિસર, હિતેશ દલપતભાઈ ગલચર,રમેશ મગનભાઈ જાવિયા ટીલાવત જયશ્રીબેન અનિલભાઈ, નિખિલ પ્રકાશભાઈ સોલંકી, વૈભવ હિતેશભાઈ દોશી, સ્વાતી ધર્મેશભાઈ સવાણી, માયાબેન ઘનશ્યામભાઈ પંડયા, દિનેશ નાગજીભાઈ ડાભી,વિજય દેવજીભાઈ પરમાર,કળણાલ રમેશભાઈ બથવાર, ચેતનાબેન રમેશભાઈ જાવીયા,
શૈલેન્દ્ર પરશોત્તમભાઈ પટેલ, રિદ્ધિબેન બટુકભાઈ ડગરા ધર્મિષ્ઠાબેન કિશનકુમાર સાવલીયા, પ્રદિપ રણછોડભાઈ મકવાણા, જેસિંગ રણછોડભાઈ રાઠોડ અમિત મનુભાઈ ચૌહાણ, જવલબેન ભલાભાઈ દિહોરા કેતન ધનજીભાઈ પરમાર,અક્ષય પ્રવિણભાઈ મકવાણા ભાયા કાનાભાઈ ડાભી, શૈલેષ બોઘાભાઈ ગોહિલ, જયદીપ બુધાભાઈ બારૈયા,મુકેશ દલાભાઈ બારૈયા હેતલબેન અરવિંદભાઈ બારૈયા અનેહિતેશ ચંદ્રકાંતભાઈ રાઠોડ સામે ગુન્હો નોંધાયો છે.
દરમિયાન પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં શિવશંકર ઝા - તત્કાલીન બ્રાન્ચ મેનેજર પ્રદીપ મારું - બેન્ક કર્મચારી હિતેશ દલપતભાઈ ગલચર - એજન્ટ રમેશ મગનભાઈ જાવિયા - એજન્ટ જેસિંગ અરજણભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.
બેન્ક ઓફ બરોડાના ચકચારી લોન કૌભાંડમાં પોલીસે તત્કાલીન બ્રાન્ચ મેનેજર સહિત પાંચ શખ્સની ધરપકડ કરી છે.ઝડપાયેલા પાંચ શખ્સ પૈકી તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝા ની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. ચકચારી બેંક કૌભાંડની ઝીણવટ ભરી તપાસ થાય તે માટે એસપી દ્વારા એસઆઇટીની રચના કરવાના આવી છે.જેમાં પોઇ જે.કે. ડામોર,પોસઇ વી.વી. ધ્રાંગુ, પોસઈ ડી.વી.ડાંગર રીડર શાખા, પોસઇ એમ.આર. રાજપરા, જયરાજસિંહ હરદેવસિંહ અના એએસઆઇ, બલરાજસિંહ પ્રવિણસિંહ અના હેડ કોન્સ, જગદિશભાઇ ભાનુભાઇ અના હેડ કોન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ ભાવનગરના એસ.પી. ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
